Abhishek Sharmaની તોફાની સદી, દિલ્હી સામે 68 બોલમાં 135 રન બનાવી રચ્યો ઈતિહાસ
- હૈદરાબાદના ઓપનર અભિષેક શર્માએ માત્ર 47 બોલમાં ફટકારી આક્રમક સદી (Abhishek Sharma Explosive Century)
- દિલ્હી કેપિટલ્સ સામેની ઈનિંગમાં 10 સિક્સર અને 10 ચોગ્ગાનો મારો ચલાવ્યો
- 68 બોલમાં અણનમ 135 રન સાથે IPL ઈતિહાસનો 5મો સર્વોચ્ચ સ્કોર બનાવ્યો
- રાજીવ ગાંધી સ્ટેડિયમમાં બોલરોનું ધોવાણ કરી હૈદરાબાદને અપાવી મજબૂત સ્થિતિ
ઇન્ડિયન પ્રીમિયર લીગ 2026 [IPL 2026] માં રવિવારે રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ (Rajiv Gandhi International Cricket Stadium) ખાતે રમાયેલી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદના (Sunrisers Hyderabad) ઓપનિંગ બેટ્સમેન અભિષેક શર્માએ [Abhishek Sharma] રનનો પહાડ ઉભો કરી દીધો હતો. દિલ્હી કેપિટલ્સ [Delhi Capitals] સામેની આ 31મી મેચમાં અભિષેકે માત્ર 47 બોલમાં પોતાની શાનદાર સદી પૂરી કરી હતી. આ તેની IPL કારકિર્દીની બીજી સદી છે.
Abhishek Sharma Explosive Century : ચારેતરફ સિક્સરોનો વરસાદ
અભિષેક શર્મા શરૂઆતથી જ આક્રમક મૂડમાં જોવા મળ્યો હતો. તેણે માત્ર 25 બોલમાં અક્ષર પટેલના [Axar Patel] બોલ પર બે રન લઈને પોતાની અડધી સદી પૂરી કરી હતી. ત્યારબાદ તેણે રમતની ગતિ વધારી અને કુલદીપ યાદવ [Kuldeep Yadav] તથા મુકેશ કુમારની [Mukesh Kumar] બોલિંગ પર ચોગ્ગા અને છગ્ગાની ઝડી લગાવી દીધી હતી. અંતે નીતિશ રાણાના [Nitish Rana] બોલ પર બે ગગનચુંબી સિક્સર ફટકારીને તેણે પોતાની સદી પૂર્ણ કરી હતી.
Nervous nineties simply do not exist for this man 😬
🎥 An unforgettable way for Abhishek Sharma to bring up his HUNDRED! 🌟
Updates ▶️ https://t.co/VgUjXDlrDh#TATAIPL | #KhelBindaas | #SRHvDC | @SunRisers | @OfficialAbhi04 pic.twitter.com/FdMlwmXt1l
— IndianPremierLeague (@IPL) April 21, 2026
IPL ઈતિહાસની 5મી સૌથી મોટી ઈનિંગ
આ મેચમાં અભિષેક શર્મા 68 બોલમાં 135 રન બનાવીને અણનમ રહ્યો હતો. આ ઈનિંગમાં તેણે કુલ 10 ચોગ્ગા અને 10 છગ્ગા ફટકાર્યા હતા. આ સાથે જ તે IPL ના ઈતિહાસમાં પાંચમો સૌથી મોટો વ્યક્તિગત સ્કોર બનાવનાર ખેલાડી બની ગયો છે. નોંધનીય છે કે, IPL માં સૌથી મોટા સ્કોરનો રેકોર્ડ ક્રિસ ગેલ [Chris Gayle] (175*) અને બીજા ક્રમે બ્રેન્ડન મેક્કુલમ [Brendon McCullum] (158*) ના નામે છે. અભિષેકનો આ સ્કોર તેના ગયા વર્ષના 141 રન બાદ બીજો શ્રેષ્ઠ સ્કોર છે.
આ પણ વાંચો: MI WON AGAINST GT : મુંબઈ ઈન્ડિયન્સે ગુજરાત ટાઇટન્સને 99 રને હરાવ્યું, તિલક અને અશ્વિની મેચના હીરો


