T20WorldCup: ભારત ચેમ્પિયન બની તોડ્યો આ ઓસ્ટ્રેલિયાનો રેકોર્ડ
T20 World Cup: T20 વર્લ્ડકપ 2024 (T20 World Cup )ની ફાઇનલમાં ટીમ ઇન્ડિયાનો મુકાબલો દક્ષિણ આફ્રિકા સામે થયો હતો. આ મેચમાં ટીમ ઈન્ડિયાએ ત્રણ વિકેટ ગુમાવ્યા બાદ પણ શાનદાર વાપસી કરી હતી. ભારતે દક્ષિણ આફ્રિકાને જીતવા માટે 177 રનનો ટાર્ગેટ આપ્યો હતો. આ મેચમાં ટીમ ઈન્ડિયા માટે વિરાટ કોહલી અને અક્ષર પટેલે શાનદાર બેટિંગ કરી હતી. આ દરમિયાન ટીમ ઈન્ડિયાએ એક મોટો રેકોર્ડ (australia record) પોતાના નામે કર્યો છે.
ભારતે એક રેકોર્ડ બનાવ્યો
પ્રથમ બેટિંગ કરવા આવેલી ટીમ ઈન્ડિયાએ 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 176 રન બનાવ્યા હતા. આ સાથે ટીમ ઈન્ડિયાએ T20 વર્લ્ડકપની ફાઇનલમાં સૌથી વધુ સ્કોર બનાવ્યો. T20 વર્લ્ડકપ 2021ની ફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ન્યૂઝીલેન્ડ સામે લક્ષ્યનો પીછો કરતા 173 રન બનાવ્યા હતા.
Emotion. Elation. Joy. 🇮🇳😍#T20WorldCup | #SAvIND pic.twitter.com/n5yFaQVrmV
— T20 World Cup (@T20WorldCup) June 29, 2024
T20 વર્લ્ડકપની ફાઈનલમાં બનેલો સર્વોચ્ચ સ્કોર
- 176/7 – ભારત વિ દક્ષિણ આફ્રિકા, બ્રિજટાઉન, 2024
- 173/2 – ઓસ્ટ્રેલિયા વિ ન્યુઝીલેન્ડ, દુબઈ, 2021
- 172/4 – ન્યુઝીલેન્ડ વિ ઓસ્ટ્રેલિયા, દુબઈ, 2021
- 161/6 – વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ ઈંગ્લેન્ડ, કોલકાતા, 2016
- 157/5 – ભારત વિ પાકિસ્તાન, જોહાનિસબર્ગ, 2007
- કોહલી અને અક્ષરે તાકાત આપી
ટીમ ઈન્ડિયા તરફથી વિરાટ કોહલીએ સૌથી વધુ રન બનાવ્યા હતા. તેણે 59 બોલમાં 76 રન બનાવ્યા હતા. પોતાની ઇનિંગ દરમિયાન તેણે 6 ફોર અને 2 સિક્સર ફટકારી હતી. જ્યારે અક્ષર પટેલે પણ 31 બોલમાં 47 રન બનાવ્યા હતા. તેની ઇનિંગ દરમિયાન 4 સિક્સર ફટકારી હતી.
આ પણ વાંચો - Virat Kohli : શું આ વિરાટ કોહલીનો છેલ્લો વર્લ્ડ કપ!,જાણો શું કહ્યું
આ પણ વાંચો - T20 World Cup 2024 : દક્ષિણ આફ્રિકાને હરાવી ભારત 13 વર્ષ પછી ફરી બન્યું ‘વિશ્વ વિજેતા’
આ પણ વાંચો - T20 World Cup 2024 : ભારતની જીત સાથે ગુજરાત જશ્નમાં તરબોળ, ઠેર ઠેર ઉજવણીનો અનોખો માહોલ