ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

BCCI એ અંડર-19 એશિયા કપ માટે કરી ટીમ ઈન્ડિયાની જાહેરાત

BCCIએ U-19 Asia Cup માટે 15 સભ્યોની ટીમજાહેર કરી છે. આ ટીમનું નેતૃત્વ પંજાબ ટીમનો ખેલાડી ઉદય સહારન કરશે. અંડર-19 એશિયા કપની યજમાની દુબઈ કરી રહ્યું છે. જેની શરૂઆત 8 ડિસેમ્બરના રોજથી થવાની છે જયારે ફાઈનલ મેચ 17 ડિસેમ્બરના રોજ...
09:04 PM Nov 25, 2023 IST | Hiren Dave
BCCIએ U-19 Asia Cup માટે 15 સભ્યોની ટીમજાહેર કરી છે. આ ટીમનું નેતૃત્વ પંજાબ ટીમનો ખેલાડી ઉદય સહારન કરશે. અંડર-19 એશિયા કપની યજમાની દુબઈ કરી રહ્યું છે. જેની શરૂઆત 8 ડિસેમ્બરના રોજથી થવાની છે જયારે ફાઈનલ મેચ 17 ડિસેમ્બરના રોજ...

BCCIએ U-19 Asia Cup માટે 15 સભ્યોની ટીમજાહેર કરી છે. આ ટીમનું નેતૃત્વ પંજાબ ટીમનો ખેલાડી ઉદય સહારન કરશે. અંડર-19 એશિયા કપની યજમાની દુબઈ કરી રહ્યું છે. જેની શરૂઆત 8 ડિસેમ્બરના રોજથી થવાની છે જયારે ફાઈનલ મેચ 17 ડિસેમ્બરના રોજ રમવામાં આવશે.

 

 

ભારતે 2022માં ફાઇનલમાં શ્રીલંકાને હરાવીને ટાઇટલ જીત્યું હતું

તમને જણાવી દઈએ કે આ પહેલા 2022માં રમાયેલા એશિયા કપ 2022માં નિશાંત સિંધુની કેપ્ટન્સીમાં ભારતીય ટીમે ફાઇનલમાં શ્રીલંકાને હરાવીને ટાઈટલ જીત્યું હતું. ટીમ ઈન્ડિયાએ એકતરફી મેચમાં જીત મેળવી હતી. આ મેચમાં પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી શ્રીલંકાની અંડર-19 ટીમ 38 ઓવરમાં માત્ર 106 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત તરફથી વિકી ઓસ્તવાલે સૌથી વધુ 3 વિકેટ લીધી હતી. આ સિવાય કૌશલ તાંબેએ 2 વિકેટ ઝડપી હતી. જ્યારે રવિ કુમાર અને રાજ બાવાએ 1-1 વિકેટ લીધી હતી.

 

લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમે 21.3 ઓવરમાં માત્ર 1 વિકેટે જીત મેળવી લીધી હતી. ટીમ માટે ઓપનિંગ કરવા આવેલા અંગકૃષ રઘુવંશીએ 67 બોલમાં 7 ચોગ્ગાની મદદથી 56* રનની અણનમ ઇનિંગ રમી હતી. આ સિવાય શેખ રશીદે 49 બોલમાં અણનમ 31* રન બનાવ્યા હતા, જેમાં 2 ચોગ્ગા સામેલ હતા.

 

અંડર-19 એશિયા કપ 2023 માટે ભારતની 15 સભ્યોની ટીમ

અર્શિન કુલકર્ણી, આદર્શ સિંહ, રુદ્ર મયુર પટેલ, સચિન ધસ, પ્રિયાંશુ મોલિયા, મુશીર ખાન, ઉદય સહારન (કેપ્ટન), અરવેલી અવનીશ રાવ (વિકેટકીપર), સૌમ્ય કુમાર પાંડે (વાઈસ-કેપ્ટન), મુરુગન અભિષેક, ઇનેશ મહાજન (વિકેટકીપર) ), ધનુષ ગૌડા, આરાધ્ય શુક્લા, રાજ લિંબાણી, નમન તિવારી.

 

ટીમ સાથે ન જનાર 4 રિઝર્વ ખેલાડી

દિગ્વિજય પાટીલ, જયંત ગોયત, પી વિગ્નેશ, કિરણ ચોરમલે.

 

આ  પણ વાંચો -મુખ્ય કોચ રાહુલ દ્રવિડ ટીમ ઈન્ડિયાને બાય-બાય કહેશે? આ બે ટીમો તરફથી બમ્પર ઑફર્સ મળી!

 

Tags :
asia cup 2023BCCIIndian Cricket TeamU19 Asia Cup 2023Uday Saharan
Next Article