15
સતત બીજા વર્ષે ૭૬ માં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ચમકનાર ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી એકમાત્ર પ્રતિનિધી કચ્છી ગુજરાતણ અભિનેત્રી કોમલ ઠક્કરના હાલમાં ચારેકોર વખાણ થઈ રહ્યા છે.જેણે તેના ટ્રેલબ્લેઝિંગ સ્ટેટસને મજબૂત બનાવ્યું હતું. તેણે આભાર વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, આ નોંધપાત્ર મંચ પર મારા દેશ, ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ અને વૈશ્વિક ફિલ્મ સમુદાયનું પ્રતિનિધિત્વ કરવા બદલ હું ગૌરવ અનુભવું છું.