Gujarat: અમરેલીની કોલેજના ગિરીશ ભીમાણીને વિદ્યાર્થિનીઓની છેડતી કરવી પડી ભારે
- Gujarat: અમરેલીના BCA કોલેજ કેમ્પસમાં ગીરીશ ભીમાણીનો ABVPએ વિરોધ કર્યો
- ગીરીશ ભીમાણી સામે કાર્યવાહી ન થતા ABVPએ કેમ્પસમાં વિરોધ શરૂ કર્યો છે
- ABVPના કાર્યકરોએ મોટી સંખ્યામાં એકત્ર થઇ ઉગ્ર વિરોધ કર્યો છે
Gujarat: અમરેલીના BCA કોલેજ કેમ્પસમાં ગીરીશ ભીમાણીનો ABVPએ વિરોધ કર્યો છે. જેમાં ગીરીશ ભીમાણી સામે કાર્યવાહી ન થતા ABVPએ કેમ્પસમાં વિરોધ શરૂ કર્યો છે. ABVPના કાર્યકરોએ મોટી સંખ્યામાં એકત્ર થઇ ઉગ્ર વિરોધ કર્યો છે. તથા કેમ્પસમાં 'ગીરીશ ભીમાણી હાય હાય'ના નારા સાથે રામધૂન બોલાવી છે. ગીરીશ ભીમાણીએ આબુમાં યુવતીઓ સાથે ગેરવર્તન કર્યોનો આરોપ છે. તથા સમગ્ર ઘટનાનો ABVP દ્વારા વીડિયો પણ જાહેર કરવામાં આવ્યો છે.
ગંભીર ઘટના હોવા છતાં પોલીસ ફરિયાદ નોંધાઇ નથી
ABVPએ જણાવ્યું છે કે ગંભીર ઘટના હોવા છતાં પોલીસ ફરિયાદ નોંધાઇ નથી. જેમાં આરોપીને બચાવવાનો પ્રયાસ થઈ રહ્યો હોવાનો ABVPનો આક્ષેપ છે. તથા કાયદેસર કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી વિરોધ પ્રદર્શન ચાલુ રહેશે. ઘટનાને લઈ અમરેલી BCA કોલેજ કેમ્પસમાં તણાવપૂર્ણ માહોલ જોવા મળ્યો છે. ઘટનાને પગલે કોલેજમાં DySP, PI સહિતનો પોલીસ કાફલો દોડી આવ્યો છે.
Amreli ABVP Protest: Abu Tour પર વિદ્યાર્થિનીઓ સાથે અડપલાં કરનાર Girish Bhimani સામે ABVPએ નોંધાવ્યો વિરોધ
અમરેલીના BCA કોલેજ કેમ્પસમાં ગીરીશ ભીમાણીનો ABVPએ કર્યો વિરોધ
ગીરીશ ભીમાણી સામે કાર્યવાહી ન થતા ABVPએ કેમ્પસમાં કર્યો વિરોધ
ABVPના કાર્યકરોએ મોટી સંખ્યામાં એકત્ર થઇ કર્યો… pic.twitter.com/QUDwaAMCEt— Gujarat First (@GujaratFirst) January 16, 2026
Gujarat: જાણો સમગ્ર ઘટના શું હતી
અમરેલીની વિદ્યાસભા કોલેજના પૂર્વ નિયામક ગિરીશ ભીમાણી સામે વિદ્યાર્થિનીઓની છેડતીના ગંભીર આક્ષેપોને પગલે આજે 16મી જાન્યુઆરીએ મામલો ગંભીર બન્યો છે. જેમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) દ્વારા વિદ્યાસભા કોલેજ કેમ્પસનો ઘેરાવ કરી ઉગ્ર દેખાવો કરવામાં આવ્યા હતા અને આબુ પ્રવાસ દરમિયાન બનેલી ઘટનાના સીસીટીવી પુરાવા પણ રજૂ કર્યાં છે. ABVP દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે, વિદ્યાસભા કોલેજની વિદ્યાર્થિનીઓ જ્યારે આબુના પ્રવાસે ગઈ હતી, ત્યારે ગિરીશ ભીમાણીએ ત્યાં પહોંચીને વિદ્યાર્થિનીઓ સાથે છેડતી અને અડપલા કર્યા હતા.
ગિરીશ ભીમાણીને તમામ પદો પરથી તાત્કાલિક દૂર કરવામાં આવ્યા
આ ઘટના બાદ 13મી જાન્યુઆરીના રોજ સંકુલ દ્વારા ગિરીશ ભીમાણીને તમામ પદો પરથી તાત્કાલિક દૂર કરવામાં આવ્યા છે. જ્યારે 14મી જાન્યુઆરીએ રાજકોટમાં NSUIના કાર્યકર્તાઓએ ગિરીશ ભીમાણીનું શાહીથી મોં કાળું કરીને પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. આજે અમરેલીમાં વિરોધ પ્રદર્શન દરમિયાન ABVPએ અનેક ગંભીર મુદ્દાઓ ઉઠાવ્યા હતા. 13મી જાન્યુઆરીના રોજ આબુ ખાતે થયેલી છેડતીનો વીડિયો પુરાવો ABVPએ જાહેર કર્યો છે, જે હાલ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. ABVPનો દાવો છે કે અમરેલી પોલીસે ફરિયાદ નોંધવાનો ઇનકાર કરી આબુ ખાતે ફરિયાદ કરવા જણાવ્યું હતું, જ્યારે ત્યાં પણ ફરિયાદ લેવાની ના પાડવામાં આવી હોવાનું સંગઠને જણાવ્યું છે.
આ પણ વાંચો: Surat: BJP નેતા અલ્પેશ કથીરીયાની મુશ્કેલી વધી, પોલીસ ફરિયાદ નોંધાઇ


