Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

Gujarat: અમરેલીમાં બિલ્ડરનાં પુત્ર રવિ પાનસુરીયાનાં ગુમ થવા મામલે ટ્વિસ્ટ!

Gujarat: અમરેલીમાં બિલ્ડરનાં પુત્ર રવિ પાનસુરીયાનાં ગુમ થવા મામલે ટ્વિસ્ટ! આક્ષેપિત દિક્ષિત પટેલે મીડિયા સમક્ષ આવી મોટો ખુલાસો કર્યો છે. જેમાં જણાવ્યું છે કે મને ફસાવવા માટે રવિએ અંતિમ ચિઠ્ઠીમાં મારું નામ લખ્યું છે. રવિ અને તેના પિતા સહિતની ટોળકીએ મારી સાથે કરોડોની છેતરપિંડી કરી છે. તેમની સાઇટમાં મેં કરેલ રોકાણ વાળી મિલ્કત સુરેશ અને રવિએ ખોટી સહીઓ કરી વેચી દીધી છે.
gujarat  અમરેલીમાં બિલ્ડરનાં પુત્ર રવિ પાનસુરીયાનાં ગુમ થવા મામલે ટ્વિસ્ટ
Advertisement
  • Gujarat: આક્ષેપિત દિક્ષિત પટેલે મીડિયા સમક્ષ આવી મોટો ખુલાસો કર્યો
  • જેમાં જણાવ્યું છે કે મને ફસાવવા માટે રવિએ અંતિમ ચિઠ્ઠીમાં મારું નામ લખ્યું
  • રવિ અને તેના પિતા સહિતની ટોળકીએ મારી સાથે કરોડોની છેતરપિંડી કરી

Gujarat: અમરેલીમાં બિલ્ડરનાં પુત્ર રવિ પાનસુરીયાનાં ગુમ થવા મામલે ટ્વિસ્ટ! આક્ષેપિત દિક્ષિત પટેલે મીડિયા સમક્ષ આવી મોટો ખુલાસો કર્યો છે. જેમાં જણાવ્યું છે કે મને ફસાવવા માટે રવિએ અંતિમ ચિઠ્ઠીમાં મારું નામ લખ્યું છે. રવિ અને તેના પિતા સહિતની ટોળકીએ મારી સાથે કરોડોની છેતરપિંડી કરી છે. તેમની સાઇટમાં મેં કરેલ રોકાણ વાળી મિલ્કત સુરેશ અને રવિએ ખોટી સહીઓ કરી વેચી દીધી છે.

સિદ્ધાર્થ પેરેડાઇઝ અને સિદ્ધેશ્વર પેરેડાઇઝ મેં 6.83 કરોડનું રોકાણ કર્યું

મેં સુરેશ અને રવિ પાનસુરીયાની વડોદરાની સાઇટમાં રોકાણ કર્યું હતું. સિદ્ધાર્થ પેરેડાઇઝ અને સિદ્ધેશ્વર પેરેડાઇઝ મેં 6.83 કરોડનું રોકાણ કર્યું હતું. મેં રવિ અને તેના પિતા સુરેશ પાનસુરીયા વિરુદ્ધ હરણી પોલીસ મથકમાં અરજી કરી હતી. જેની ચાર મહિનાથી ચાલતી પોલીસ તપાસ હવે પૂર્ણતાનાં આરે હતી. જેથી FIR થવાનાં ડરથી રવિ પાનસુરીયા ગુમ થયો છે.

Advertisement

Gujarat: મારે રવિ પાસેથી રૂપિયા લેવાનાં નીકળતા હતા

મારે રવિ પાસેથી રૂપિયા લેવાનાં નીકળતા હતા પણ તેઓ આપતાં ન હતા. તથા મને ફસાવવા માટે રવિ પાનસુરીયા મારું નામ લખીને ગુમ થયા છે. મેં કોઈ વ્યાજ નથી લીધું કે વ્યાજ માટે કોઈ ધમકી નથી આપી. દિક્ષિત પટેલ ગોધરાનાં બહુચર્ચિત NEET કાંડમાં આરોપી છે. તથા NEET કાંડમાં હાલ દિક્ષિત પટેલ જામીન પર મુક્ત છે.

Advertisement

આ પણ વાંચો: Junagadh: અખિલ ગુજરાત ગિરનાર આરોહણ સ્પર્ધા શરૂ, 1115 સ્પર્ધકોએ દોટ લગાવી

Tags :
Advertisement

.

×