Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

Gujarat: રૂ.1500 કરોડના જમીન સ્કેમ મામલે સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર EDના સકંજામાં આવ્યા

Gujarat: સુરેન્દ્રનગરમાં જમીન NA કૌભાંડ મામલે ઈડી દ્વારા કાર્યવાહી શરૂ કરાઇ છે. જેમાં પૂર્વ કલેક્ટર ડો.રાજેન્દ્ર પટેલની પૂછપરછ હાથ ધરાઈ છે. તેમજ સુરેન્દ્રનગરના સરકારી નિવાસસ્થાને પૂછપરછ હાથ ધરાતા સ્થાનિકોમાં ચર્ચા શરૂ થઇ છે. મોડી રાતથી વહેલી સવાર સુધી ઈડીની 3 ટીમો દ્વારા તપાસ કરાઇ છે. સરકારી નિવાસસ્થાનેથી સોનું અને ચાંદી કબ્જે કર્યાની ચર્ચા છે. જેમાં સુરેન્દ્રનગર ACB કચેરીએ રાજેન્દ્ર પટેલ સામે ગુનો નોંધાયો છે.
gujarat  રૂ 1500 કરોડના જમીન સ્કેમ મામલે સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર edના સકંજામાં આવ્યા
Advertisement
  • Gujarat: પૂર્વ કલેક્ટર ડો.રાજેન્દ્ર પટેલની હાથ ધરાઈ પૂછપરછ
  • સુરેન્દ્રનગરના સરકારી નિવાસસ્થાને પૂછપરછ હાથ ધરાઈ
  • મોડી રાતથી વહેલી સવાર સુધી ઈડીની 3 ટીમો દ્વારા તપાસ

Gujarat: સુરેન્દ્રનગરમાં જમીન NA કૌભાંડ મામલે ઈડી દ્વારા કાર્યવાહી શરૂ કરાઇ છે. જેમાં પૂર્વ કલેક્ટર ડો.રાજેન્દ્ર પટેલની પૂછપરછ હાથ ધરાઈ છે. તેમજ સુરેન્દ્રનગરના સરકારી નિવાસસ્થાને પૂછપરછ હાથ ધરાતા સ્થાનિકોમાં ચર્ચા શરૂ થઇ છે. મોડી રાતથી વહેલી સવાર સુધી ઈડીની 3 ટીમો દ્વારા તપાસ કરાઇ છે. સરકારી નિવાસસ્થાનેથી સોનું અને ચાંદી કબ્જે કર્યાની ચર્ચા છે. જેમાં સુરેન્દ્રનગર ACB કચેરીએ રાજેન્દ્ર પટેલ સામે ગુનો નોંધાયો છે. રાજેન્દ્ર પટેલના પીએ અને નાયબ મામલતદાર સામે પણ ગુનો દાખલ થયો છે. જમીન કૌભાંડને લઈ ઈડીએ 23 ડિસેમ્બરે દરોડા પાડ્યા હતા.

જાણો શું હતો સમગ્ર મામલો

સુરેન્દ્રનગરમાં 23મી ડિસેમ્બરે ઈડીની અલગ અલગ ટીમોએ જિલ્લા કલેક્ટર ડો. રાજેન્દ્ર પટેલ, નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી, કલેક્ટરના પીએ જયરાજસિંહ ઝાલા, કલાર્ક મયૂરસિંહ ગોહિલના નિવાસ સ્થાને ઇડીએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. ચંદ્રસિંહ મોરીની ઇડીએ ધરપકડ કરીને રિમાન્ડ મેળવીને દિલ્હી લઇ ગઇ છે. દિલ્હીમાં ચંદ્રસિંહ મોરીની ઇડીની અધિકારીઓ દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે. જેમાં દિલ્હીની સોલાર કંપની પાસેથી જમીન એનએ કરવા માટે ચંદ્રસિંહ મોરીએ 42 લાખની લાંચ લીધી હોવાનું ચર્ચાઇ રહ્યું છે. આ ઉપરાંત ઇડીએ કલેક્ટર કચેરીના સ્ટાફને પૂછપરછ માટે સમન્સ પાઠવવામાં આવ્યા છે.

Advertisement

Advertisement

Gujarat: વહીવટ કરેલા લોકોના નામો સહિતની તપાસનો ધમધમાટે શરૂ

દરોડા દરમિયાન મળેલા દસ્તાવેજો અને ડાયરીમાં હિસાબો, કંપનીઓના નામો, વહીવટ કરેલા લોકોના નામો સહિતની તપાસનો ધમધમાટે શરૂ કર્યો છે. જેમાં એનએ કરાવવા માટે વકીલ, દલાલો અને વચેટીયાઓના નામો તેમજ અન્ય 10થી વધુ ઉચ્ચ અધિકારીઓ સામે આગામી દિવસોમાં ઇડી દ્વારા સકંજો કસવામાં આવશે.

અધિકારીઓ અને કર્મચારીઓ સામે ACB પણ કાર્યવાહી કરે તેવી સંભાવના

સુરેન્દ્રનગર એસીબી પોલીસમાં જિલ્લા કલેક્ટર ડો. રાજેન્દ્રકુમાર પટેલ, નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી, કલેક્ટરના પીએ જયરાજસિંહ ઝાલા, કલાર્ક મયૂરસિંહ ગોહિલ સામે અપ્રમાણસરની મિલકતનો ગુનો નોંધાયો હતો. સુરેન્દ્રનગર એસીબી કચેરીમાં ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. કચેરીના દરવાજા બંધ કરીને કૌભાંડ મામલે નિવેદનો, બેન્ક ખાતાની વિગતો સહિતની તપાસ હાથ ધરવામાં આવી છે. આગામી દિવસોમાં અધિકારીઓ અને કર્મચારીઓ સામે ACB પણ કાર્યવાહી કરે તેવી સંભાવના છે.

આ પણ વાંચો: Gujarat: માયાભાઈ 'માફી પ્રકરણ'માં હવે ઠાકોર સમાજ મેદાને!

Tags :
Advertisement

.

×