Abhishek Sharma: ભારતીય ઓપનિંગ બેટ્સમેન (Indian opening batsman) અભિષેક શર્મા 2026 T20 વર્લ્ડ કપ (2026 T20 World Cup) ની પહેલી મેચ રમ્યા બાદ બીમાર પડી ગયો હતો. પરિણામે, દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ (Arun Jaitley Stadium) માં ગુરુવારે રમાનારી મેચ માટે તેને પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કરવામાં આવ્યો ન હતો. ટીમ ઇન્ડિયાનો આગામી મુકાબલો 15 ફેબ્રુઆરીએ કોલંબોમાં કટ્ટર હરીફ પાકિસ્તાન સામે છે. આ મેચમાં અભિષેકની ભાગીદારીમાં શંકામાં છે.
![Abhishek Sharma 01_GUJARAT_FIRST]()
ટોસ દરમિયાન નામિબિયા સામેની મેચ પહેલા અભિષેક શર્મા વિશે અપડેટ આપતા, કેપ્ટન સૂર્યકુમાર યાદવે (Captain Suryakumar Yadav) કહ્યું હતું કે, તેને સ્વસ્થ થવામાં થોડો સમય લાગી શકે છે. જોકે, મેચ પછી, ટીમ ઈન્ડિયાના સ્ટાર સ્પિનર વરુણ ચક્રવર્તી (Varun Chakravarty) એ અભિષેક વિશે સારા સમાચાર શેર કર્યા અને તેના જલ્દી સ્વસ્થ થવાના સંકેત આપ્યા હતા.
આ પણ વાંચો---- India vs Namibia Result : ભારતે એકતરફી મેચમાં નામિબિયાને 93 રનથી હરાવ્યું
Abhishek Sharma: વરુણ ચક્રવર્તી અભિષેક શર્મા વિશે અપડેટ આપી
નામિબિયા સામેની મેચ બાદ બ્રોડકાસ્ટર (Broadcaster) સાથે વાત કરતા વરુણ ચક્રવર્તીએ કહ્યું, "મેં અભિષેક સાથે વાત કરી છે અને તે હવે સ્વસ્થ છે. તેણે આજે પ્રેક્ટિસ (Practice) કરી. અભિષેકે મને કહ્યું કે તે ટૂંક સમયમાં પાછો આવશે."
![Abhishek Sharma 02_GUJARAT_FIRST]()
ચક્રવર્તી પહેલા, કેપ્ટન સૂર્યકુમાર યાદવે પણ અભિષેક વિશે અપડેટ (Update) આપ્યું હતું. તેમણે કહ્યું, "અભિષેક શર્મા હજુ સંપૂર્ણ રીતે ફીટ નથી અને એક-બે મેચ ચૂકી શકે છે."
Abhishek Sharma: અભિષેકને હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો
દિલ્હી પહોંચ્યા પછી અભિષેક શર્માની તબિયત બગડી ગઈ હતા. તેને હોસ્પિટલ (Hospital) માં દાખલ કરવામાં આવ્યા. જોકે હાલ અભિષેકને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે, પરંતુ તે હજુ સુધી સંપૂર્ણપણે સ્વસ્થ નથી. શર્માને પેટમાં ઈન્ફેક્શન (Stomach infection) અને ખૂબ તાવ આવ્યો હતો, જેના કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ સમયગાળા દરમિયાન તેનું વજન પણ ઘટ્યું હતું. આ જ કારણોસર હવે અભિષેક શર્માનું પાકિસ્તાન સામેની મેચમાં ભાગ લેવાનું અશક્ય જણાઈ રહ્યું છે.
![Abhishek Sharma 03_GUJARAT_FIRST]()
નિર્ણય કોલંબોમાં લેવામાં આવશે
અભિષેક શર્મા પાકિસ્તાન (Pakistan) સામેની મોટી મેચમાં રમશે કે નહીં, તે તેના નેટ સેશન પર આધાર રાખે છે. જો ડાબોડી બેટ્સમેન નિયમિતપણે લાંબા સેશન (Long session) માટે નેટમાં પ્રેક્ટિસ કરે અને કોઈ સમસ્યા ન હોય તો જ તે પાકિસ્તાન મેચ માટે લાયક બનશે.
આ પણ વાંચો---- T20 WC 2026: બહિષ્કારથી યુ-ટર્ન સુધી, ભારત સામે મેચ મુદ્દે પાકિસ્તાનની મોટી પીછેહઠ