ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Ind vs SA 1st ODI: ભારતીય ટીમનો શાનદાર વિજય, સાંઇ સુદર્શન અને શ્રેયસ અય્યરે ફટકારી અડધી સદી

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે આજે ત્રણ મેચની વનડે સીરિઝની પ્રથમ મેચ જોહાનિસબર્ગના ન્યૂ વાન્ડરર્સ સ્ટેડિયમ ખાતે રમાઈ. આ મેચમાં ભારતીય ટીમે સાઉથ આફ્રિકાને 8 વિકેટથી હરાવી સીરિઝમાં 1-0થી લીડ મેળવી છે. મેચમાં સાઉથ આફ્રિકાએ ટૉસ જીતીને પહેલા બેટિંગ કરવાનો...
05:51 PM Dec 17, 2023 IST | Vipul Sen
ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે આજે ત્રણ મેચની વનડે સીરિઝની પ્રથમ મેચ જોહાનિસબર્ગના ન્યૂ વાન્ડરર્સ સ્ટેડિયમ ખાતે રમાઈ. આ મેચમાં ભારતીય ટીમે સાઉથ આફ્રિકાને 8 વિકેટથી હરાવી સીરિઝમાં 1-0થી લીડ મેળવી છે. મેચમાં સાઉથ આફ્રિકાએ ટૉસ જીતીને પહેલા બેટિંગ કરવાનો...

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે આજે ત્રણ મેચની વનડે સીરિઝની પ્રથમ મેચ જોહાનિસબર્ગના ન્યૂ વાન્ડરર્સ સ્ટેડિયમ ખાતે રમાઈ. આ મેચમાં ભારતીય ટીમે સાઉથ આફ્રિકાને 8 વિકેટથી હરાવી સીરિઝમાં 1-0થી લીડ મેળવી છે. મેચમાં સાઉથ આફ્રિકાએ ટૉસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જો કે, આફ્રિકન ટીમ માત્ર 116 રનમાં જ ઓલઆઉટ થઈ હતી.

ભારતીય બોલરોનો કહેર

કે.એલ. રાહુલની કેપ્ટનશીપ હેઠળ ટીમ ઇન્ડિયાએ આજે શાનદાર પ્રદર્શન કર્યું. ટીમ ઇન્ડિયાના બોલરોએ ઘાતક બોલિંગ કરી સાઉથ આફ્રિકાની બેટિંગની કમર તોડી નાખી હતી. અર્શદીપ સિંહ અને આવેશ ખાનની બોલિંગ સામે સાઉથ આફ્રિકાના બેટ્સમેન ઢેર થઈ ગયા હતા. સાઉથ આફ્રિકાની ટીમ માત્ર 116 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત તરફથી અર્શદીપ સિંહે 10 ઓવરમાં 37 રન આપીને 5 વિકેટ જ્યારે આવેશ ખાને પણ 8 ઓવરમાં 27 રન આપીને 4 વિકેટ લીધી હતી. જ્યારે કુલદીપ યાદવે એક વિકેટ ઝડપી હતી. ભારતીય ટીમને મેચ જીતવા માટે 117 રનનો ટાર્ગેટ મળ્યો હતો.

સાંઇ સુદર્શન અને શ્રેયસ અય્યરની અડધી સદી

લક્ષ્યનો પીછો કરતા ભારતીય ટીમની શરૂઆત ખરાબ રહી હતી અને ઓપનિંગ બેટ્સમેન રૂતુરાજ ગાયકવાડ માત્ર 5 રન બનાવીને આઉટ થયો હતો. જો કે, ત્યાર પછી સાંઇ સુદર્શન અને શ્રેયસ અય્યર વચ્ચે શાનદાર પાર્ટનરશીપ થઈ હતી. સાંઈ સુદર્શનને 43 બોલમાં 9 ચોગ્ગાની મદદથી અડધી સદી ફટકારીને 55 રન બનાવ્યા હતા. જ્યારે શ્રેયસ અય્યરે 45 બોલમાં 6 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 52 રન બનાવ્યા હતા. સાઇં સુદર્શન અંત સુધી નાબાદ રહ્યો. તિલક વર્માએ 1* બનાવ્યો. સાઉથ આફ્રિકા માટે વિયાન મૂલ્ડર અને અન્ડિલે ફેહલુકવાયો 1-1 વિકેટ ઝડપી હતી.

સાઉથ આફ્રિકાની બેટિંગ

મેચમાં સાઉથ આફ્રિકા માટે ઓપનિંગ બેટ્સમેન રીઝા હેન્ડ્રીક્સ (0), ટોની ડે જોર્જી (28), રાસી વૈન ડેર ડુસેન (0), કેપ્ટન એઇડન માર્કરામ (12), હેનરિક ક્લાસેન (6), ડેવિડ મિલર (2), વિયાન મૂલ્ડર (0), કેશવ મહારાજ (4), અન્ડિલે ફેહલુકવાયો (33), નંદ્રે બર્ગર (7) અને તબરેઝ શમ્સીએ (11*) રન બનાવ્યા હતા. આ જીત સાતે ભારતીય ટીમે સીરિઝમાં 1-0થી લીડ મેળવી છે.

 

આ પણ વાંચો - પર્થ ટેસ્ટમાં પાકિસ્તાન 360 રનથી ઓસ્ટ્રેલિયા સામે હાર્યું, તેમની હારથી ભારતને થયો આ મોટો ફાયદો

Tags :
Arshdeep SinghAvesh KhanInd vs SA 1st ODIJohannesburgRSA vs INDSports News
Next Article