ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

રિંકૂ સિંહને વનડે ટીમમાં સ્થાન આપવા આશિષ નહેરાનું નિવેદન

PLમાં સતત શાનદાર પ્રદર્શન બાદ રિંકૂ સિંહની ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી થઈ છે. રિંકૂ સિંહે પણ ભારતીય ટીમ માટે ઘણી સારી ઇનિંગ રમી હતી. ખાસ કરીને આ બેટ્સમેને પોતાની તોફાની બેટિંગથી ઘણો પ્રભાવિત કર્યો હતો. રિંકૂ સિંહ છેલ્લી ઓવરોમાં સરળતાથી મોટા...
10:37 PM Nov 30, 2023 IST | Hiren Dave
PLમાં સતત શાનદાર પ્રદર્શન બાદ રિંકૂ સિંહની ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી થઈ છે. રિંકૂ સિંહે પણ ભારતીય ટીમ માટે ઘણી સારી ઇનિંગ રમી હતી. ખાસ કરીને આ બેટ્સમેને પોતાની તોફાની બેટિંગથી ઘણો પ્રભાવિત કર્યો હતો. રિંકૂ સિંહ છેલ્લી ઓવરોમાં સરળતાથી મોટા...

PLમાં સતત શાનદાર પ્રદર્શન બાદ રિંકૂ સિંહની ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી થઈ છે. રિંકૂ સિંહે પણ ભારતીય ટીમ માટે ઘણી સારી ઇનિંગ રમી હતી. ખાસ કરીને આ બેટ્સમેને પોતાની તોફાની બેટિંગથી ઘણો પ્રભાવિત કર્યો હતો. રિંકૂ સિંહ છેલ્લી ઓવરોમાં સરળતાથી મોટા શોટ ફટકારી રહ્યો છે, ત્યારે પૂર્વ ભારતીય બોલર આશિષ નેહરાએ રિંકૂ સિંહ અંગે પોતાનો મત વ્યક્ત કર્યો હતો. આશિષ નેહરાએ કહ્યું કે, રિંકૂ સિંહને ભારતીય વનડે ટીમમાં સ્થાન મળવું જોઈએ.

ભારતીય વનડે ટીમમાં રિંકૂ સિંહને કેમ સ્થાન મળવું જોઈએ?

આશિષ નેહરાએ કહ્યું કે, રિંકૂ સિંહ એવો ખેલાડી છે જે ટોપ ઓર્ડરમાં બેટિંગ કરી શકે છે. હું આ ખેલાડીને ભારતની વનડે ટીમમાં જોવા માંગુ છું. આ ઉપરાંત તેમણે રિંકૂ સિંહની ફિનિશિંગ ક્ષમતાના ખૂબ વખાણ કર્યા હતા.

આવું રહ્યું રિંકૂ સિંહનું કરિયર

જો રિંકૂ સિંહના કરિયર પર નજર કરવામાં આવે તો આ ખેલાડીએ 8 T20 મેચમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે. રિંકૂ સિંહે 8 T20 મેચમાં 216.95ની સ્ટ્રાઈક રેટ અને 128ની એવરેજથી 128 રન બનાવ્યા છે. આ ઉપરાંત રિંકૂ સિંહ IPLમાં કોલકાતા નાઈટ રાઈડર્સનો ભાગ છે. IPLની 31 મેચોમાં રિંકૂ સિંહે 142.16ની સ્ટ્રાઈક રેટ અને 36.25ની એવરેજથી 725 રન બનાવ્યા છે. હાલમાં ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા સામે 5 T20 મેચોની સીરિઝ રમી રહ્યો છે. રિંકૂ સિંહ આ સીરિઝનો એક ભાગ છે. આ સીરિઝની પ્રથમ મેચમાં રિંકૂ સિંહે 14 બોલમાં 22 રન બનાવીને ટીમ ઈન્ડિયાને જીત અપાવી હતી, જ્યારે આ સીરિઝની બીજી મેચમાં રિંકૂ સિંહે 9 બોલમાં 31 રનની તોફાની ઇનિંગ રમી હતી. તેણે પોતાની ઇનિંગમાં 4 ફોર અને 2 સિક્સ ફટકારી હતી. જો કે, સીરિઝની ત્રીજી મેચમાં રિંકૂ સિંહને બેટિંગ કરવાની તક મળી ન હતી.

 

આ  પણ  વાંચો -સાઉથ આફ્રિકા પ્રવાસ માટે BCCIએ ટીમ ઈન્ડિયાની કરી જાહેરાત,આ ખેલાડીને મળી વનડેની કમાન

 

Tags :
ashish nehra saychanceodi teamrinku singhshould getSports
Next Article