સોમનાથ સ્વાભિમાન પર્વ અને PM Modiના આગમનની જાણો કેવી છે તૈયારી
- Somnath: PM Modi સોમનાથમાં રોડ શો કરીને જાહેર સભાને સંબોધન કરશે
- ગીર સોમનાથ જિલ્લા પોલીસ વડા જયદીપસિંહ જાડેજાનું નિવેદન સામે આવ્યું
- BDS, NSG, SPG સહિતની સુરક્ષા એજન્સીઓ પણ પહોંચી છે
Somnath: સોમનાથ સ્વાભિમાન પર્વ અને PM Modiના પ્રવાસની તૈયારી તેજ થઇ છે. જેમાં ગીર સોમનાથ જિલ્લા પોલીસ વડા જયદીપસિંહ જાડેજાનું નિવેદન સામે આવ્યું છે. તેમાં જયદીપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે સુરક્ષા અને શ્રદ્ધાળુઓને અગવડ ન પડે તેવું આયોજન છે. સ્થાનિક પોલીસ સાથે SRPના જવાનો સુરક્ષામાં તૈનાત રહેશે. BDS, NSG, SPG સહિતની સુરક્ષા એજન્સીઓ પણ પહોંચી છે. એક હજાર વર્ષ પહેલા જેવો માહોલ હતો તેવો માહોલ બનાવવાનો છે. રોડ શોમાં પોલીસના 108 જેટલા અશ્વો પણ રહેશે.
PM Modi સોમનાથમાં રોડ શો કરીને જાહેર સભાને સંબોધન કરશે
સોમનાથ મહાદેવ પર મુસ્લિમ આક્રમણખોર મહંમદ ગઝનીએ કરેલા હુમલા અને લૂટફાટને 1000 વર્ષ પૂરા થયા છે. જ્યારે આ હુમલાથી ક્ષીણ થયેલા પ્રથમ જ્યોર્તિલીંગ સોમનાથ મંદિરના જીર્ણોદ્ધાર કરાયાને 75 વર્ષ પૂરા થતા હોવાથી, સોમનાથ સ્વાભિમાન પર્વ ઉજવવામાં આવી રહ્યો છે. કરોડો હિન્દુઓની આસ્થા સમાન સોમનાથ મંદિર આજે પણ વિધ્વંશ સામે આત્મ સન્માનને ગૌરવવંતુ રાખવામાં આવ્યું છે. આગામી 11 જાન્યુઆરીએ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, સોમનાથમાં રોડ શો કરીને જાહેર સભાને સંબોધન કરશે.
Somnath Swabhiman Parv : સોમનાથ મંદિરએ પ્રથમ જ્યોતિર્લિંગ અને અતૂટ આસ્થાનું પ્રતીક
સોમનાથના ઇતિહાસનું પ્રારંભિક અધ્યાય
અનેક આક્રમણો છતાં સોમનાથનું વારંવાર પુનર્નિર્માણ
1000 વર્ષની અડગ આસ્થાની ઉજવણી
1951માં સરદાર પટેલના પ્રયાસોથી સોમનાથનું પુનઃનિર્માણ
રાષ્ટ્રપતિ રાજેન્દ્ર… pic.twitter.com/xKKYM0nGDa— Gujarat First (@GujaratFirst) January 9, 2026
Somnath : 2500 ઋષિકુમારો દ્વારા મંત્રોચ્ચાર અને 72 કલાકનો અખંડ ઓમકાર જાપ
પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરના પ્રાંગણમાં 2500 ઋષિકુમારો દ્વારા મંત્રોચ્ચાર અને 72 કલાકનો અખંડ ઓમકાર જાપ કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 10 જાન્યુઆરીએ અહીં ઉપસ્થિત રહી પર્વમાં ભાગ લેશે. આ માટે રાજકોટથી 9 અને 10 જાન્યુઆરીના રોજ માટે વિશેષ ટ્રેન સેવા ચલાવવામાં આવી રહી છે, જેથી શ્રદ્ધાળુઓ સરળતાથી યાત્રા કરી શકે. વડાપ્રધાન 10 જાન્યુઆરીએ સાંજે સોમનાથ પહોંચશે અને 11 જાન્યુઆરીના રોજ દર્શન-અર્ચન પૂર્ણ કરીને સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરશે. આ ઉપરાંત તેઓ ભવ્ય રોડ-શો, શૌર્ય યાત્રા અને વિશાળ જનસભામાં જોડાઈ દેશવાસીઓને સાંસ્કૃતિક એકતાનો સંદેશ આપશે.
દરરોજ ચાર સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવી રહી છે
યાત્રિકોની સુવિધા માટે રાજકોટ ઉપરાંત અમદાવાદ, સુરત અને વડોદરાથી પણ દરરોજ ચાર સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવી રહી છે. યાત્રિકો માટે રહેવા, ખાવા-પીવાની વ્યવસ્થા, દર્શન માટે સગવડ સહિતની તમામ સુવિધાઓ સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા સુનિશ્ચિત કરવામાં આવી છે.
સોમનાથ મંદિરનો ઇતિહાસ અતૂટ આસ્થા અને સ્વાભિમાનની ગાથા
સોમનાથ મંદિરનો ઇતિહાસ અતૂટ આસ્થા અને સ્વાભિમાનની ગાથા છે. વર્ષ 1026માં ગઝનવીના હુમલા પછી અનેક વખત મંદિરનો વિનાશ થયો, પરંતુ દરેક વખતે તે પુનઃસ્થાપિત થયું. 1951માં મંદિરના જીર્ણોદ્ધારના 75 વર્ષ પણ આ વર્ષે પૂર્ણ થઈ રહ્યા છે. PM મોદીએ પોતાના બ્લોગમાં લખ્યું છે કે સોમનાથ વિધ્વંસની નહીં, પરંતુ સ્વાભિમાનની ગાથા છે. આ પર્વમાં અશ્વયાત્રા, ડ્રોન શો અને સાંસ્કૃતિક કાર્યક્રમો સહિત અનેક આકર્ષણો છે. આ ઉજવણી ભારતીય સંસ્કૃતિની અજેય ચેતનાનું પ્રતીક છે.
આ પણ વાંચો: Gujarat Cold: ગુજરાત શીત લહેર માટે રહેજો તૈયાર, જાણો કયા સુધી પડશે હાડ થીજવતી ઠંડી


