ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

world cup : સાઉથની આ જાણીતી એક્ટ્રેસની જાહેરાત, જો ભારત વર્લ્ડકપ જીતશે તો બીચ પર કરશે આ કામ

વન-ડે વર્લ્ડ કપ 2023 વિશે ખૂબ જ ઉત્સાહિત જેવા મળી રહ્યો છે ત્યારે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. 20 વર્ષ બાદ બંને ટીમો ફરી એકવાર ફાઇનલમાં આમને-સામને થશે. આવી સ્થિતિમાં તમામની નજર વનડે ફાઇનલ મેચ પર...
07:28 PM Nov 17, 2023 IST | Hiren Dave
વન-ડે વર્લ્ડ કપ 2023 વિશે ખૂબ જ ઉત્સાહિત જેવા મળી રહ્યો છે ત્યારે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. 20 વર્ષ બાદ બંને ટીમો ફરી એકવાર ફાઇનલમાં આમને-સામને થશે. આવી સ્થિતિમાં તમામની નજર વનડે ફાઇનલ મેચ પર...

વન-ડે વર્લ્ડ કપ 2023 વિશે ખૂબ જ ઉત્સાહિત જેવા મળી રહ્યો છે ત્યારે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. 20 વર્ષ બાદ બંને ટીમો ફરી એકવાર ફાઇનલમાં આમને-સામને થશે. આવી સ્થિતિમાં તમામની નજર વનડે ફાઇનલ મેચ પર ટકેલી છે. આ માટે માત્ર ફેન્સ જ નહીં પરંતુ બોલિવૂડ અને સાઉથ સેલેબ્સ પણ ખૂબ જ ઉત્સાહિત છે. આ દરમિયાન હવે સાઉથની પ્રખ્યાત અભિનેત્રીએ ભારતની જીત પર મોટી જાહેરાત કરી છે. તેણે કહ્યું કે જો ભારત વર્લ્ડ કપ જીતશે તો તે ન્યૂડ થઇને બીચ પર દોડશે. સાઉથની આ એક્ટ્રેસનું નામ Rekha Boj છે.

 

ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી
સાઉથની લોકપ્રિય અભિનેત્રી રેખા બોજે વર્લ્ડ કપ 2023ને લઈને ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી છે. તેણે એક મોટી જાહેરાત કરી અને કહ્યું કે જો ભારત વર્લ્ડ કપ 2023 જીતશે તો તે વિઝાગ બીચ પર કપડાં વગર દોડશે. રેખાએ આ પોસ્ટ ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર શેર કરી છે. તેમાં લખ્યું છે કે જો ભારત વર્લ્ડ કપ જીતશે, તો હું વિઝાગ બીચ પર સ્ટ્રીક કરીશ. આપણી ટીમ ઇન્ડિયાને ઓલ ધ બેસ્ટ.તમને જણાવી દઈએ કે સ્ટ્રીકિંગ એક એવી પ્રથા છે જે સામાન્ય રીતે વિદેશમાં જોવા મળે છે. આ અંતર્ગત જો કોઈ રમતમાં મોટી જીત મળે તો ઉજવણી કરવા માટે કપડાં વગરની રેસ યોજવામાં આવે છે.

 

લોકોએ આપી આવી પ્રતિક્રિયા
તેલુગુ અભિનેત્રી રેખા બોજની પોસ્ટ પર લોકો ઘણી કોમેન્ટ્સ કરી રહ્યા છે. એકે લખ્યું કે તો પછી તૈયાર થઈ જાઓ. ભારત ચોક્કસ જીતશે. ઘણા યૂઝર્સે ટ્રેનની ટિકિટ બુક કરાવવાની વાત કરી તો કેટલાકે કહ્યું કે તેઓ બીચ પૈસા વસૂલશે. એકે યુઝરે કહ્યું કે તમે ધ્યાન આકર્ષિત કરવા માટે આ બધું કરી રહ્યા છો. તમે ટીમ ઇન્ડિયાના નામે વાહિયાત વાતો કરી રહ્યા છો. અન્યએ લખ્યું કે તેની કોઈ જરૂર નથી, બાકી તમારી મરજી છે.સાઉથની અભિનેત્રી રેખા બોજની કરીએ તો તે તેલુગુ ફિલ્મો માટે જાણીતી છે. તેણે ‘મંગલયમ’, ‘સ્વાતિ ચિનુકુ સંધ્યા લેલાલો’ અને ‘કલાય તસ્મૈ નમ:’ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. તે સોશિયલ મીડિયા ઉપર પણ ઘણી એક્ટિવ રહે છે અને ઇન્સ્ટાગ્રામ પર પોતાની સાથે જોડાયેલી પોસ્ટ શેર કરતી રહે છે. તે પોતાની એક્ટિંગની સાથે સાથે બોલ્ડ અંદાજ માટે પણ જાણીતી છે.

આ  પણ  વાંચો -ફાઈનલ મેચ પહેલા પીચને લઈ વિવાદ! ઓસ્ટ્રેલિયાના કેપ્ટને કહી આ વાત

 

 

Tags :
closing ceremony of Cricket World CupDua LipaDua Lipa In WC 2023 FinalICC Men's Cricket World Cup 2023IND VS AUSIND vs AUS FinalIndiaODI World Cup 2023ODI World Cup 2023 FinalperformPopular singer Dupa Liparun Narendra Modi StadiumTelugu Actress Rekha BojwinsWorld Cupworld cup 2023
Next Article