ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

BCCIએ જાહેર કર્યું નવું શિડ્યુલ, આ 3 ટીમો આવશે ભારત

BCCI : ભારતીય ટીમના નવા કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી છે. બાંગ્લાદેશ,ન્યુઝીલેન્ડ અને ઈંગ્લેન્ડની ટીમ ભારતના પ્રવાસે આવશે.તેના સમયપત્રકની જાહેરાત થોડા સમય પહેલા જ BCCI દ્વારા કરવામાં આવી છે. ભારતીય ટીમનો ફેબ્રુઆરી 2025 સુધીનો કાર્યક્રમ જાહેર થઈ ગયો છે. બાંગ્લાદેશની ટીમ...
06:42 PM Jun 20, 2024 IST | Hiren Dave
BCCI : ભારતીય ટીમના નવા કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી છે. બાંગ્લાદેશ,ન્યુઝીલેન્ડ અને ઈંગ્લેન્ડની ટીમ ભારતના પ્રવાસે આવશે.તેના સમયપત્રકની જાહેરાત થોડા સમય પહેલા જ BCCI દ્વારા કરવામાં આવી છે. ભારતીય ટીમનો ફેબ્રુઆરી 2025 સુધીનો કાર્યક્રમ જાહેર થઈ ગયો છે. બાંગ્લાદેશની ટીમ...

BCCI : ભારતીય ટીમના નવા કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી છે. બાંગ્લાદેશ,ન્યુઝીલેન્ડ અને ઈંગ્લેન્ડની ટીમ ભારતના પ્રવાસે આવશે.તેના સમયપત્રકની જાહેરાત થોડા સમય પહેલા જ BCCI દ્વારા કરવામાં આવી છે. ભારતીય ટીમનો ફેબ્રુઆરી 2025 સુધીનો કાર્યક્રમ જાહેર થઈ ગયો છે.

બાંગ્લાદેશની ટીમ સપ્ટેમ્બરમાં ભારત આવશે

બાંગ્લાદેશની ટીમ આ વર્ષે સપ્ટેમ્બરથી ઓક્ટોબર સુધી ભારતની મુલાકાતે છે. આ શ્રેણીમાં બે ટેસ્ટ અને ત્રણ ટી-20 મેચ રમાશે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ 19 સપ્ટેમ્બરથી શરૂ થશે. આ મેચ ચેન્નાઈમાં રમાવાની છે. આ પછી 1 ઓક્ટોબરથી કાનપુરમાં બીજી ટેસ્ટ મેચ રમાશે. ત્રણ T20 મેચોની વાત કરીએ તો ભારતીય ટીમ બાંગ્લાદેશ સામે 6, 9 અને 12 ઓક્ટોબરે ત્રણ T20 મેચો રમતી જોવા મળશે. આ મેચોની યજમાની ધરમશાલા, દિલ્હી અને હૈદરાબાદને આપવામાં આવી છે.

ન્યૂઝીલેન્ડની ટીમ ઓક્ટોબરથી નવેમ્બર સુધી ભારતનો પ્રવાસ કરશે

ન્યૂઝીલેન્ડની ટીમ ઓક્ટોબરથી નવેમ્બર સુધી ભારતના પ્રવાસે જવાની છે. આ શ્રેણીમાં ત્રણ ટેસ્ટ મેચ રમાશે. શ્રેણીની પ્રથમ મેચ 16મી ઓક્ટોબરથી બેંગલુરુમાં રમાવાની છે. બીજી ટેસ્ટ 24 ઓક્ટોબરથી પુણેમાં રમાશે જ્યારે ત્રીજી અને છેલ્લી મેચ 1 નવેમ્બરથી મુંબઈમાં રમાશે. આ સાથે જ આ શ્રેણીનો અંત આવશે.

ઈંગ્લેન્ડની ટીમ પણ ભારત આવશે

આવતા વર્ષે એટલે કે જાન્યુઆરી 2025માં ઈંગ્લેન્ડની ટીમ ભારત આવશે. આ સીરીઝમાં 5 T20 ઈન્ટરનેશનલ મેચ અને ત્રણ ODI મેચ રમાશે. પ્રથમ T20 મેચ 22 જાન્યુઆરીથી ચેન્નાઈમાં રમાશે. શ્રેણીની બીજી મેચ 25 જાન્યુઆરીએ કોલકાતામાં અને ત્રીજી મેચ 28 જાન્યુઆરીએ રાજકોટમાં રમાશે. શ્રેણીની ચોથી મેચ 31 જાન્યુઆરીએ પુણેમાં રમાવાની છે. છેલ્લી અને પાંચમી ટેસ્ટ મેચ 2 ફેબ્રુઆરીએ મુંબઈમાં રમાશે. શ્રેણીની પ્રથમ વનડે 6 ફેબ્રુઆરીએ નાગપુરમાં, બીજી મેચ 9 ફેબ્રુઆરીએ કટકમાં અને છેલ્લી મેચ 12 ફેબ્રુઆરીએ અમદાવાદમાં રમાશે. આ સાથે શ્રેણી સમાપ્ત થશે.

બાંગ્લાદેશનો ભારત પ્રવાસ

ટેસ્ટ શ્રેણી

T20 શ્રેણી

ન્યુઝીલેન્ડનો ભારત પ્રવાસ

ટેસ્ટ શ્રેણી

T20 શ્રેણી

ODI શ્રેણી

આ પણ  વાંચો  - CRICKET જગતમાં શોકનો માહોલ,આ ભારતીય ખેલાડીએ કરી આત્મહત્યા

આ પણ  વાંચો  - ICC ટ્રોફી જીતવાનું સપનું ભારત માટે આ વર્ષે પણ રહેશે અધૂરું! જાણો શું છે કારણ

આ પણ  વાંચો  - Jos Buttler હવે બન્યા T20 ક્રિકેટના Boss, વિશ્વકપમાં બનાવ્યો આ ખાસ રેકોર્ડ

Tags :
BangladeshCricketEnglandfixturesindia scheduleIndian Cricket TeamNewZealandseason-2024-25SportsTeam India
Next Article