ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

IPL 2025 વચ્ચે આ સ્ટાર ખેલાડી એરપોર્ટ પર ડ્રગ્સ સાથે પકડાયો

બાર્બાડોસથી આવ્યા મોટા સમાચાર સ્ટાર બેટ્સમેન ડ્રગ્સ સાથે પકડાયો 9 કિલો ડ્રગ્સ એરપોર્ટ પકડાયો Nicholas Kirton arrested: ભારતમાં આ દિવસોમાં IPL 2025 પૂરજોશમાં ચાલી રહી છે.આ દરમિયાન,બાર્બાડોસથી મોટા સમાચાર આવ્યા છે, જેનાથી ચાહકો ચોંકી ગયા છે. કેનેડા ટીમના સ્ટાર...
04:58 PM Apr 04, 2025 IST | Hiren Dave
બાર્બાડોસથી આવ્યા મોટા સમાચાર સ્ટાર બેટ્સમેન ડ્રગ્સ સાથે પકડાયો 9 કિલો ડ્રગ્સ એરપોર્ટ પકડાયો Nicholas Kirton arrested: ભારતમાં આ દિવસોમાં IPL 2025 પૂરજોશમાં ચાલી રહી છે.આ દરમિયાન,બાર્બાડોસથી મોટા સમાચાર આવ્યા છે, જેનાથી ચાહકો ચોંકી ગયા છે. કેનેડા ટીમના સ્ટાર...
Nicholas Kirton arrested

Nicholas Kirton arrested: ભારતમાં આ દિવસોમાં IPL 2025 પૂરજોશમાં ચાલી રહી છે.આ દરમિયાન,બાર્બાડોસથી મોટા સમાચાર આવ્યા છે, જેનાથી ચાહકો ચોંકી ગયા છે. કેનેડા ટીમના સ્ટાર બેટ્સમેન નિકોલસ કિર્ટનની (Nicholas Kirton arrested)પોલીસે ધરપકડ કરી છે. જમૈકા ગ્લીનરે અહેવાલ આપ્યો કે નિકોલસને બાર્બાડોસના ગ્રાન્ટલી એડમ્સ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ધરપકડ કરવામાં આવી હતી અને તેની પાસેથી 9 કિલો ડ્રગ્સ (Cannabis) મળી આવ્યું હતું.

સ્ટાર ખેલાડી નિકોલસની  ડ્રગ્સ સાથે ધરપકડ

મળતી માહિતી અનુસાર નિકોલસ 20 પાઉન્ડ (લગભગ 9 કિલો) ગાંજો લઈ જતો હતો. માહિતી અનુસાર, કેનેડામાં 57 ગ્રામ સુધી ગાંજો રાખવો ગુનો માનવામાં આવતો નથી, પરંતુ તેને જાહેરમાં લઈ જવાની મંજૂરી નથી. નિકોલસ માન્ય મર્યાદા કરતાં 160 ગણો વધુ ગાંજો વહન કરતો હોવાનું જાણવા મળ્યું હતું, જેના કારણે તેની ધરપકડ કરવામાં આવી હતી.

આ પણ  વાંચો  -IPL 2025 : પંજાબ કિંગ્સનો અજેય દોર, શું રાજસ્થાન આપશે પડકાર?

શું નિકોલસ ફરીથી ટીમનો ભાગ બનશે?

નિકોલસની ધરપકડ બાદ હવે પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે કે શું તે ફરીથી કેનેડિયન ટીમનો ભાગ બની શકશે કે નહીં? ઉત્તર અમેરિકા કપમાં રમવાની તેની શક્યતાઓ ઘણી ઘટી ગઈ છે. આ ટુર્નામેન્ટ ૧૮ એપ્રિલથી શરૂ થશે.

આ પણ  વાંચો  -SRH Vs KKR: કોલકાતાએ હૈદરાબાદને હરાવ્યું,વૈભવ-વરુણે મચાવી ધૂમ

નિકોલસ કિર્ટન કોણ છે?

નિકોલસ કિર્ટન એક ડાબોડી ઓલરાઉન્ડર છે જે સારી બેટિંગ કરે છે અને સારી બોલિંગ પણ કરે છે. બાર્બાડોસમાં જન્મેલા નિકોલસ અંડર-૧૭ અને અંડર-૧૯ સ્તરે વેસ્ટ ઈન્ડિઝ ટીમનો ભાગ રહ્યા છે, પરંતુ તે વેસ્ટ ઈન્ડિઝ માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમી શક્યો ન હતો.નિકોલસ કિર્ટનની માતા કેનેડાની હતી, તેથી તે કેનેડિયન આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ટીમ માટે રમવા માટે લાયક હતો. તેણે 2018 માં ઓમાન સામે કેનેડા માટે ડેબ્યૂ કર્યું હતું અને 2024 માં તેને કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. ગયા વર્ષે જુલાઈમાં, નિકોલસને કેનેડાના તમામ ફોર્મેટની કેપ્ટનશીપ સોંપવામાં આવી હતી.

નિકોલસનું ક્રિકેટ કરિયર કેવું રહ્યું?

નિકોલસે અત્યાર સુધી પોતાના આંતરરાષ્ટ્રીય કરિયરમાં 21 વનડે રમી છે, જેમાં તેણે 514 રન બનાવ્યા છે. તેણે 28 ટી20 મેચોમાં 627 રન બનાવ્યા છે.

Tags :
Cricket NewsGujarat FirstHiren daveIPL 2025Nicholas KirtonNicholas Kirton was arrested in BarbadosSports NewsWest Indies Born Captain Nicholas Kirton"Who is Nicholas Kirton
Next Article