ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

AFGHANISTAN Squad: T20 વર્લ્ડ કપ માટે અફઘાનિસ્તાન ટીમની જાહેરાત, આ સ્ટાર ખેલાડી બહાર

Afghanistan Squad:અફઘાનિસ્તાને T20 વર્લ્ડ કપ માટે ટીમની જાહેરાત કરી દીધી છે. અફઘાનિસ્તાનની ટીમ (Afghanistan Squad)માં છેલ્લા T20 વર્લ્ડ કપની સરખામણીમાં ઘણા નવા નામ સામેલ છે. નવા ખેલાડીઓમાં મોહમ્મદ ઈશાક, કરીમ જનાત અને નૂર અહેમદ જેવા ખેલાડીઓ છે. ટીમની કપ્તાની રાશિદ...
09:34 AM May 01, 2024 IST | Hiren Dave
Afghanistan Squad:અફઘાનિસ્તાને T20 વર્લ્ડ કપ માટે ટીમની જાહેરાત કરી દીધી છે. અફઘાનિસ્તાનની ટીમ (Afghanistan Squad)માં છેલ્લા T20 વર્લ્ડ કપની સરખામણીમાં ઘણા નવા નામ સામેલ છે. નવા ખેલાડીઓમાં મોહમ્મદ ઈશાક, કરીમ જનાત અને નૂર અહેમદ જેવા ખેલાડીઓ છે. ટીમની કપ્તાની રાશિદ...
AFGHANISTAN squad

Afghanistan Squad:અફઘાનિસ્તાને T20 વર્લ્ડ કપ માટે ટીમની જાહેરાત કરી દીધી છે. અફઘાનિસ્તાનની ટીમ (Afghanistan Squad)માં છેલ્લા T20 વર્લ્ડ કપની સરખામણીમાં ઘણા નવા નામ સામેલ છે. નવા ખેલાડીઓમાં મોહમ્મદ ઈશાક, કરીમ જનાત અને નૂર અહેમદ જેવા ખેલાડીઓ છે. ટીમની કપ્તાની રાશિદ ખાન કરશે. વિકેટકીપર બેટ્સમેન મોહમ્મદ ઇશાક 2020 અને 2022 ICC U19 વર્લ્ડ કપમાં અફઘાનિસ્તાનની ટીમનો ભાગ રહ્યો છે.

 

આ સ્ટાર ખેલાડી ટીમમાં  સ્થાન ન મળ્યું

ખાસ વાત એ છે કે ગયા વર્ષે ODI વર્લ્ડ કપ 2023માં કેપ્ટનશીપ કરનાર સ્ટાર ખેલાડી હશમતુલ્લાહ શાહિદીને ટીમમાં જગ્યા મળી નથી. શાહિદીએ છેલ્લે 2022માં T20I મેચ રમી હતી. ત્યારથી તે એક પણ મેચ રમ્યો નથી. ઓપનર હઝરતુલ્લા ઝાઝાઈને પણ મુખ્ય ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે. તેને સિદીકુલ્લા અટલ અને મોહમ્મદ સલીમ સાથે ત્રણ રિઝર્વ ખેલાડીઓમાં રાખવામાં આવ્યો છે.

 

આયર્લેન્ડ સામે ડેબ્યૂ કરનાર ખેલાડીને તક મળી

આ ટીમમાં યુવા ખેલાડી નંગ્યાલ ખરોટીને પણ જગ્યા આપવામાં આવ્યુ છે. નાંગ્યાલે આ વર્ષે માર્ચમાં આયર્લેન્ડ સામે ડેબ્યૂ કર્યું હતું. આ ખેલાડીએ અત્યાર સુધી સારું પ્રદર્શન કર્યું છે. આયર્લેન્ડ સામે, 20 વર્ષીય ખેલાડીએ ત્રણ મેચમાં માત્ર 5.90ની ઇકોનોમીથી રન આપ્યા અને 5 વિકેટ લીધી. નવીન-ઉલ-હક, ફરીદ અહેમદ અને ફઝલહક ફારૂકીએ પણ અફઘાનિસ્તાનની ટીમમાં જગ્યા બનાવી છે.

આઠ ખેલાડીઓ આઈપીએલ રમી રહ્યા છે

અફઘાનિસ્તાન ટીમના 15 ખેલાડીઓમાંથી 8 આઈપીએલ રમી રહ્યા છે. ટીમમાં માત્ર 4 બેટ્સમેન છે, પરંતુ ઓલરાઉન્ડરોની સંખ્યા 6 છે. નૂર, જનાત અને ઈશાકે છેલ્લા બે અંડર-19 વર્લ્ડ કપમાં ભાગ લીધો છે. તે પ્રથમ વખત T20 વર્લ્ડ કપમાં રમશે.

 

અફઘાનિસ્તાનની T-20 વર્લ્ડ કપ ટીમ

રાશિદ ખાન (કેપ્ટન), રહેમાનુલ્લા ગુરબાઝ (વિકેટ-કીપર), ઈબ્રાહીમ ઝદરાન, અઝમતુલ્લા ઉમરઝાઈ, નજીબુલ્લાહ ઝદરાન, મોહમ્મદ ઈશાક, મુજીબ ઉર રહેમાન, નૂર અહેમદ, મોહમ્મદ નબી, ગુલબદ્દીન નાયબ, કરીમ જનાત, નાંગ્યાલ ખારુતિ, નવીન-ઉલ-હક , ફઝલહક ફારૂકી, ફરીદ અહેમદ મલિક

રિઝર્વ ખેલાડીઓની યાદી

સેદીક અટલ, હઝરતુલ્લા ઝાઝાઈ, સલીમ સફી

આ પણ  વાંચો - England T20 WC Squad : ઈંગ્લેન્ડે ટી20 વર્લ્ડ કપ માટે ટીમની કરી જાહેરાત,આ ઘાતક બોલરની થઈ એન્ટ્રી

આ પણ  વાંચો - T20 World Cup : BCCI નો મોટો નિર્ણય, ‘ક્રિકેટર ઓફ ધ યર’ થયેલો ખેલાડી જ Team India થી બહાર…

આ પણ  વાંચો - T20 World Cup : આ ખેલાડીઓનું શાનદાર પ્રદર્શન હોવા છતાં Team India માં સ્થાન નહીં

Tags :
AFGHANISTAN CRICKETBCCIindia squad for t20 world cupindia t20 world cup squadRashid Khant20 world cup squadt20 world cup t20 world cup 2024 india squadT20-World-Cup-2024World CupWorld Cup 2024world t20
Next Article