Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

Somnath Swabhiman Parv : સોમનાથ મહાદેવના દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા, જાણો અપડેટ

Somnath Swabhiman Parv : સોમનાથમાં યોજાઈ રહેલા સ્વાભિમાન પર્વમાં ભક્તોમાં ભારે ઉત્સાહ છે. જેમાં કરોડો લોકો વર્ષોથી સોમનાથ મહાદેવ દર્શન આવે છે. સ્વાભિમાન પર્વ ઐતિહાસિક ધરોહર સાથે જોડાયેલ છે. સ્વાભિમાન પર્વ એટલે અતૂટ આસ્થાનાં 1000 વર્ષ. 3000 જેટલા ઋષિકુમારો દ્વારા 72 કલાક અખંડ ઓમકાર જાપ કરાયો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આજે એકતા અખંડિતાને લઈને આવી રહ્યાં છે.
somnath swabhiman parv   સોમનાથ મહાદેવના દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા  જાણો અપડેટ
Advertisement
  • Somnath Swabhiman Parv : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી 3 દિવસ ગુજરાત પ્રવાસે છે
  • PM Modi આજે કેશોદ એરપોર્ટ અને ત્યાંથી સોમનાથ પહોંચશે
  • મહાદેવના દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા

Somnath Swabhiman Parv : સોમનાથમાં યોજાઈ રહેલા સ્વાભિમાન પર્વમાં ભક્તોમાં ભારે ઉત્સાહ છે. જેમાં કરોડો લોકો વર્ષોથી સોમનાથ મહાદેવ દર્શન આવે છે. સ્વાભિમાન પર્વ ઐતિહાસિક ધરોહર સાથે જોડાયેલ છે. સ્વાભિમાન પર્વ એટલે અતૂટ આસ્થાનાં 1000 વર્ષ. 3000 જેટલા ઋષિકુમારો દ્વારા 72 કલાક અખંડ ઓમકાર જાપ કરાયો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આજે એકતા અખંડિતાને લઈને આવી રહ્યાં છે.

સોમનાથમાં PM Modi ના સ્વાગત માટે આહીર સમાજ દ્વારા ઐતિહાસિક મહારાસની ભવ્ય તૈયારી

સોમનાથમાં PM Modi ના સ્વાગત માટે આહીર સમાજ દ્વારા ઐતિહાસિક મહારાસની ભવ્ય તૈયારી થઇ છે. જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આગમનને લઈને સોમનાથ ખાતે આહીર સમાજ દ્વારા ઐતિહાસિક મહારાસનું ભવ્ય આયોજન કરવામાં આવી રહ્યું છે. સોમનાથ મંદિર પરિસરમાં આહીર સમાજની બહેનો દ્વારા મહારાસની રિહર્સલ ચાલી રહી છે, જેમાં સમાજની નાની દીકરીઓથી લઈને વયોવૃદ્ધ બહેનો સુધી સૌમાં અનોખો ઉત્સાહ અને આનંદ જોવા મળી રહ્યો છે.

Advertisement

Advertisement

Somnath Swabhiman Parv : સમાજની સંસ્કૃતિ, પરંપરા અને સ્વાભિમાનનું પ્રતિક

આ મહારાસ માત્ર નૃત્ય કાર્યક્રમ નહીં પરંતુ આહીર સમાજની સંસ્કૃતિ, પરંપરા અને સ્વાભિમાનનું પ્રતિક બની રહેશે. આહીર સમાજ દ્વારા યોજાતો આ ઐતિહાસિક મહારાસ માત્ર સોમનાથ માટે નહીં પરંતુ સમગ્ર ગુજરાત માટે ગૌરવનો વિષય બનશે અને લોકસંસ્કૃતિને નવી ઓળખ આપશે.

Somnath Swabhiman Parv : સોમનાથમાં સ્વાભિમાન પર્વની ઉજવણી પર પરસોતમભાઈ રૂપાલાનું નિવેદન

સોમનાથમાં સ્વાભિમાન પર્વની ઉજવણી થઇ રહી છે. જેમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી પરસોતમભાઈ રૂપાલાનું નિવેદન સામે આવ્યું છે. તેમાં પરસોતમભાઇ રૂપાલાએ જણાવ્યું છે કે ભગવાન સોમનાથનું મંદિરે આપણા રાષ્ટ્ર માટે પ્રથમ જ્યોતિર્લિંગ છે. ભારતીય સંસ્કૃતિનું પ્રતીક છે. કરોડો લોકોની અસ્થાનું પ્રતીક છે. સોમનાથ મંદિર પર 1000 વર્ષ પહેલાં આક્રમણ કરી ધ્વસ્ત કરનો પ્રયાસ કર્યો હતો. પરંતુ શ્રદ્ધા ન તૂટી...સોમનાથ મંદિર પર આજે પણ સનાતન ધર્મનો ધ્વજ લહેરાઈ રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોમનાથ આવી રહ્યા છે.

PM Modi સોમનાથ મહાદેવ મંદિરમાં સાંજે ડ્રોન શો નિહાળશે

સોમનાથ મંદિરમાં સ્વાભિમાન પર્વની ઉજવણી પર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આજે સોમનાથ પહોંચશે. મહાદેવ મંદિર ફૂલોથી ભવ્ય રીતે શણગારવામાં આવ્યું છે. સોમનાથ મહાદેવ મંદિરમાં સાંજે ડ્રોન શો નિહાળશે. સોમનાથ મંદિરમાં સ્વાભિમાન પર્વની ઉજવણીમાં
મહાદેવ મંદિરના પ્રાંગણમાં ધૂમ મંડળી ધૂન યથાવત્ છે. મહિલાઓ દ્વારા ગુજરાતી ગરબા ગીતો ગાતા જોવા મળ્યા છે. મહિલાઓ મંદિર પ્રાંગણમાં ગરબા રમતી જોવા મળી છે.

સ્વાભિમાન પર્વમાં ધ્વજા ચઢાવવાનો લહાવો અલગ જ

પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી છે. સોમનાથ મહાદેવના દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે. હર હર મહાદેવના નાદ સાથે મહિલાઓ આવી રહી છે. કેટલાક શ્રદ્ધાળુઓ ધ્વજા લઈને આવી રહ્યા છે. તથા મહિલાઓ ઓમ નમઃ શિવાયના નાદ સાથે આવી રહી છે. તેમજ સ્વાભિમાન પર્વમાં ધ્વજા ચઢાવવાનો લહાવો અલગ જ છે.

આ પણ વાંચો: LIVE: PM Modi Gujarat Visit: સનાતન ક્યારેય ઝુકી નહીં શકે, સોમનાથ અમર હતું, અમર છે અને અમર રહેશે

Tags :
Advertisement

.

×