Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ambati Raydu એ દસ જ દિવસમાં રાજનીતિમાંથી કરી પીછેહઠ

Ambati Raydu : પૂર્વ ભારતીય ક્રિકેટર અને ચેન્નાઈ સુપર કિંગ્સના સ્ટાર ખિલાડી Ambati Raydu આમ તો ક્રિકેટના બધા જ ફોર્મેટ માંથી સન્યાસ લઈ ચૂક્યા છે. પરંતુ તે ખબરોમાં ત્યારે આવ્યા હતા જ્યારે તેમણે  28 ડિસેમ્બરે YSRCP પાર્ટી સાથે હાથ મિલાવીને...
ambati raydu એ દસ જ દિવસમાં રાજનીતિમાંથી કરી પીછેહઠ
Advertisement

Ambati Raydu : પૂર્વ ભારતીય ક્રિકેટર અને ચેન્નાઈ સુપર કિંગ્સના સ્ટાર ખિલાડી Ambati Raydu આમ તો ક્રિકેટના બધા જ ફોર્મેટ માંથી સન્યાસ લઈ ચૂક્યા છે. પરંતુ તે ખબરોમાં ત્યારે આવ્યા હતા જ્યારે તેમણે  28 ડિસેમ્બરે YSRCP પાર્ટી સાથે હાથ મિલાવીને રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. પરંતુ હવે અંબાતી રાયડુએ પોતાના એક નિર્ણયથી બધાને ચોંકાવી દીધા છે.

આજના દિવસે 6 જાન્યુઆરીએ 10 દિવસમાં જ ક્રિકેટરે પોતાનો નિર્ણય બદલી નાખ્યો છે, અને રાજનીતિ માંથી પોતે પીછેહઠ કરી છે.  તેણે આવું શા માટે કર્યું તેની માહિતી બહાર આવી નથી. પરંતુ રાયડુએ પોતે આ માહિતી સોશિયલ મીડિયા પર શેર કરી છે.

Advertisement

Ambati Raydu એ કરી સોશિયલ મીડિયા ઉપર જાહેરાત 

Advertisement

X પર પોતાની પોસ્ટ શેર કરતી વખતે રાયડુએ લખ્યું, 'આ બધાને જણાવવા માટે છે કે મેં YSRCP પાર્ટી છોડવાનો નિર્ણય લીધો છે અને થોડા દિવસો માટે રાજકારણથી દૂર રહેવા માંગુ છું. આગળની કાર્યવાહી અંગેની માહિતી ટૂંક સમયમાં દરેક સાથે શેર કરવામાં આવશે.' આ રાજકારણનો મામલો બની ગયો છે. ઘણીવાર ક્રિકેટની દુનિયામાં પણ રાયડુ આ જ રીતે પહેલા નિવૃત્તિની જાહેરાત કરતા અને પછી તેને પરત લેતા જોવા મળ્યા છે.

થોડા દિવસ પહેલા જ રાજનીતિમાં જોડાયા હતા

37 વર્ષીય પૂર્વ ક્રિકેટરે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધા બાદ રાજનીતિની પિચમાં જોડાયા હતા. તેઓ આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડીની પાર્ટી યુવા શ્રમિક રાયથુ કોંગ્રેસ પાર્ટી (YSR)માં વિધિવત રીતે જોડાયા હતા. ઉલ્લેખનીય છે કે, અંબાતી રાયડુ આ વર્ષે જૂનમાં આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડીને મળ્યા હતા, ત્યારે જગન મોહન રેડ્ડી ઇચ્છતા હતા કે રાયડુ આગામી ચૂંટણી લડે, પરંતુ હજુ સુધી એ નક્કી નથી થયું કે તેમને લોકસભા ચૂંટણી માટે ટિકિટ ક્યાંથી મળશે. જો રાયડુ લોકસભા ચૂંટણી લડે છે તો તેને માછલીપટ્ટનમથી ટિકિટ આપવામાં આવી શકે છે, જો કે, આ અંગે પક્ષ દ્વારા નિર્ણય બાદમાં લેવામાં આવશે.

Ambati Raydu પહેલા પણ પોતાના નિર્ણયને કરી ચૂક્યા છે બેકફાયર 

Ambati Raydu

Ambati Raydu

અંબાતી રાયડુ તેના નિર્ણયો ઉપર ચોક્કસ ન હોવા માટે જાણીતો છે. તેણે IPL 2022 પછી નિવૃત્તિની જાહેરાત કરી હતી. આ પછી તેણે આ નિર્ણય પાછો ખેંચી લીધો અને તે IPL 2023માં જોવા મળ્યો. તેણે ટીમ ઈન્ડિયામાંથી નિવૃત્તિ પણ લઈ લીધી હતી. પછી 2019 વર્લ્ડ કપ દરમિયાન, જ્યારે તત્કાલિન પસંદગીકાર એમએસકે પ્રસાદે તેને પસંદ કર્યો ન હતો અને તેની વારંવાર અવગણના કરવામાં આવી હતી, ત્યારે તેણે નિવૃત્તિની જાહેરાત કરી હતી.

આ પણ વાંચો -- Smriti Mandhana એ T20I માં 3000 રન બનાવનાર બીજી ભારતીય

Tags :
Advertisement

.

×