Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

હાર્દિક પંડ્યા બાદ હવે શિખર ધવન પ્રેમમાં! આ સુંદર છોકરીએ કર્યું જાહેરમાં Confesion

Shikhar Dhawan and Sophie Shine are now in a relationship : આજે સોશિયલ મીડિયા (Social Media) ના જમાનામાં સેલિબ્રિટીથી લઇને ક્રિકેટર કે પછી સામાન્ય નાગરિક ઘણા જાહેર મંચો પર પોતાના જીવનમાં ચાલી રહેલી માહિતીને શેર કરતા રહે છે.
હાર્દિક પંડ્યા બાદ હવે શિખર ધવન પ્રેમમાં  આ સુંદર છોકરીએ કર્યું જાહેરમાં confesion
Advertisement
  • શિખર ધવને જાહેર કર્યો પોતાનો પ્રેમ
  • શિખર ધવન અને સોફી શાઇન હવે રિલેશનશિપમાં!
  • સોફી શાઇન સાથે શિખર ધવનની ફોટો વાયરલ
  • 'મારો પ્રેમ' સાથે સોફી શાઇનનું રોમેન્ટિક કન્ફેશન
  • હાર્દિક પંડ્યા પછી હવે શિખર ધવન પ્રેમમાં!

Shikhar Dhawan and Sophie Shine are now in a relationship : આજે સોશિયલ મીડિયા (Social Media) ના જમાનામાં સેલિબ્રિટીથી લઇને ક્રિકેટર કે પછી સામાન્ય નાગરિક ઘણા જાહેર મંચો પર પોતાના જીવનમાં ચાલી રહેલી માહિતીને શેર કરતા રહે છે. ત્યારે આજકાલ ભારતીય ક્રિકેટરો (Indian cricketers) ના જીવનમાં પ્રેમનો માહોલ ખીલી રહ્યો છે. હાર્દિક પંડ્યા, યુઝવેન્દ્ર ચહલથી લઈને શિખર ધવન સુધી, ઘણા ક્રિકેટરોની લવ સ્ટોરીઝ (love stories) ચર્ચાનું કેન્દ્ર બની રહી છે. ખાસ કરીને, શિખર ધવન (Shikhar Dhawan) ની તાજેતરની સોશિયલ મીડિયા પોસ્ટે તેમના ચાહકોમાં ઉત્સાહનો સંચાર કર્યો છે. ગુરુવારે રાતથી શિખર ધવન સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યો છે, અને આનું કારણ છે તેના જીવનમાં આવેલો નવો પ્રેમ. શિખર ધવન અને તેની ગર્લફ્રેન્ડ સોફી શાઇને પોતાના સંબંધોની સત્તાવાર જાહેરાત કરી દીધી છે, જેની એક રોમેન્ટિક તસવીર અને હૃદયસ્પર્શી કેપ્શનથી લોકોનું ધ્યાન ખેંચ્યું છે. આ પોસ્ટ વાયરલ થતાં જ ચાહકો શિખરને અભિનંદન આપવામાં વ્યસ્ત થઈ ગયા છે.

શિખર ધવનની વાયરલ પોસ્ટ

ગુરુવારે, શિખર ધવને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર સોફી શાઇન સાથેના પોતાના સંબંધોની પુષ્ટિ કરી છે, જેનાથી બંને વિશેની અટકળોનો અંત આવ્યો છે. શિખરે સોફી શાઇનની પોસ્ટ પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કરી, જેમાં સોફીએ કેપ્શનમાં લખ્યું હતું, "My Love." આ પોસ્ટમાં શેર કરવામાં આવેલી રોમેન્ટિક તસવીરમાં શિખર અને સોફી એકબીજાની સાથે બેઠેલા અને ખુશીથી હસતા જોવા મળે છે. આ તસવીરે ચાહકોના દિલ જીતી લીધા છે અને તે આવતાની સાથે જ વાયરલ થઈ ગઈ છે. બંને લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા અને અવારનવાર સાથે જોવા મળતા હતા, જેના કારણે ચાહકોમાં તેમના સંબંધો વિશે અટકળો ચાલી રહી હતી.

