ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

છોકરામાંથી છોકરી બનેલી અનાયા બાંગરે મહિલા ક્રિકેટમાં રમવાની ઇચ્છા વ્યક્ત કરી

ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર સંજય બાંગરની પુત્રી અનાયા બાંગરે ટ્રાન્સજેન્ડર ખેલાડીઓને મહિલા ક્રિકેટમાં સ્થાન આપવા માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) અને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) સમક્ષ એક મહત્ત્વપૂર્ણ અપીલ કરી છે. તેણે ઇન્સ્ટાગ્રામ પર શેર કરેલા એક વીડિયો દ્વારા આ અંગે ચર્ચા શરૂ કરી છે, જે હાલમાં ખૂબ વાયરલ થઈ રહી છે.
04:35 PM Jun 19, 2025 IST | Hardik Shah
ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર સંજય બાંગરની પુત્રી અનાયા બાંગરે ટ્રાન્સજેન્ડર ખેલાડીઓને મહિલા ક્રિકેટમાં સ્થાન આપવા માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) અને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) સમક્ષ એક મહત્ત્વપૂર્ણ અપીલ કરી છે. તેણે ઇન્સ્ટાગ્રામ પર શેર કરેલા એક વીડિયો દ્વારા આ અંગે ચર્ચા શરૂ કરી છે, જે હાલમાં ખૂબ વાયરલ થઈ રહી છે.
Anaya Bangar wish join Women Cricket

Anaya Bangar wants to join women's cricket : ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર સંજય બાંગરની પુત્રી અનાયા બાંગરે ટ્રાન્સજેન્ડર ખેલાડીઓને મહિલા ક્રિકેટમાં સ્થાન આપવા માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) અને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) સમક્ષ એક મહત્ત્વપૂર્ણ અપીલ કરી છે. તેણે ઇન્સ્ટાગ્રામ પર શેર કરેલા એક વીડિયો દ્વારા આ અંગે ચર્ચા શરૂ કરી છે, જે હાલમાં ખૂબ વાયરલ થઈ રહી છે. અનાયા, જેનું ભૂતપૂર્વ નામ આર્યન બાંગર (Aryan Bangar) હતું, 1 વર્ષથી વધુ સમયની હોર્મોન રિપ્લેસમેન્ટ થેરાપી (hormone replacement therapy) પછી ટ્રાન્સજેન્ડર મહિલા (transgender woman) બની છે. તેનો દાવો છે કે વૈજ્ઞાનિક રીતે તેઓ મહિલા ક્રિકેટ (women's cricket) માં ભાગ લેવા માટે સંપૂર્ણ રીતે લાયક છે.

ICC અને BCCI સમક્ષ રજૂઆત

અનાયા બાંગરે તેની સફરને સમર્થન આપવા માટે 8 પાનાનો Scientific Report તૈયાર કર્યો છે. એક રીતે કહીએ તો તેણે ટ્રાન્સજેન્ડર મહિલાઓને મહિલા ક્રિકેટમાં રમવા માટે ICC અને BCCI સમક્ષ રજૂઆત કરી છે. આ અહેવાલમાં હોર્મોન થેરાપી શરૂ થયા પછી તેમના શારીરિક ફેરફારોનું માળખાગત મૂલ્યાંકન રેકોર્ડ થયેલું છે. અનાયા એ એક પ્રશ્ન ઉઠાવ્યો છે કે શું વિશ્વ ટ્રાન્સજેન્ડર ખેલાડીઓને મહિલા ક્રિકેટમાં સ્વીકારવા માટે તૈયાર છે?

વીડિયોમાં અનાયાનો સંદેશ

અનાયાએ તેના વીડીયોમાં જણાવ્યું છે, "પ્રથમ વખત હું ટ્રાન્સજેન્ડર એથ્લીટ તરીકેની મારી સફર સાથે સંબંધિત Scientific facts શેર કરી રહી છું. હોર્મોન થેરાપી શરૂ કર્યા પછી, મેં 1 વર્ષથી વધુ સમય સુધી શારીરિક મૂલ્યાંકન કરાવ્યું છે. આ રિપોર્ટ મારા સંક્રમણને માપી શકાય તેવી અસરોને દર્શાવે છે, જે ફક્ત ડેટા પર આધારિત છે, અટકળો પર નહીં." તેણે આગળ ઉમેર્યું, "હું આ રિપોર્ટ BCCI અને ICC સમક્ષ સંપૂર્ણ પારદર્શિતા સાથે રજૂ કરી રહી છું. મારે ઉદ્દેશ્ય ભયને બદલે હકીકત આધારિત ચર્ચા શરૂ કરવાનો છે."

હું મહિલા ક્રિકેટ માટે લાયક છું : અનાયા

હાલમાં, ICC અને BCCI ના નિયમો ટ્રાન્સજેન્ડર ખેલાડીઓને મહિલા ક્રિકેટ રમવાની મંજૂરી આપતા નથી. અનાયાનો પ્રયાસ એ છે કે આ નીતિમાં ફેરફાર થાય અને ટ્રાન્સજેન્ડર મહિલાઓને મહિલા ક્રિકેટમાં રમવા માટે લાયક ગણવામાં આવે. તેણે પોતાની પોસ્ટમાં લખ્યું છે, "વિજ્ઞાન કહે છે કે હું મહિલા ક્રિકેટ માટે લાયક છું. હવે સવાલ એ છે કે શું દુનિયા આ સત્ય સાંભળવા તૈયાર છે?"

મારો ઉદ્દેશ્ય વિભાજનનો નથી : અનાયા

અનાયાની આ પહેલથી ટ્રાન્સજેન્ડર ખેલાડીઓના અધિકારો અને રમતોમાં તેમની ભાગીદારી અંગે એક મહત્વપૂર્ણ ચર્ચા શરૂ થઈ રહી છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે તેનો ઉદ્દેશ્ય વિભાજન નથી, પરંતુ એક સમાવેશી વાતાવરણ નિર્માણ કરવાનો છે. તેણે આભાર વ્યક્ત કરતા કહ્યું, "તમે સંમત થાઓ કે ન થાઓ, આ વીડિયો જોવા બદલ આભાર."

આ પણ વાંચો:   AUS vs SA WTC Final : 145 વર્ષમાં પહેલીવાર થયું આવું, જાણીને ચોંકી જશો

Tags :
Anaya BangarAthlete AdvocacyBCCIboard of control for cricket in indiaCricket Policy ChangeDiversity and Inclusion in CricketFairness in Sports ParticipationGender Equality in CricketGender Identity in SportsGujarat FirstGUJARAT FIRST NEWSHardik ShahHormone Replacement TherapyICCInternational Cricket CouncilPhysical EvaluationScientific ReportSocial Impact of Transgender AthletesSports InclusivityTransgender AthleteTransgender Athlete RightsTransgender Inclusion in SportsTransgender Rights in SportsTransgender WomenWOMENS CRICKET
Next Article