દોસ્તના મોતના સમાચાર સાંભળી Virat Kohli ને લાગ્યો ઝટકો, રોહિત શર્માની લીધી હતી વિકેટ
- ક્રિકેટ જગત માટે માઠા સમાચાર: Virat Kohli ના સાથી ખેલાડીનું નિધન
- પંજાબના ફાસ્ટ બોલર અમનપ્રીત સિંહ ગિલનું 36 વર્ષે અવસાન
- છેલ્લા 6 મહિનાથી ગંભીર બીમારી સામે લડી રહ્યા હતા ગિલ
- અંડર-19 ક્રિકેટમાં વિરાટ કોહલી સાથે ભારત માટે આપ્યું યોગદાન
- વર્ષ 2008માં ડેબ્યૂ મેચમાં જ રોહિત શર્માને કર્યા હતા આઉટ
- વિરાટ કોહલીએ સોશિયલ મીડિયા પર ભાવુક થઈને અર્પી શ્રદ્ધાંજલિ
Virat Kohli Teammate: ભારતીય ક્રિકેટ જગત માટે એક અત્યંત દુખદ સમાચાર સામે આવ્યા છે. ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટર વિરાટ કોહલી (Virat Kohli) અને કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma) સાથે રમી ચૂકેલા પંજાબના ફાસ્ટ બોલર અમનપ્રીત સિંહ ગિલનું (Amanpreet Singh Gill) માત્ર 36 વર્ષની વયે નિધન થયું છે. આ સમાચાર વાયુવેગે પ્રસરતા રમતપ્રેમીઓમાં શોકની લાગણી ફરી વળી છે. ખાસ કરીને વિરાટ કોહલી આ ઘટનાથી ખૂબ જ સ્તબ્ધ થઈ ગયો છે અને તેણે સોશિયલ મીડિયા દ્વારા પોતાના મિત્રને શ્રદ્ધાંજલિ અર્પી છે.
Virat Kohli : લાંબી માંદગી બાદ તોડી છેલ્લી આશા
અમનપ્રીત સિંહ ગિલ લાંબા સમયથી બીમાર હતા. છેલ્લા 6 મહિનાથી તેમની ગંભીર સારવાર ચાલી રહી હતી, પરંતુ કમનસીબે ડોક્ટરો તેમને બચાવી શક્યા નહોતા. ગિલના નિધનના સમાચાર મળતા જ વિરાટ કોહલીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ લખી હતી કે, "અમનપ્રીત સિંહ ગિલના નિધનના સમાચાર સાંભળીને મને ઊંડો આઘાત લાગ્યો છે. તેના પરિવાર અને નજીકના લોકો માટે પ્રાર્થના કરું છું કે તેમને આ દુખ સહન કરવાની શક્તિ મળે. તેની આત્માને શાંતિ મળે. ઓમ શાંતિ."
Deeply saddened to hear about the passing of former Punjab cricketer Amanpreet Singh Gill at such a young age 🙏 Heartfelt condolences to his family, friends and everyone who knew him. Om Shanti
— Shikhar Dhawan (@SDhawan25) May 7, 2026
યાદગાર ક્રિકેટ કરિયર અને રોહિતની વિકેટ
અમનપ્રીત સિંહ ગિલ અંડર-19 ક્રિકેટ (Under-19 Cricket) દરમિયાન વિરાટ કોહલીના ખાસ સાથી રહ્યા હતા. શ્રીલંકામાં રમાયેલી અંડર-19 ટ્રાય સિરીઝમાં (Sri Lanka Tri-series) તેમણે ભારત તરફથી શાનદાર પ્રદર્શન કર્યું હતું. તે શ્રેણીમાં મનીષ પાંડે પણ ટીમનો હિસ્સો હતા. અમનપ્રીતે તે શ્રેણીની 5 મેચોમાં 9 વિકેટ ઝડપીને પોતાની પ્રતિભા સાબિત કરી હતી.
Shocked and saddened to hear about Amanpreet Gill’s passing. Sending prayers and strength to his family and loved ones. Rest in peace. Om Shanti 🙏
— Virat Kohli (@imVkohli) May 7, 2026
ગિલના કરિયરની સૌથી યાદગાર ક્ષણ
ગિલના કરિયરની સૌથી યાદગાર ક્ષણ રણજી ટ્રોફીમાં (Ranji Trophy) જોવા મળી હતી. વર્ષ 2008માં મુંબઈ સામે રમાયેલી મેચમાં તેમણે ફર્સ્ટ ક્લાસ ડેબ્યૂ (First Class Debut) કર્યું હતું. આ મેચમાં રોહિત શર્મા પણ રમી રહ્યો હતો. અમનપ્રીતે શાનદાર બોલિંગ કરતા રોહિત શર્માને આઉટ કર્યો હતો. પ્રથમ મેચમાં જ તેમણે 4 વિકેટ ઝડપીને તરખાટ મચાવ્યો હતો. તેમણે પંજાબ માટે રમાયેલી 6 મેચોમાં કુલ 11 વિકેટ લીધી હતી. તેમની અકાળે વિદાયથી પંજાબ ક્રિકેટ એસોસિએશન અને સાથી ખેલાડીઓમાં ગમગીની છવાઈ ગઈ છે.
આ પણ વાંચો: J.P. Morgan executive Case: "લોર્ના હજદિની થ્રીસમ માટે કરતી હતી મજબૂર"!


