ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Asia Cup 2025 માટે અફઘાનિસ્તાનની પ્રીલિમિનિરી ટીમની જાહેરાત !

અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમ UAE ની ધરતી પર ટ્રાઈ સિરીઝમાં ભાગ લેશે, જેમાં તે પાકિસ્તાન અને UAE સામે રમશે.
09:00 PM Aug 05, 2025 IST | Hiren Dave
અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમ UAE ની ધરતી પર ટ્રાઈ સિરીઝમાં ભાગ લેશે, જેમાં તે પાકિસ્તાન અને UAE સામે રમશે.
afghanistan cricket team

Asia Cup 2025 : એશિયા કપ 2025 સપ્ટેમ્બર (Asia cup 2025 )મહિનામાં રમાશે. આ વખતે આ ટુર્નામેન્ટ UAE ની ધરતી પર રમાશે, જેમાં કુલ 8 ટીમો ભાગ લેશે. આગામી ટુર્નામેન્ટ માટે બધી ટીમોએ પોતાની તૈયારીઓ શરૂ કરી દીધી છે.અફઘાનિસ્તાન ટીમે(Afghanistan Cricket) ટ્રેનિંગ કેમ્પ માટે પોતાની પ્રીલિમિનિરી ટીમની જાહેરાત કરી છે. જેથી ટ્રાઈ સિરીઝ અને Asia cup 2025 માટે તેની તૈયારીઓ સારી રીતે થઈ શકે.

 

રાશિદ ખાન બન્યો ટીમનો કેપ્ટન

ટ્રાઈ સિરીઝ અને એશિયા કપ પહેલા અફઘાનિસ્તાનની ટીમ યુએઈમાં બે અઠવાડિયાના ટ્રેનિંગ કેમ્પમાં ભાગ લેશે. હવે અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડે ટ્રેનિંગ કેમ્પ માટે રાશિદ ખાનને પ્રીલિમિનિરી ટીમનો કેપ્ટન બનાવ્યો છે. ટીમમાં કુલ 22 ખેલાડીઓને તક મળી છે.

એશિયા કપ 2025 માં અફઘાનિસ્તાનનું શેડ્યુલ Asia Cup 2025

આ પણ  વાંચો -WWE અને AEW વચ્ચે નવો વિવાદ સર્જાયો, ટોની ખાને ગંભીર આરોપ લગાવ્યા

ગુરબાઝનો પણ ટીમમાં સમાવેશ

ટીમમાં રહેમાનુલ્લાહ ગુરબાઝ, અઝમતુલ્લાહ ઉમરઝાઈ અને સેદિકુલ્લાહ અટલ જેવા ખેલાડીઓને તક મળી છે. આ ખેલાડીઓએ છેલ્લા કેટલાક સમયથી ટીમ માટે સારું પ્રદર્શન કર્યું છે અને ઘણી મેચો પણ જીતી છે. ફઝલહક ફારૂકી અને નવીન ઉલ હક બોલિંગ એટેકની જવાબદારી સંભાળતા જોવા મળશે.

આ પણ  વાંચો-WTC Points Table : ટીમ ઈન્ડિયાની મોટી છલાંગ,ઇંગ્લેન્ડને થયું મોટું નુકસાન,જુઓ નંબર-1 કોણ છે?

એશિયા કપ 2025 પહેલા અફઘાનિસ્તાનની ટીમ રમશે ટ્રાઈ સિરીઝ

અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમ UAE ની ધરતી પર ટ્રાઈ સિરીઝમાં ભાગ લેશે, જેમાં તે પાકિસ્તાન અને UAE સામે રમશે. આ પછી ટીમ એશિયા કપ 2025 માં ભાગ લેશે. આગામી ટુર્નામેન્ટ માટે ટીમને ગ્રુપ B માં સામેલ કરવામાં આવી છે, જ્યાં તેના સિવાય બાંગ્લાદેશ, શ્રીલંકા અને હોંગકોંગની ટીમોનો સમાવેશ થાય છે. એશિયા કપ 2025માં, અફઘાન ટીમ 9 સપ્ટેમ્બરે હોંગકોંગ સામે પોતાની પહેલી મેચ રમશે. આ પછી તે 16 સપ્ટેમ્બરે બાંગ્લાદેશનો સામનો કરશે.

Tags :
afghanistan cricket Teamafghanistan squadasia cup 2025cricket teamlatest cricket
Next Article