ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

England T20 WC Squad : ઈંગ્લેન્ડે ટી20 વર્લ્ડ કપ માટે ટીમની કરી જાહેરાત,આ ઘાતક બોલરની થઈ એન્ટ્રી

England T20 WC Squad: : ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે T20 વર્લ્ડ કપ 2024 માટે તેની પ્રારંભિક 15 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. બોર્ડે જોસ બટલરને (Jos Butller)ટીમનો કેપ્ટન બનાવ્યો છે. આ સાથે આ ખેલાડીઓને પાકિસ્તાન સામેની ટી-20 સિરીઝ માટે પણ પસંદ...
10:39 PM Apr 30, 2024 IST | Hiren Dave
England T20 WC Squad: : ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે T20 વર્લ્ડ કપ 2024 માટે તેની પ્રારંભિક 15 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. બોર્ડે જોસ બટલરને (Jos Butller)ટીમનો કેપ્ટન બનાવ્યો છે. આ સાથે આ ખેલાડીઓને પાકિસ્તાન સામેની ટી-20 સિરીઝ માટે પણ પસંદ...
ENGLAND CRICKET TEAM

England T20 WC Squad: : ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે T20 વર્લ્ડ કપ 2024 માટે તેની પ્રારંભિક 15 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. બોર્ડે જોસ બટલરને (Jos Butller)ટીમનો કેપ્ટન બનાવ્યો છે. આ સાથે આ ખેલાડીઓને પાકિસ્તાન સામેની ટી-20 સિરીઝ માટે પણ પસંદ કરવામાં આવ્યા છે. 1 જૂનથી T20 વર્લ્ડ કપનું આયોજન કરવામાં આવશે. બટલર હાલમાં ભારતમાં છે અને IPL 2024માં રાજસ્થાન રોયલ્સ તરફથી રમી રહ્યો છે અને શાનદાર ફોર્મમાં છે.

 

IPL 2024માં રમી રહેલા અને સારું પ્રદર્શન કરી રહેલા ઈંગ્લેન્ડ(England)ની ટીમના મોટાભાગના ખેલાડીઓને તક મળી છે. જોસ બટલરે IPL 2024માં અત્યાર સુધી 8 મેચમાં 319 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 2 સદી ફટકારી છે. બટલરની સાથે મોઈન અલી અને જોફ્રા આર્ચરને પણ સ્થાન મળ્યું છે. આર્ચર લાંબા સમયથી ઈંગ્લેન્ડની ટીમની બહાર હતો. ઈજાના કારણે તે મેદાનથી દૂર હતો. પરંતુ હવે તે પુનરાગમન કરી રહ્યો છે.

ઈંગ્લેન્ડની બેટિંગ મજબૂત

ઈંગ્લેન્ડની બેટિંગની વાત કરીએ તો તેના તમામ બેટ્સમેન શાનદાર ફોર્મમાં છે. અને ટીમમાં પસંદ કરાયેલા તમામ બેટ્સમેનો IPL 2024માં રન અને સદી ફટકારી રહ્યા છે. ઈંગ્લેન્ડે જોસ બટલર, વિલ જેક્સ, ફિલ સોલ્ટ, જોની બેરસ્ટોને બેટ્સમેન તરીકે સ્થાન આપ્યું છે. તે બધા ટોપ ઓર્ડરમાં હશે. આ સિવાય હેરી બ્રુક, લિયામ લિવિંગસ્ટન, મોઈન અલી અને સેમ કરન જેવા મજબૂત ખેલાડીઓ છે જે ટીમને નીચલા ક્રમમાં બેટિંગમાં તાકાત આપે છે.

 

આર્ચર-જોર્ડનની વાપસી સાથે પેસ એટેકમાં સુધારો

મોઈન અલી અને સેમ કરન ઓલરાઉન્ડરની ભૂમિકામાં હશે. આ સાથે જ જોફ્રા આર્ચર અને ક્રિસ જોર્ડનના આવવાથી ટીમની ફાસ્ટ બોલિંગની તાકાત વધી છે. આદિલ રાશિદ અને ટોમ હાર્ટલી ઈંગ્લેન્ડના સ્પિન એટેકનું નેતૃત્વ કરશે.

 

T20 વર્લ્ડ કપ 2024 માટે ઈંગ્લેન્ડની ટીમ

જોસ બટલર (કેપ્ટન), મોઈન અલી, જોફ્રા આર્ચર, જોની બેરસ્ટો, હેરી બ્રૂક, સેમ કુરાન, બેન ડકેટ, ટોમ હાર્ટલી, વિલ જેક્સ, ક્રિસ જોર્ડન, લિયામ લિવિંગ્સ્ટન, આદિલ રશીદ, ફિલ સોલ્ટ, રીસ ટોપલી, માર્ક વુડ.

આ પણ  વાંચો - India’s T20 WC squad : T20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની જાહેરાત, જાણો કોણ છે કેપ્ટન

આ પણ  વાંચો - T20 World Cup : આ ખેલાડીઓનું શાનદાર પ્રદર્શન હોવા છતાં Team India માં સ્થાન નહીં

આ પણ  વાંચો - T20 World Cup : BCCI નો મોટો નિર્ણય, ‘ક્રિકેટર ઓફ ધ યર’ થયેલો ખેલાડી જ Team India થી બહાર…

Tags :
England Cricket TeamEngland T20 WC SquadJos ButtlerT20 World CupT20-World-Cup-2024
Next Article