Abhishek Sharma Health Update : પાકિસ્તાન સામેની મહામુકાબલા પહેલા ટીમ ઈન્ડિયા માટે ‘ગુડ ન્યૂઝ’, વિસ્ફોટક ઓપનરની વાપસી
- ઓપનર અભિષેક શર્મા હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ, ટીમમાં વાપસી (Abhishek Sharma Health Update )
- તાવ અને ઇન્ફેક્શનના કારણે દિલ્હીની હોસ્પિટલમાં હતા દાખલ
- 15 ફેબ્રુઆરીએ પાકિસ્તાન સામે રમાનાર મેચમાં રમી શકે છે
આગામી T20 વર્લ્ડ કપ 2026 (T20 World Cup 2026) માં ભારતીય ટીમ (Indian Team) પોતાની વિજયકૂચ જાળવી રાખવા તૈયાર છે. ભારતીય ટીમ ગુરુવારે નામિબિયા (Namibia) સામે ટકરાશે, પરંતુ ફેન્સની આતુરતા 15 ફેબ્રુઆરીએ રમાનાર ભારત vs પાકિસ્તાન (India vs Pakistan) મુકાબલા પર છે. આ હાઈ-વોલ્ટેજ મેચ શ્રીલંકાના કોલંબો સ્થિત આર. પ્રેમદાસા સ્ટેડિયમ (R. Premadasa Stadium) માં રમાશે.
Abhishek Sharma Health Update : અભિષેક શર્માની તબિયતમાં સુધારો
પાકિસ્તાન સામેની મેચ પહેલા ભારતીય કેમ્પમાંથી સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. સ્પોર્ટ્સ એડિટર અભિષેક ત્રિપાઠી (Abhishek Tripathi) ના અહેવાલ મુજબ, યુવા ઓપનર અભિષેક શર્મા (Abhishek Sharma) ને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. અગાઉ, તેમને પેટમાં ચેપ (Stomach Infection) અને તાવને કારણે દિલ્હીની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હવે તેઓ સાજા થઈને ટીમ સાથે જોડાઈ ગયા છે.
પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન અને વિકલ્પો
જો મેનેજમેન્ટ અભિષેક શર્માને નામિબિયા સામે આરામ આપવાનું નક્કી કરશે, તો તેમના સ્થાને સંજુ સેમસન (Sanju Samson) ઓપનિંગમાં જોવા મળી શકે છે. જોકે, પાકિસ્તાન સામેની મહત્વની મેચમાં અભિષેકનું ફોર્મ ભારત માટે ટ્રમ્પ કાર્ડ સાબિત થઈ શકે છે. ભલે તેઓ યુએસએ (USA) સામે ખાતું ખોલાવવામાં નિષ્ફળ રહ્યા હોય, પરંતુ તેમનો તાજેતરનો ટ્રેક રેકોર્ડ શાનદાર છે.
ન્યૂઝીલેન્ડ શ્રેણીમાં મચાવ્યો હતો તરખાટ
અભિષેક શર્મા હાલમાં જબરદસ્ત ફોર્મમાં છે. ન્યૂઝીલેન્ડ (New Zealand) સામેની T20 શ્રેણીમાં તેમણે 45.50 ની સરેરાશ અને 249.32 ના વિસ્ફોટક સ્ટ્રાઇક રેટ સાથે 182 રન બનાવ્યા હતા. આ ઇનિંગ્સ દરમિયાન તેમણે 16 ચોગ્ગા અને 15 ગગનચુંબી છગ્ગા ફટકાર્યા હતા.
આ પણ વાંચો : T20 World Cup 2026 : શું ભારતીય બેટ્સમેનોના બેટમાં કંઈક ‘ખાસ’ છે? Bhanuka Rajapaksa ના નિવેદનથી મચ્યો ખળભળાટ


