Somnath Swabhiman Parv: સોમનાથ ખાતે PM Modiનો જાણો મિનિટ ટુ મિનિટનો કાર્યક્રમ
- Somnath Swabhiman Parv: PM Modi ભગવાન સોમનાથનાં દર્શન કરીને પર્વમાં સહભાગી થશે
- 10 જાન્યુઆરી સાંજે 8 વાગ્યે સોમનાથ પહોંચશે
- 11 જાન્યુઆરીએ સવારે 9.45 કલાકે શૌર્ય યાત્રા
Somnath Swabhiman Parv: આજથી અનેક વર્ષો પહેલાં ઈ.સ. 1026 માં મહમૂદ ગઝનવીએ સોમનાથ મંદિર પર આક્રમણ કર્યું હતું, જેને આજે 1000 વર્ષ પૂર્ણ થઈ રહ્યાં છે. આ સાથે જ લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલે સોમનાથ મંદિરનાં જીર્ણોદ્ધારનો જે સંકલ્પ લીધો હતો, તેના પણ 75 વર્ષ પૂર્ણ થઈ રહ્યાં છે. આ ‘ડબલ સંયોગ’નાં અવસરે સમગ્ર દેશ સોમનાથના (Somnath Temple) શૌર્ય અને સંઘર્ષના ઇતિહાસને યાદ રાખી શકે તે માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ “સોમનાથ સ્વાભિમાન પર્વ” નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
PM Modi ભગવાન સોમનાથનાં દર્શન કરીને પર્વમાં સહભાગી થશે
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી (PM Narendrabhai Modi) આગામી તા. 10 મી જાન્યુઆરીએ સાંજે 5:30 કલાકે સોમનાથ પધારશે. વડાપ્રધાન 11 જાન્યુઆરીનાં રોજ ભગવાન સોમનાથનાં દર્શન-અર્ચન કરીને આ પર્વમાં સહભાગી થશે. દર્શન-અર્ચન બાદ વડાપ્રધાન મોદી સોમનાથ મંદિરની બહાર સ્થિત સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરશે. ઉપરાંત, તેઓ એક ભવ્ય રોડ-શો અને શૌર્ય યાત્રામાં જોડાશે તથા એક વિશાળ જનસભાને સંબોધન કરી દેશવાસીઓને સાંસ્કૃતિક એકતાનો સંદેશ આપશે.
Somnath Swabhiman Parv : સોમનાથ મંદિરએ પ્રથમ જ્યોતિર્લિંગ અને અતૂટ આસ્થાનું પ્રતીક
સોમનાથના ઇતિહાસનું પ્રારંભિક અધ્યાય
અનેક આક્રમણો છતાં સોમનાથનું વારંવાર પુનર્નિર્માણ
1000 વર્ષની અડગ આસ્થાની ઉજવણી
1951માં સરદાર પટેલના પ્રયાસોથી સોમનાથનું પુનઃનિર્માણ
રાષ્ટ્રપતિ રાજેન્દ્ર… pic.twitter.com/xKKYM0nGDa— Gujarat First (@GujaratFirst) January 9, 2026
Somnath Swabhiman Parv: અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન-શો યોજાશે
આ પર્વના મુખ્ય આકર્ષણોમાં સોમનાથ સ્વાભિમાન પર્વ દરમિયાન આકાશમાં 3000 ડ્રોન દ્વારા સોમનાથનાં ઇતિહાસ અને ભવ્યતાને દર્શાવતો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન-શો યોજાશે. તદુપરાંત, સોમનાથ મંદિર પર થયેલાં આક્રમણો દરમિયાન મંદિરની રક્ષા માટે પ્રાણ ન્યોછાવર કરનારા શૂરવીરોને સમર્પિત એક શૌર્ય યાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 108 અશ્વો સાથેની ભવ્ય શૌર્ય યાત્રા ‘શંખ સર્કલ’થી શરૂ થઈ ‘હમીરજી ગોહિલ સર્કલ’ સુધી નીકળશે.
વિસ્તારમાં પ્રવાસન અને આર્થિક વિકાસને વેગ મળ્યો
સોમનાથ મંદિરનાં (Somnath Temple) પ્રાંગણમાં 2500 ઋષિકુમારો દ્વારા મંત્રોચ્ચાર અને 72 કલાકનો અખંડ ઓમકાર જાપ કરવામાં આવશે. સાથે જ 1000 કલાકારો દ્વારા મંદિરની અંદર અને બહાર શંખનાદ કરી વાતાવરણને શિવમય બનાવવામાં આવશે. આ પર્વને વધુ ભવ્ય બનાવવા માટે શિવ ભક્તિ, ભજન અને લોક ડાયરા માટે સમગ્ર વિસ્તારમાં 20 જેટલા ભવ્ય સ્ટેજ તૈયાર કરીને સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. વડાપ્રધાન મોદીના માર્ગદર્શનમાં હવે ‘સોમનાથ કોરિડોર’ને પણ સ્વીકૃતિ મળી છે, જેના કારણે આ વિસ્તારમાં પ્રવાસન અને આર્થિક વિકાસને વેગ મળ્યો છે.
10 જાન્યુઆરી સાંજે 8 વાગ્યે સોમનાથ પહોંચશે
10 જાન્યુઆરી સાંજે 8 વાગ્યે સોમનાથ પહોંચશે. ઓમકાર મંત્ર જાપ, ડ્રોન શો નિહાળશે. 11 જાન્યુઆરીએ સવારે 9.45 કલાકે શૌર્ય યાત્રા, 11 જાન્યુઆરીએ સવારે 10.15 કલાકે દર્શન-પૂજા તથા 11 જાન્યુઆરીએ સવારે 11 વાગ્યે સ્વાભિમાન પર્વ તથા 11 જાન્યુઆરી બપોરે 1.30 કલાકે રાજકોટ પહોંચશે. વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સનું ઉદ્ધાટન કરશે. 11 જાન્યુઆરી સાંજે 5.15 કલાકે અમદાવાદ પહોંચશે. મહાત્મા મંદિર મેટ્રો સ્ટેશન ફેઝ-2 ઉદ્ધાટન કરશે. 12 જાન્યુઆરી સવારે 9.30 કલાકે જર્મન ચાન્સેલરને મળશે. વડાપ્રધાન સાબરમતી આશ્રમની મુલાકાત લેશે. 12 જાન્યુઆરી સવારે 10 વાગ્યે કાઈટ ફેસ્ટિવલ રિવરફ્રન્ટની મુલાકાત લેશે તથા 12 જાન્યુઆરીએ સવારે 11.15 કલાકે દ્વિપક્ષીય બેઠકમાં સહભાગી થશે. તેમાં મહાત્મા મંદિર ખાતે ભારત-જર્મની દ્વિપક્ષીય બેઠક છે.
આ પણ વાંચો: Surat: પુણા વિસ્તારમાંથી ઝડપાયેલી ડ્રગ્સ લેબ મામલે SOGની તપાસમાં થયા ખુલાસા


