ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

WTC Final પહેલા ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમને મોટો ઝટકો, ડેવિડ વોર્નર લેશે સંન્યાસ !

7 જૂનથી ભારત અને ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમ વચ્ચે ઓવલમાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચ શરુ થશે. આ પહેલા ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ક્રિકેટર ડેવિડ વોર્નરને (David Warner) લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આવતા વર્ષે ડેવિડ વોર્નર ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લેશે.ભારતીય...
04:43 PM Jun 03, 2023 IST | Hiren Dave
7 જૂનથી ભારત અને ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમ વચ્ચે ઓવલમાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચ શરુ થશે. આ પહેલા ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ક્રિકેટર ડેવિડ વોર્નરને (David Warner) લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આવતા વર્ષે ડેવિડ વોર્નર ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લેશે.ભારતીય...

7 જૂનથી ભારત અને ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમ વચ્ચે ઓવલમાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચ શરુ થશે. આ પહેલા ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ક્રિકેટર ડેવિડ વોર્નરને (David Warner) લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આવતા વર્ષે ડેવિડ વોર્નર ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લેશે.ભારતીય ટીમ સામે સૌથી મોટા મુકાબલા પહેલા વોર્નર એ ક્રિકેટમાં પોતાના ભવિષ્ય અંગેની તસ્વીર સાફ કરી દીધી છે. વોર્નર આવતા વર્ષે જાન્યુઆરી મહિનામાં ટેસ્ટ ક્રિકેટમાંથી વિદાઈ લેવાની તૈયારીમાં છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલની પહેલા જ આ તેનું સૌથી મોટું એલાન છે.

ડેવિડ વોર્નર છેલ્લા ઘણા સમયથી ખરાબ ફોર્મથી પસાર થઈ રહ્યો છે. વોર્નરના ટેસ્ટ કરિયર પર છેલ્લા કેટલાક સમયથી સવાલ થઈ રહ્યા છે. ઓસ્ટ્રેલિયન ક્રિકેટમાં એ પણ ચર્ચા હતી કે તેને ભારત વિરુદ્ધ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં અને તેના પછી ઈંગ્લેન્ડ વિરુદ્ધ એશિઝ સીરિઝ માટે ટીમમાં લેવામાં આવે કે ના આવે ?

ઉલ્લેખનીય છે કે વોર્નરની અત્યાર સુધીની કારકિર્દી શાનદાર રહી છે. તેણે 102 ટેસ્ટ મેચમાં 8158 રન બનાવ્યા છે. આ દરમિયાન વોર્નરે 3 બેવડી સદી, 25 સદી અને 34 અડધી સદી ફટકારી છે. ટેસ્ટ ઈન્ટરનેશનલમાં તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર 335 રન છે. તેણે ભારત, ઈંગ્લેન્ડ, વેસ્ટ ઈન્ડિઝ અને પાકિસ્તાન સહિત ઘણી મોટી ટીમો સામે શાનદાર પ્રદર્શન કર્યું છે.

વોર્નરે કહ્યું કે તમારે રન બનાવવા પડશે. મેં હંમેશા કહ્યું છે કે (2024)  T20 વર્લ્ડ કપ કદાચ મારી છેલ્લી મેચ હશે. હું વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ અને એશિઝ સિરીઝ બાદ પાકિસ્તાન સામેની સિરીઝમાં છેલ્લી વખત રમીશ.

Tags :
2024 T20 World CupDavid WarnerDavid Warner RetirementTest Retirement Plans
Next Article