ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Asia Cup 2023 : એશિયા કપ પહેલા આ ખેલાડીયોના થશે ફિટનેસ ટેસ્ટ, જાણો

ભારતીય ટીમ એશિયા કપ 2023 દ્વારા મેદાનમાં પરત ફરવા માટે તૈયાર છે. ટીમ ઈન્ડિયા ટૂર્નામેન્ટ પહેલા બેંગ્લોરની નજીક અલુરમાં 6 દિવસીય કેમ્પ શરૂ કરશે, જે વિરાટ કોહલી, રોહિત શર્મા, રવિન્દ્ર જાડેજા અને મોહમ્મદ સિરાજ જેવા સ્ટાર ખેલાડીઓ માટે મહત્વપૂર્ણ રહેશે....
08:21 AM Aug 24, 2023 IST | Hiren Dave
ભારતીય ટીમ એશિયા કપ 2023 દ્વારા મેદાનમાં પરત ફરવા માટે તૈયાર છે. ટીમ ઈન્ડિયા ટૂર્નામેન્ટ પહેલા બેંગ્લોરની નજીક અલુરમાં 6 દિવસીય કેમ્પ શરૂ કરશે, જે વિરાટ કોહલી, રોહિત શર્મા, રવિન્દ્ર જાડેજા અને મોહમ્મદ સિરાજ જેવા સ્ટાર ખેલાડીઓ માટે મહત્વપૂર્ણ રહેશે....

ભારતીય ટીમ એશિયા કપ 2023 દ્વારા મેદાનમાં પરત ફરવા માટે તૈયાર છે. ટીમ ઈન્ડિયા ટૂર્નામેન્ટ પહેલા બેંગ્લોરની નજીક અલુરમાં 6 દિવસીય કેમ્પ શરૂ કરશે, જે વિરાટ કોહલી, રોહિત શર્મા, રવિન્દ્ર જાડેજા અને મોહમ્મદ સિરાજ જેવા સ્ટાર ખેલાડીઓ માટે મહત્વપૂર્ણ રહેશે. એશિયા કપ પ્રારંભ થાય તે પહેલા તમામ ખેલાડીઓએ ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે.

 

ખેલાડીઓ, જેઓ આયર્લેન્ડ પ્રવાસનો ભાગ ન હતા અને વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ પછી પરત ફરી રહ્યા છે, તેમને 13 દિવસની ફિટનેસ રૂટિન આપવામાં આવી હતી. હવે એશિયા કપની આખી ટીમ પરત ફરી છે. 'ઈન્ડિયન એક્સપ્રેસ'ના અહેવાલ મુજબ, તમામ ખેલાડીઓનું સંપૂર્ણ શરીર ચેકઅપ કરાવવું પડશે. નેશનલ ક્રિકેટ એકેડમીમાં હાજર ફિઝિયો ખેલાડીઓની ફિટનેસની તપાસ કરશે અને જેઓ ફિટનેસ પાસ કરવામાં નિષ્ફળ જશે તેમને એશિયા કપમાંથી પણ બહાર ફેંકવામાં આવી શકે છે.

 

બીસીસીઆઈના અધિકારીએ 'ઈન્ડિયન એક્સપ્રેસ'ને ખેલાડીઓના ફિટનેસ પ્રોગ્રામ વિશે જણાવ્યું હતું કે, “આ ખેલાડીઓ માટે ખાસ પ્રોગ્રામ બનાવવામાં આવ્યો છે કારણ કે અમે ઈચ્છીએ છીએ કે તેઓ આગામી બે મહિના સુધી ફિટ રહે. ટ્રેનરને ખબર પડશે કે કોણે પ્રોગ્રામ ફોલો કર્યો છે અને કોણે નથી કર્યો. આ પછી, ટીમ મેનેજમેન્ટ દ્વારા નક્કી કરવામાં આવશે કે જે ખેલાડીએ કાર્યક્રમને અનુસર્યો નથી તેનું શું કરવું.

 

એશિયા કપ માટે એનસીએનો કાર્યક્રમ

 

2023 એશિયા કપ માટે ભારત 17  ખેલાડીયો  સમાવેશ 

રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગીલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, ઈશાન કિશન (રિઝર્વ વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, શાર્દુલ ઠાકુર, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, કુલદીપ યાદવ, પ્રસિદ્ધ ક્રિષ્ણા.

આ  પણ  વાંચો-IRELAND માં પણ જય હો… વરસાદના કારણે મેચ રદ, ભારતે આયર્લેન્ડ સામે 2-0 થી શ્રેણીમાં મેળવી જીત

 

Tags :
asia cup 2023CricketFitness test for Asia CupFitness test For Rohit SharmaFitness test For Virat KohliIndian Cricket TeamIndian Cricketerrohit sharmaSportsVirat Kohli
Next Article