Amreli: સિવિલ હોસ્પિટલની કાર્યપદ્ધતિની નિષ્પક્ષ તપાસ કરવાની માંગ ઉઠી
- Amreli: મહિલાના શરીરમાં ઇન્જેક્શનની સોય રહી ગઈ હોવાનો આક્ષેપ
- હોસ્પિટલમાં તપાસ દરમિયાન સોય હોવાનું બહાર આવ્યાનો ખ્યાલ
- ધારી તાલુકાના ફતેગઢ ગામના પૂર્વ સરપંચ દ્વારા મામલો મીડિયા સમક્ષ રજૂ
Amreli સિવિલ હોસ્પિટલ (Civil Hospital) સામે તબીબી બેદરકારીના ગંભીર આક્ષેપ છે. જેમાં પ્રસૂતિ માટે દાખલ થયેલી મહિલાના શરીરમાં ઇન્જેક્શનની સોય રહી ગઈ હોવાનો દર્દીના પરિવારે આક્ષેપ કર્યા છે. તેમાં ચાર મહિના સુધી પીડા સહન કર્યા બાદ અન્ય હોસ્પિટલમાં તપાસ દરમિયાન સોય હોવાનું બહાર આવ્યાનો આક્ષેપ છે. ધારી તાલુકાના ફતેગઢ ગામના પૂર્વ સરપંચ દ્વારા મામલો મીડિયા સમક્ષ રજૂ કરાયો છે.
સિવિલ હોસ્પિટલ (Civil Hospital) ની કાર્યપદ્ધતિની નિષ્પક્ષ તપાસ કરવાની માંગ ઉઠી
પ્રસૂતિ દરમિયાન બોટલ ચડાવતી વખતે સોય તૂટી શરીરમાં રહી ગઈ હોવાની રજૂઆત છે. જેમાં સિવિલ હોસ્પિટલ (Civil Hospital) ના સ્ટાફે રજૂઆત છતાં યોગ્ય પ્રતિસાદ ન આપ્યાનો આરોપ છે. ધારી હોસ્પિટલમાં તપાસ બાદ ઓપરેશન કરીને સોય બહાર કાઢવામાં આવી હોવાનો આક્ષેપ છે. ઘટનાને લઈ સ્થાનિકોમાં રોષ, જવાબદાર સામે કાર્યવાહી કરવાની માંગ છે. સિવિલ હોસ્પિટલની કાર્યપદ્ધતિની નિષ્પક્ષ તપાસ કરવાની માંગ ઉઠી છે.
સૌરાષ્ટ્રની સૌથી મોટી રાજકોટની સિવિલ હોસ્પિટલ (Civil Hospital) વિવાદમાં આવી
અગાઉ સૌરાષ્ટ્રની સૌથી મોટી રાજકોટ (Rajkot) ની સિવિલ હોસ્પિટલ વિવાદમાં આવી હતી. શહેરના કોઠારિયા રોડ પર આવેલી શ્રદ્ધા સોસાયટીમાં રહેતા 73 વર્ષીય વૃદ્ધનું બીમારીના કારણે અવસાન થયા બાદ જરૂરી તબીબી પ્રક્રિયામાં થયેલા વિલંબને કારણે મૃતદેહ બે કલાક સુધી હોસ્પિટલમાં રઝળ્યો હતો. તબીબે મૃત્યુ બાદ રીટ્રોગેટ MLC (મેડિકો લીગલ કેસ) જાહેર કર્યો હતો, પરંતુ આ પછી પોલીસ ચોકીએ જઈને જરૂરી પ્રક્રિયા પૂર્ણ કરવા નહીં આવતા પરિવારજનોમાં આક્રોશ ફેલાયો હતો.
અન્ય ડોક્ટરને મોકલી MLC કરાવતા મામલો થાળે પાડ્યો
જો કે, બાદમાં આરએમઓએ અન્ય ડોક્ટરને મોકલી MLC કરાવતા મામલો થાળે પાડ્યો હતો. સમગ્ર મામલે (Rajkot) સિવિલનાં મીડિયા કો-ઓર્ડીનેટરે વાતચીતમાં મોડા આવેલા ડોક્ટર અન્ય ઇમરજન્સીમાં હોવાનો લુલો બચાવ કર્યો હતો. એટલું જ નહીં તેનું નામ પણ જાહેર કરવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો.
આ પણ વાંચો: Government Job Vacancy: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા મોટી ભરતી જાહેર


