Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

World Cup: વિરેન્દ્ર સહેવાગની ભવિષ્યવાણી, વર્લ્ડકપમાં આ ખેડલી બનાવશે સૌથી વધુ રન

પૂર્વ ભારતીય સલામી બેટ્સમેન વિરેન્દ્ર સહેવાગે (Virender Sehwag) કેપ્ટન રોહિત શર્માને લઈ ભવિષ્યવાણી કરી છે. તેમણે કહ્યું કે, વર્લ્ડકપ 2023માં રોહિત શર્મા સૌથી વધુ રન બનાવનારા ખેલાડી બનશે. તેમણે એ પણ કહ્યું કે, ભારતીય પિચ સલામી બેટ્સમેનને અનુરૂપ છે અને...
world cup  વિરેન્દ્ર સહેવાગની ભવિષ્યવાણી  વર્લ્ડકપમાં આ ખેડલી બનાવશે સૌથી વધુ રન
Advertisement

પૂર્વ ભારતીય સલામી બેટ્સમેન વિરેન્દ્ર સહેવાગે (Virender Sehwag) કેપ્ટન રોહિત શર્માને લઈ ભવિષ્યવાણી કરી છે. તેમણે કહ્યું કે, વર્લ્ડકપ 2023માં રોહિત શર્મા સૌથી વધુ રન બનાવનારા ખેલાડી બનશે. તેમણે એ પણ કહ્યું કે, ભારતીય પિચ સલામી બેટ્સમેનને અનુરૂપ છે અને તેમની પાસે સલામી બેટ્સમેન તરીકે સારા રેકોર્ડ્સ છે.

Advertisement

ભારત 12 વર્ષ પછી ફરીથી વર્લ્ડ ચેમ્પિયન બનવાની  તક 

Advertisement

ભારતીય ટીમે છેલ્લી વખત વર્ષ 2011માં ODI વર્લ્ડ કપ જીત્યો હતો. ત્યારબાદ ટીમની કેપ્ટનશીપ અનુભવી મહેન્દ્ર સિંહ ધોની (એમએસ ધોની) પાસે હતી. હવે ભારતના કરોડો અને અબજો ચાહકો ઇચ્છે છે કે ભારત 12 વર્ષ પછી ફરીથી વર્લ્ડ ચેમ્પિયન બને. હવે ટીમની કમાન રોહિત શર્માના હાથમાં રહેશે. વર્લ્ડ કપનું શેડ્યૂલ પણ જાહેર કરવામાં આવ્યું છે, જે 5 ઓક્ટોબરથી શરૂ થશે. આ પહેલા પણ પૂર્વ ભારતીય ઓપનર વીરેન્દ્ર સેહવાગે વર્લ્ડ કપમાં સૌથી વધુ રન બનાવવાની ભવિષ્યવાણી કરી છે.

મોટી ટૂર્નામેન્ટમાં રોહિત કરે છે સારૂં પ્રદર્શન

આ ઉપરાંત તેમણે એ પણ કહ્યું કે, મોટી ટૂર્નામેન્ટમાં રોહિત શર્માના ઉર્જા સ્તરમાં સુધારો જોવા મળે છે. તે પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કરે છે. જેથી મને એવું લાગી રહ્યું છે કે, તે આ ટૂર્નામેન્ટમાં પણ શ્રેષ્ઠ પ્રદર્શન કરશે. રોહિત શર્માએ ઈંગ્લેન્ડમાં આયોજીત વર્લ્ડકપ 2019માં 5 સદી સાથે રનનો ઢગલો કર્યો હતો. તે 5 મેચમાં 648 રન બનાવનારા ખેલાડી હતા.

જેક્સ કૈલિસે જોસ બટલરની કરી ભવિષ્યવાણી

દક્ષિણ આફ્રિકાના પૂર્વ ઓલરાઉન્ડર જેક્સ કૈલિસે પણ સૌથી વધુ રન બનાવનારા ખેલાડીની ભવિષ્યવાણી કરી છે. જેમાં તેમણે જોસ બટલરને સૌથી વધુ બનાવનારા ખેલાડી કહ્યા છે. તેમણે કહ્યું કે, મને લાગે છે કે, જોસ બટલર સૌથી વધુ રન બનાવનારા ખેલાડી બનશે.

આ પણ  વાંચો-ODI WORLD CUP 2023 ની ટિકિટોનું વેચાણ શરૂ થતા જ વેબસાઈટ થઇ ક્રેશ

Tags :
Advertisement

.

×