Advertisement

 

View this post on Instagram

 

A post shared by Soph (@sophieshine93)

Advertisement

તસવીર અને ચાહકોનો ઉત્સાહ

વાયરલ થયેલી તસવીરમાં સોફી શાઇન કાળા ડ્રેસમાં અને શિખર ધવન ભૂરા રંગના શર્ટમાં જોવા મળે છે. બંનેની ખુશી અને રોમેન્ટિક અંદાજ ચાહકોને ખૂબ પસંદ આવ્યો છે. આ પોસ્ટ પર હાર્દિક પંડ્યાની કથિત ગર્લફ્રેન્ડ જાસ્મીન વાલિયાએ સૌથી પહેલા પ્રતિક્રિયા આપી અને લખ્યું, "સુંદર." એક યુઝરે ટિપ્પણી કરી, "હોટનેસ ઓવરલોડેડ," જ્યારે અન્ય એકે લખ્યું, "ભગવાન તમને બંનેને હંમેશા ખુશ રાખે." આવી અનેક હૃદયસ્પર્શી ટિપ્પણીઓથી પોસ્ટ ભરાઈ ગઈ છે, જે શિખર અને સોફીના સંબંધો પ્રત્યે ચાહકોનો ઉત્સાહ દર્શાવે છે.

સોફી શાઇન કોણ છે?

સોફી શાઇન એક આયર્લેન્ડની વતની પ્રોડક્ટ કન્સલ્ટન્ટ છે. તેણીએ લિમેરિક ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાંથી માર્કેટિંગ અને મેનેજમેન્ટમાં ડિગ્રી મેળવી છે અને આયર્લેન્ડની કાસલરોય કોલેજમાંથી સ્નાતક થયા છે. હાલમાં, સોફી અબુ ધાબીમાં નોર્ધન ટ્રસ્ટ કોર્પોરેશનમાં વાઇસ પ્રેસિડેન્ટ તરીકે કામ કરે છે. જોકે, શિખર અને સોફી પહેલીવાર ક્યાં અને કેવી રીતે મળ્યા તે અંગે કોઈ સ્પષ્ટ માહિતી જાહેર કરવામાં આવી નથી. અહેવાલો અનુસાર, બંને દુબઈમાં મળ્યા હોવાનું માનવામાં આવે છે. શિખરે સૌપ્રથમ 13 જૂન, 2023ના રોજ સોફીની ઇન્સ્ટાગ્રામ પોસ્ટ લાઇક કરી હતી, જેનાથી તેમના સંબંધોની અટકળોને વેગ મળ્યો હતો. સોફી 2024માં શિખરની નિવૃત્તિની જાહેરાત વખતે અને કેટલીક મેચો દરમિયાન તેની સાથે જોવા મળી હતી.

શિખરની પ્રેમકથાની ચર્ચા

શિખર ધવન લાંબા સમયથી પોતાના અંગત જીવન વિશે ચુપ હતો, પરંતુ આ પોસ્ટે તેના ચાહકોને આશ્ચર્યચકિત કરી દીધા છે. બંનેની રોમેન્ટિક તસવીર અને સોફીના પ્રેમભર્યા કેપ્શને લોકોનું દિલ જીતી લીધું છે. આ ઘટનાએ એકવાર ફરીથી સાબિત કર્યું છે કે ભારતીય ક્રિકેટરોનું જીવન મેદાનની બહાર પણ રોમાંચક અને રોમેન્ટિક છે. ચાહકો હવે શિખર અને સોફીના સંબંધોના આગળના તબક્કાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

આ પણ વાંચો :  પીળી જર્સીનો શહેનશાહ શું હવે વિદાયના દ્વારે?

Tags :
Advertisement

.

×