Junagadh: બંગલા ગેંગના ખૂંખાર આરોપીઓ ઝડપાયા
- Junagadh: સરગવાડા ગામેથી હથિયાર સાથે પાંચ આરોપીઓ પકડાયા
- પોલીસ પર ફાયરિંગના ઈરાદે રાખેલા હથિયારો જપ્ત કરાયા
- જયપાલ ખોડા બઢ તેમજ ભરત ખોડા બઢ ફરાર થઈ ગયા
Junagadh: જુનાગઢમાં બંગલા ગેંગના ત્રણ ખૂંખાર શખ્સો ઝડપાયા છે. જેમાં સરગવાડા ગામેથી હથિયાર સાથે પાંચ આરોપીઓ પકડાયા હતા. પોલીસ પર ફાયરિંગના ઈરાદે રાખેલા હથિયારો જપ્ત કરાયા છે. ગુજસીટોકના ગુનેગાર ભાવિન બડના સાથીઓ જેલભેગા થયા છે. ખૂંખાર બંગલા ગેંગના 3 આરોપીઓ ઝડપાયા અને 3 હજુ ફરાર છે. પોલીસ પર હુમલો કરવા બંદૂક-કારતૂસ રાખ્યા હતા. જેમાં બંગલા ગેંગના પરિવાર પર પોલીસની હવે ચાંપતી નજર છે. હથિયાર કોણે આપ્યા તે મુદ્દે પોલીસની સઘન તપાસ છે.
જયપાલ ખોડા બઢ તેમજ ભરત ખોડા બઢ ફરાર થઈ ગયા
જુનાગઢના સરગવાડા ગામે ગુજસીટોકના આરોપીઓને પકડવા જતા સ્થળ પરથી ત્રણ આરોપીઓ પકડાઈ ગયા અન્ય બે આરોપીઓ ફરાર થઈ ગયા હતા. ત્યાર બાદ તાલુકા પોલીસે આરોપીઓ જે ઘરમા છુપાયા હતા ત્યા તલાશી લેતા બે દેશી તમંચા, એક દેશી પિસ્તોલ તેમજ હાથ બનાવટની બે બંધુક તેમજ 96 જીવતા કાર્ટીસ મળી આવ્યા હતા અને આ હથિયાર સ્વ બચાવમાં પોલીસ સામે ઉપયોગમા લેવાની કેફીયત પકડાયેલ આરોપીઓએ આપતા પોલીસે હથીયાર કબજે કરી તપાસ હાથ ધરી છે.
મકાનમાં છુપાયા હોવાની માહિતી મળતા પોલીસે રેડ કરી
કુખ્યાત બંગલા ગેંગના ગુજસીટોકના સાત આરોપીઓ પૈકી બે આરોપીઓ જયપાલ ખોડા બઢ તેમજ ભરત ખોડા બઢ સરગવાડા ગામે કમલેશ ભારાઈના મકાનમાં છુપાયા હોવાની માહિતી મળતા તાલુકા પોલીસે રેડ કરતા જયપાલ ખોડા બઢ તેમજ ભરત ખોડા બઢ ફરાર થઈ ગયા હતા.
Junagadh: 96 જીવતા કાર્ટીસ તેમજ ચાર છરીઓ મળી આવી
ઉલ્લેખનીય છે કે સ્થળ પરથી કમલેશ લખમણ ભારાઈ, વિશાલ કાના ભારાઈ તેમજ જયેશ ઉર્ફે એભો મેરૂ ચાવડા ઝડપાઈ ગયા હતા. તથા પોલીસે ઘરની તલાશી લેતા હથિયારોનો જથ્થો, 96 જીવતા કાર્ટીસ તેમજ ચાર છરીઓ મળી આવી હતી અને આ હથિયારો ગુજસીટોકના આરોપી ભરત ખોડા બઢ તેમજ લખન સાંગા હુણએ મંગાવીને પોલીસની સામે ઉપયોગમાં લેવાની આરોપીઓએ પોલીસને તમામ માહિતી આપી દીધી હતી.
પોલીસે હાલ ગુજસીટોકના આરોપીઓને આશરો આપનાર ત્રણની ધરપકડ કરી
પોલીસે હાલ ગુજસીટોકના આરોપીઓને આશરો આપનાર ત્રણની ધરપકડ કરી છે. અન્ય ચાર આરોપીઓ જયપાલ ખોડા બઢ, ભરત ખોડા બઢ, ભાવેશ ઉર્ફે ભાવીન ખોડા બઢ, જાદવ ઉર્ફે લાખા સાંગા હુણને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. તમામ ગુજસીટોકના આરોપીઓ વિરૂદ્ધ અનેક પ્રકારના 15 થી વધુ ગુન્હાઓ નોંધાયા છે. ગુજસીટોકના આરોપીઓને પકડવા જતા હથિયારનો મસ મોટો જથ્થો મળી આવ્યો હતો અને આ હથિયાર પોલીસ સામે ઉપયોગમાં લેવાની આરોપીઓએ કેફીયત આપતા પોલીસ પણ સતર્ક બની ગઈ છે.
આ પણ વાંચો: Gujarat Makar Sankranti 2026: રાજ્યમાં ઉત્તરાયણે પતંગની દોરીથી 5 જિંદગી કપાઇ


