ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

cricket : મયંક અગ્રવાલની અચાનક તબિયત લથડી, ICUમાં દાખલ

cricket : ભારતીય ક્રિકેટર (cricket )મયંક અગ્રવાલની અચાનક ખરાબ તબિયતની માહિતી મંગળવારે 30 જાન્યુઆરીએ સામે આવી છે. મયંક ત્રિપુરાની રાજધાની અગરતલાથી સુરત જવા માટે ફ્લાઈટમાં બેઠો હતો. આ દરમિયાન તેમની તબિયત અચાનક બગડતાં તેમને ફ્લાઈટમાંથી ઉતારીને અગરતલાની હોસ્પિટલમાં દાખલ કરવામાં...
08:20 PM Jan 30, 2024 IST | Hiren Dave
cricket : ભારતીય ક્રિકેટર (cricket )મયંક અગ્રવાલની અચાનક ખરાબ તબિયતની માહિતી મંગળવારે 30 જાન્યુઆરીએ સામે આવી છે. મયંક ત્રિપુરાની રાજધાની અગરતલાથી સુરત જવા માટે ફ્લાઈટમાં બેઠો હતો. આ દરમિયાન તેમની તબિયત અચાનક બગડતાં તેમને ફ્લાઈટમાંથી ઉતારીને અગરતલાની હોસ્પિટલમાં દાખલ કરવામાં...
Mayank Agarwal Admitted in hospital

cricket : ભારતીય ક્રિકેટર (cricket )મયંક અગ્રવાલની અચાનક ખરાબ તબિયતની માહિતી મંગળવારે 30 જાન્યુઆરીએ સામે આવી છે. મયંક ત્રિપુરાની રાજધાની અગરતલાથી સુરત જવા માટે ફ્લાઈટમાં બેઠો હતો. આ દરમિયાન તેમની તબિયત અચાનક બગડતાં તેમને ફ્લાઈટમાંથી ઉતારીને અગરતલાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ, મયંક અગ્રવાલ રણજી ટ્રોફી મેચમાં કર્ણાટકની કેપ્ટનશીપ કરી રહ્યો હતો. 26 થી 29 જાન્યુઆરી દરમિયાન ત્રિપુરા સામેની મેચ રમ્યા બાદ તે આગામી મેચની તૈયારી માટે સુરત જવાનો હતો.

 

મયંક અગ્રવાલને શું થયું?
રિપોર્ટ અનુસાર, મયંક અગ્રવાલની તબિયત બગડતાં તેને અગરતલાની ILS હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ત્યાં ડોક્ટરોએ તેને ICUમાં રાખ્યો હતો. ડોક્ટરોએ મીડિયાને તેમના સ્વાસ્થ્ય સંબંધિત કોઈપણ માહિતી આપવાનો ઇનકાર કર્યો હતો. પ્રાથમિક માહિતી અનુસાર, મયંકને ફ્લાઈટમાં ચઢ્યા પછી મોં અને ગળામાં થોડી તકલીફ થવા લાગી. આ પછી, તેને તાત્કાલિક અસરથી ફ્લાઈટમાંથી ઉતારીને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. પરંતુ છેલ્લી માહિતી મુજબ મયંક હાલ ખતરાની બહાર છે.

 

પાણીમાં ઝેરી તત્ત્વો હોવાની આશંકા

પ્રાથમિક માહિતી અનુસાર, મયંક અગ્રવાલે પાણી પીતાની સાથે જ તેને ગળા અને મોઢામાં તકલીફ થવા લાગી. પાણીમાં કોઈ ઝેરી પદાર્થ હોવાનું પણ અનુમાન છે. પરંતુ હાલમાં ક્રિકેટરની હાલત સારી છે પરંતુ તેને હજુ પણ ડોક્ટરોની દેખરેખમાં રાખવામાં આવી રહ્યો છે. સોમવારે ત્રિપુરા સામેની જીત બાદ તે પોતાના સાથી ખેલાડીઓ અને સ્ટાફ સાથે ત્રિપુરા જવા રવાના થઈ રહ્યો હતો.

 

મયંક શાનદાર ફોર્મમાં

મયંક અગ્રવાલ વર્તમાન રણજી ટ્રોફીમાં શાનદાર ફોર્મમાં છે. તેણે ચાર મેચમાં બે સદી ફટકારી છે. અત્યાર સુધી તેણે 44.6ની એવરેજથી 460 રન બનાવ્યા છે. મયંકે 2018માં ભારત માટે ડેબ્યૂ કર્યું હતું. તેના નામે 21 ટેસ્ટ મેચોમાં 41.3ની એવરેજથી 1488 રન છે. તે છેલ્લે માર્ચ 2022માં શ્રીલંકા સામે રમ્યો હતો, ત્યારથી તે ટીમની બહાર છે.

આ  પણ  વાંચો  - India vs England : ટેસ્ટમાં સતત ખરાબ પ્રદર્શન ! ગિલ ન જીતી શક્યો ફેન્સનું દિલ

 

Tags :
cricketerMayank AgarwalMayank Agarwal AdmittedMayank Agarwal Admitted in hospitalMayank Agarwal HealthMayank Agarwal Health UpdateMayank Agarwal ICU
Next Article