Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Vadodara: ભારતીય ખેલાડીઓને સપોર્ટ કરવા કોફીથી બનાવી પેઈન્ટિંગ, જુઓ video

Vadodara : ટીમ ઈન્ડિયા ટી20 વર્લ્ડકપની સેમીફાઈનલ મેચ રમવાની છે. ટીમ ઈન્ડિયા ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી અજેય રહી છે. વરસાદના કારણે માત્ર એક મેચ રમાઈ શકી ન હતી. ટી20 વર્લ્ડકપમાં આજે ભારત અને ઈંગ્લેન્ડની મેચ પહેલા વડોદરા(Vadodara )ના એક કલાકારે ભારતીય...
vadodara  ભારતીય ખેલાડીઓને સપોર્ટ કરવા કોફીથી બનાવી પેઈન્ટિંગ  જુઓ video
Advertisement

Vadodara : ટીમ ઈન્ડિયા ટી20 વર્લ્ડકપની સેમીફાઈનલ મેચ રમવાની છે. ટીમ ઈન્ડિયા ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી અજેય રહી છે. વરસાદના કારણે માત્ર એક મેચ રમાઈ શકી ન હતી. ટી20 વર્લ્ડકપમાં આજે ભારત અને ઈંગ્લેન્ડની મેચ પહેલા વડોદરા(Vadodara )ના એક કલાકારે ભારતીય ખેલાડીઓને સ્પોર્ટ કરવા માટે કોફીથી તેમની પેઈન્ટિંગ બનાવી છે.

ઈંગ્લેન્ડ-ભારત વચ્ચે ટક્કર

આઈસીસી મેન્સ ટી20 વર્લ્ડકપ 2024ની બીજી સેમિફાઈનલ મેચ આજે એટલે કે 27 જૂન ગુરુવારે ભારત અને વર્તમાન ચેમ્પિયન ઈંગ્લેન્ડ વચ્ચે રમાશે. ગુયાનાના પ્રોવિડન્સ સ્ટેડિયમમાં બે ભૂતપૂર્વ ચેમ્પિયન વચ્ચેની આ ટક્કર થશે. પ્રથમ સેમીફાઈનલમાં દક્ષિણ આફ્રિકાએ અફઘાનિસ્તાનને 9 વિકેટથી હરાવીને પહેલી વખત આ ટૂર્નામેન્ટની ફાઈનલમાં જગ્યા બનાવી છે, જ્યાં હવે તેનો સામનો ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની બીજી સેમીફાઈનલના વિજેતા સાથે થશે.

Advertisement

Advertisement

ઈંગ્લેન્ડને હરાવીને ટાઈટલ મેચમાં પ્રવેશવાની તક

દક્ષિણ આફ્રિકાની જેમ ટીમ ઈન્ડિયા પણ હાલમાં ટૂર્નામેન્ટમાં વિજય રથ પર સવાર છે. ભારતે સુપર-8માં ભૂતપૂર્વ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાને હરાવીને સેમિફાઈનલમાં પ્રવેશ કર્યો છે. ભારત પાસે ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડને હરાવીને ટાઈટલ મેચમાં પ્રવેશવાની તક છે. ટી20 વર્લ્ડકપ 2022ની સેમીફાઈનલમાં ઈંગ્લેન્ડની ટીમે ભારતને 10 વિકેટથી હરાવ્યું હતું અને હવે ભારત પાસે આ હારનો બદલો લેવાની તક છે.

ભારત-ઈંગ્લેન્ડ મેચ માટે કોઈ રિઝર્વ ડે રાખવામાં આવ્યો નથી

આઈસીસીએ ભારત-ઈંગ્લેન્ડ સેમિફાઈનલ મેચ માટે કોઈ રિઝર્વ ડે રાખ્યો નથી. T20 વર્લ્ડ કપ 2024ની બીજી સેમિફાઇનલ માટે 250 મિનિટનો વધારાનો સમય રાખવામાં આવ્યો છે. ફાઈનલ મેચમાં એક દિવસના ગેપને કારણે આ મેચ માટે કોઈ રિઝર્વ ડે નથી. તમને જણાવી દઈએ કે જો ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડ સામેની સેમીફાઈનલ મેચ જીતશે તો 28 જૂને ફાઇનલમાં તેનો મુકાબલો દક્ષિણ આફ્રિકા સામે થશે.

આ પણ  વાંચો - T20 World Cup : ટીમ ઇન્ડિયાને મળ્યો ગુરુમંત્ર,ટાઈટલ જીતવા કરવું પડશે આ કામ

આ પણ  વાંચો - T20 WORLD CUP માં ખરાબ પ્રદર્શન બાદ SRI LANKA ની ટીમમાં ખળભળાટ!

આ પણ  વાંચો - ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આજે SEMI FINAL નો મહાજંગ, જાણો મેચમાં કોનું પલડું ભારે

Tags :
Advertisement

.

×