Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

લખનૌએ RCBને જીતવા માટે આપ્યો 147 રનનો ટાર્ગેટ, Rasikh Salam Dar ઘાતક બોલિંગ

બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાઈ રહેલી હાઈ-વોલ્ટેજ મેચમાં આરસીબીના બોલરોએ લખનઉના બેટ્સમેનોને રીતસરના હંફાવ્યા છે. રસિખ સલામ ડારની 4 અને ભુવીની 3 વિકેટની મદદથી લખનઉ માત્ર 146 રન બનાવી શક્યું છે. 147 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી આરસીબી માટે વિરાટ કોહલી અને દેવદત્ત પડિક્કલ હાલ મોરચો સંભાળી રહ્યા છે, જે જોવું ખૂબ જ રસપ્રદ રહેશે.
લખનૌએ rcbને જીતવા માટે આપ્યો 147 રનનો ટાર્ગેટ  rasikh salam dar ઘાતક બોલિંગ
Advertisement
  • રસિખ સલામ ડારની શાનદાર બોલિંગ, 4 વિકેટ ઝડપી લખનઉને 146 રને રોક્યું (RCB vs LSG:)
  • અનુભવી ભુવનેશ્વર કુમારે 3 વિકેટ ઝડપી આરસીબીની પકડ મજબૂત કરી
  • લખનૌ વતી મિચેલ માર્શે 40 અને મુકુલ ચૌધરીએ 39 રન બનાવ્યા

આઈપીએલ 2026 (IPL 2026) માં આજે એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે રમાઈ રહેલી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુના બોલરોએ શાનદાર પ્રદર્શન કર્યું છે. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી લખનૌ સુપર જાયન્ટ્સની ટીમ 20 ઓવરમાં માત્ર 146 રન બનાવી શકી હતી. આરસીબી ના યુવા બોલર રસિખ સલામ ડારે (Rasikh Salam Dar) પાયમાલ મચાવતા લખનઉની બેટિંગ લાઈનઅપને વેરવિખેર કરી દીધી હતી.

RCB vs LSG: લખનૌ ની નબળી બેટિંગ

લખનૌ ની શરૂઆત ઘણી ધીમી અને ખરાબ રહી હતી. ટીમ વતી મિચેલ માર્શે (Mitchell Marsh) સૌથી વધુ 40 રન અને મુકુલ ચૌધરીએ (Mukul Choudhary) 39 રનનું યોગદાન આપ્યું હતું, પરંતુ અન્ય કોઈ બેટ્સમેન ક્રિઝ પર ટકી શક્યો નહોતો. બેંગલુરુના ચુસ્ત ફિલ્ડિંગ અને ચોકસાઈભરી બોલિંગ સામે લખનઉના તમામ 10 બેટ્સમેનો પેવેલિયન ભેગા થયા હતા.

Advertisement

Advertisement

રસિખ સલામ અને ભુવીની કમાલ

આરસીબી તરફથી રસિખ સલામ ડારે વેધક બોલિંગ કરતા 4 મહત્વની વિકેટો ઝડપી હતી. જ્યારે અનુભવી બોલર ભુવનેશ્વર કુમારે (Bhuvneshwar Kumar) પણ પોતાની લય જાળવી રાખતા 3 વિકેટ ઝડપી લખનઉને બેકફૂટ પર ધકેલી દીધું હતું. કૃણાલ પંડ્યાએ (Krunal Pandya) પણ 2 વિકેટ મેળવી હતી.

કોહલી ઇમ્પેક્ટ પ્લેયર તરીકે મેદાનમાં

147 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી આરસીબીની શરૂઆત મિશ્ર રહી હતી. ફિલ સોલ્ટ (Phil Salt) વહેલો આઉટ થતા ટીમને પહેલો ઝટકો લાગ્યો હતો, પરંતુ હાલમાં વિરાટ કોહલી (Virat Kohli) ઇમ્પેક્ટ પ્લેયર તરીકે અને દેવદત્ત પડિક્કલ (Devdutt Padikkal) ક્રિઝ પર મોજૂદ છે. કેપ્ટન રજત પાટીદારે (Rajat Patidar) ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો જે નિર્ણય લીધો હતો, તે બોલરોએ સાચો સાબિત કરી દીધો છે.

આ પણ વાંચો: મુંબઈના 'હિટમેન'ને વાગ્યું ગ્રહણ: રોહિત શર્મા ઈજાના કારણે પંજાબ સામેની મેચમાંથી બહાર!

Tags :
Advertisement

.

×