Somnath Swabhiman Parv: PM Modiએ સોમનાથ યાત્રાના ફોટો શેર કર્યો
- Somnath Swabhiman Parv: PM Modiએ જણાવ્યું છે કે ભારત માતાના સપૂતોનું સ્મરણ કરવાનો પર્વ
- 2001માં યોજાયેલા કાર્યક્રમની ઝલક પણ PM Modiએ શેર કરી છે
- આજથી 11 જાન્યુઆરી દરમિયાન ભવ્ય ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’ની ઉજવણી
Somnath Swabhiman Parv: આજથી સોમનાથ સ્વાભિમાન પર્વનો શુભારંભ થયો છે. જેમાં વડાપ્રધાન મોદીએ સોમનાથ યાત્રાના ફોટો શેર કર્યો છે. તેમજ વડાપ્રધાને જણાવ્યું છે કે ભારત માતાના સપૂતોનું સ્મરણ કરવાનો પર્વ છે. સોમનાથ મંદિરે અનેક આક્રમણ ઝીલ્યા હતા. આક્રાંતા શાશ્વત આસ્થાને ડગાવી શક્યા નહીં. આ અવસર રાષ્ટ્રની એકતા માટે પ્રેરણા આપે છે. જેમાં 2001માં યોજાયેલા કાર્યક્રમની ઝલક પણ શેર કરી છે.
આજથી 11 જાન્યુઆરી દરમિયાન ભવ્ય ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’ની ઉજવણી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના (PM Narendrabhai Modi) વિઝનરી નેતૃત્વ હેઠળ સમગ્ર દેશની આસ્થાના કેન્દ્ર તથા પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથ ખાતે આજથી 11 જાન્યુઆરી દરમિયાન ભવ્ય ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’ની (Somnath Swabhiman Parv) ઉજવણી કરવામાં આવી રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના (CM Bhupendrabhai Patel) નેતૃત્વ અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના (DyCM Harshabhai Sanghvi) માર્ગદર્શન હેઠળ રાજ્ય મંત્રીમંડળનાં સભ્યો સહિત સમગ્ર વહીવટી તંત્ર આ પર્વને સફળ બનાવવા માટે કાર્યરત છે. આ પર્વ એ માત્ર ધાર્મિક મહોત્સવ નહીં, પરંતુ ભારતીય સંસ્કૃતિનાં અતૂટ વિશ્વાસ અને આત્મગૌરવનું પ્રતીક પૂરવાર થશે.
जय सोमनाथ !
सोमनाथ स्वाभिमान पर्व का आज से शुभारंभ हो रहा है। एक हजार वर्ष पूर्व, जनवरी 1026 में सोमनाथ मंदिर ने अपने इतिहास का पहला आक्रमण झेला था। साल 1026 का आक्रमण और उसके बाद हुए अनेक हमले भी हमारी शाश्वत आस्था को डिगा नहीं सके। बल्कि इनसे भारत की सांस्कृतिक एकता की भावना… pic.twitter.com/dDXCPf1TMM
— Narendra Modi (@narendramodi) January 8, 2026
Somnath Swabhiman Parv: અનેક વર્ષો પહેલાં ઈ.સ. 1026 માં મહમૂદ ગઝનવીએ સોમનાથ મંદિર પર આક્રમણ કર્યું
અનેક વર્ષો પહેલાં ઈ.સ. 1026 માં મહમૂદ ગઝનવીએ સોમનાથ મંદિર પર આક્રમણ કર્યું હતું, જેને 1000 વર્ષ પૂર્ણ થઈ રહ્યાં છે. આ સાથે જ લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલે સોમનાથ મંદિરનાં જીર્ણોદ્ધારનો જે સંકલ્પ લીધો હતો, તેના પણ 75 વર્ષ પૂર્ણ થઈ રહ્યાં છે. આ ‘ડબલ સંયોગ’નાં અવસરે સમગ્ર દેશ સોમનાથના (Somnath Temple) શૌર્ય અને સંઘર્ષના ઇતિહાસને યાદ રાખી શકે તે માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ “સોમનાથ સ્વાભિમાન પર્વ” નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી (PM Narendrabhai Modi) આગામી તા. 10 મી જાન્યુઆરીએ સાંજે 5:30 કલાકે સોમનાથ પધારશે.
વડાપ્રધાન 11 જાન્યુઆરીનાં રોજ ભગવાન સોમનાથનાં દર્શન-અર્ચન કરીને આ પર્વમાં સહભાગી થશે
વડાપ્રધાન 11 જાન્યુઆરીનાં રોજ ભગવાન સોમનાથનાં દર્શન-અર્ચન કરીને આ પર્વમાં સહભાગી થશે. દર્શન-અર્ચન બાદ વડાપ્રધાન મોદી સોમનાથ મંદિરની બહાર સ્થિત સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરશે. ઉપરાંત, તેઓ એક ભવ્ય રોડ-શો અને શૌર્ય યાત્રામાં જોડાશે તથા એક વિશાળ જનસભાને સંબોધન કરી દેશવાસીઓને સાંસ્કૃતિક એકતાનો સંદેશ આપશે, તેમ મંત્રી જીતુભાઈ વાઘાણીએ ઉમેર્યું હતું.
આ પણ વાંચો: Harsh Sanghvi Birthday: નાયબ મુખ્યમંત્રી હર્ષભાઇ સંઘવીએ ગૌ પૂજન કરી જન્મ દિવસની શરૂઆત કરી


