Sabarkantha: શાળાના ભોજનમાંથી ગરોળી નીકળી, દાળ ખાધા પછી 45 બાળકોની તબિયત બગડી!
સાબરકાંઠાના ઇડરની હસનપુરા પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજનની મગની દાળમાં ગરોળી નીકળતા આશરે 45 બાળકોની તબિયત બગડી છે. બાળકોને સારવાર માટે ઇડર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ફૂડ પોઇઝનિંગની આશંકા વચ્ચે આરોગ્ય, પુરવઠા અને મધ્યાહન ભોજન વિભાગે તપાસ શરૂ કરી હતી. ઘટનાએ શાળાના ભોજનની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે.
Advertisement
Sabarkantha: સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકામાં મધ્યાહન ભોજનને લઈને ચોંકાવનારી ઘટના સામે આવી છે. ઇડરની હસનપુરા પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને આપવામાં આવેલી મગની દાળમાં ગરોળી નીકળતા ભારે હડકંપ મચી ગયો હતો. દાળ આરોગ્યા બાદ આશરે 45 જેટલા બાળકોની તબિયત અચાનક લથડતા શાળા તંત્ર અને સ્થાનિક વહીવટીતંત્ર દોડતું થયું છે.

