Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

Somnath Swabhiman Parv: "3000 જેટલા ઋષિકુમારો દ્વારા 72 કલાક અખંડ ઓમકાર જાપ"

Somnath: કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણીએ સોમનાથમાં 'સ્વાભિમાન પર્વ'ને અતુટ આસ્થાના 1000 વર્ષનું પ્રતીક ગણાવ્યું. તેમણે જણાવ્યું કે 3000 ઋષિકુમારો દ્વારા 72 કલાક અખંડ ઓમકાર જાપ કરવામાં આવી રહ્યા છે. વડાપ્રધાનની એકતા અને અખંડિતતાની વિભાવનાને બળ આપતા આ પર્વમાં વડોદરા, સુરત અને રાજકોટથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે, જે ગૌરવશાળી ધરોહરનો મહોત્સવ છે.
somnath swabhiman parv   3000 જેટલા ઋષિકુમારો દ્વારા 72 કલાક અખંડ ઓમકાર જાપ
Advertisement
  • સ્વાભિમાન પર્વ પર કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણીનું નિવેદન
  • કરોડો લોકો વર્ષોથી સોમનાથ મહાદેવ દર્શન આવે છે: જીતુભાઈ વાઘાણી
  • સ્વાભિમાન પર્વ ઐતિહાસિક ધરોહર સાથે જોડાયેલ: જીતુભાઈ વાઘાણી

Somnath Swabhiman Parv: ગુજરાતના કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી (Jitubhai Vaghani) એ આજે એક વિશેષ પત્રકાર પરિષદને સંબોધતા 'સ્વાભિમાન પર્વ'ની ભવ્યતા અને તેના ઐતિહાસિક મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, સોમનાથ મહાદેવનું આ પર્વ માત્ર એક ઉત્સવ નથી, પરંતુ ભારતની અતુટ આસ્થાના 1000 ની ગાથા અને આપણી ઐતિહાસિક ધરોહરનું પ્રતીક છે. કરોડો શ્રદ્ધાળુઓ વર્ષોથી શ્રદ્ધા સાથે સોમનાથ મહાદેવના દર્શને આવે છે, પરંતુ આ વર્ષે સ્વાભિમાન પર્વ દ્વારા એક નવો ઇતિહાસ રચાઈ રહ્યો છે.

વડાપ્રધાન અંગે શું કહ્યું?

જીતુભાઈ વાઘાણીએ પત્રકારો સાથે વાત કરતા જણાવ્યું કે, "સ્વાભિમાન પર્વ એટલે આપણી સંસ્કૃતિ અને આસ્થાના વિજયનો ઉત્સવ. 1000 વર્ષોથી અકબંધ રહેલી આપણી શ્રદ્ધા આજે ફરી એકવાર વિશ્વ સમક્ષ ગૌરવભેર પ્રગટ થઈ રહી છે." તેમણે વધુમાં ઉમેર્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આજે દેશને જે એકતા અને અખંડિતતાના માર્ગે લઈ જઈ રહ્યા છે, આ પર્વ તે જ વિચારધારાને મજબૂત બનાવે છે. એકતા અને અખંડિતતાનો જે મંત્ર વડાપ્રધાને આપ્યો છે, તે આજે સોમનાથની પવિત્ર ભૂમિ પર સાકાર થતો જોવા મળી રહ્યો છે.

Advertisement

Somnath માં 'ઓમકાર' ના કરાઈ રહ્યા છે જાપ

આ પર્વનું મુખ્ય આકર્ષણ વર્ણવતા જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું કે, 3000 જેટલા ઋષિકુમારો દ્વારા સતત 72 કલાક સુધી અખંડ 'ઓમકાર' (ૐ) ના જાપ કરવામાં આવી રહ્યા છે. આ દિવ્ય મંત્રોચ્ચારથી વાતાવરણ ભક્તિમય અને સકારાત્મક ઉર્જાથી ભરાઈ ગયું છે. આ આયોજનમાં ભાગ લેવા માટે વડોદરા, સુરત અને રાજકોટ જેવા મહાનગરો સહિત રાજ્યભરમાંથી લોકો ઉમટી રહ્યા છે. માત્ર ઋષિકુમારો જ નહીં, પરંતુ દર્શને આવતા સામાન્ય નાગરિકો પણ આ જાપમાં જોડાઈને પોતાની આસ્થા વ્યક્ત કરી રહ્યા છે.

Advertisement

અંતમાં મંત્રી જીતુભાઈ વાઘાણીએ કહ્યું કે લોખંડી સરદાર વલ્લભાઈ પટેલ હતા, એકતા માટે આગળ આવ્યા હતા તેવા જ નરેન્દ્રભાઈ આજે એકતા અખંડિતાને લઈને આવ્યા છે.

આ પણ વાંચોઃ Somnath Swabhiman Parv: "અઢારેય વરણના બલિદાનથી સચવાયેલું છે આપણું સોમનાથ"