Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Anurag Thakur ICC demand: પાકિસ્તાનની શાન ઠેકાણે લાવવા સાંસદ અનુરાગ ઠાકુરે ICC પાસે કરી આ માંગ

ભારત સામે મેચ રમવા મુદ્દે પાકિસ્તાનના નકારાત્મક વલણ સામે હવે પૂર્વ રમતગમત મંત્રી અનુરાગ ઠાકુરે મોરચો ખોલ્યો છે. તેમણે ICC સમક્ષ એવી કડક માંગણીઓ મૂકી છે જે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડની આર્થિક કરોડરજ્જુ તોડી શકે છે. રમતગમતમાં રાજકારણ લાવવાનું પાકિસ્તાનનું આ પગલું તેને આંતરરાષ્ટ્રીય સ્તરે કેટલું ભારે પડશે અને અનુરાગ ઠાકુરના આ 'માસ્ટર પ્લાન' થી પાકિસ્તાનનું ક્રિકેટ ભવિષ્ય કેવી રીતે જોખમમાં મુકાશે તે જાણવું રસપ્રદ રહેશે.
anurag thakur icc demand  પાકિસ્તાનની શાન ઠેકાણે લાવવા સાંસદ અનુરાગ ઠાકુરે icc પાસે કરી આ માંગ
Advertisement
  • પાકિસ્તાનના ભારત વિરોધી વલણ સામે અનુરાગ ઠાકુરે ઉઠાવ્યા ગંભીર સવાલ (Anurag Thakur ICC demand) 
  • આંતરરાષ્ટ્રીય સ્તરે પાકિસ્તાનને મોટો ફટકો આપવા ICC પાસે કરી ખાસ માંગ
  • સુરક્ષાના બહાને ભારત ન આવતા દેશો સામે ICC કડક વલણ અપનાવે: ઠાકુર

ભારતીય જનતા પાર્ટીના (BJP) સાંસદ અને પૂર્વ રમતગમત મંત્રી અનુરાગ ઠાકુરે (Anurag Thakur) પાકિસ્તાન દ્વારા ભારત સામે ક્રિકેટ મેચ ન રમવાના નિર્ણય પર આકરું વલણ અપનાવ્યું છે. તેમણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC) પાસે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) વિરુદ્ધ કડક શિસ્તભંગના પગલાં લેવાની માંગ કરી છે. ઠાકુરે સ્પષ્ટપણે જણાવ્યું છે કે, ભારત દ્વારા આયોજિત તમામ આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં (International Tournaments) ખેલાડીઓને હંમેશા વિશ્વસ્તરીય સુરક્ષા અને સુવિધાઓ આપવામાં આવે છે.

Anurag Thakur ICC demand:  રમતગમતમાં રાજકારણ અસ્વીકાર્ય

અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે, ભારત નાણાકીય (Financial) અને રમતગમત એમ બંને ક્ષેત્રે વૈશ્વિક ક્રિકેટમાં સૌથી મોટું યોગદાન આપે છે. આમ છતાં, જો કોઈ દેશ રાજકીય બહાના (Political Excuses) હેઠળ ભારતમાં રમવાનો ઇનકાર કરે છે, તો તેની કિંમત તેણે ચૂકવવી પડશે. તેમણે ઉમેર્યું કે, રમતગમતને રાજકારણથી દૂર રાખવી જોઈએ, પરંતુ જો પાકિસ્તાન જાણીજોઈને હઠાગ્રહ રાખે તો ICC એ મૌન ન રહેવું જોઈએ.

Advertisement

Advertisement

પાકિસ્તાનની ગ્રાન્ટ બંધ કરો

સાંસદ ઠાકુરે માગ કરી છે કે પાકિસ્તાનને મળતી ICC ગ્રાન્ટ તાત્કાલિક અસરથી સ્થગિત (Suspend) કરવામાં આવે. એટલું જ નહીં, તેમણે પાકિસ્તાન પર થોડા વર્ષો માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી પ્રતિબંધ (Ban from International Cricket) મૂકવાની પણ હિમાયત કરી છે, જેથી ભવિષ્યમાં કોઈ પણ દેશ રમતગમત પર રાજકીય દબાણ લાવતા પહેલા સો વાર વિચારે.

T20 વર્લ્ડ કપ પહેલા સર્જાયું સંકટ

નોંધનીય છે કે, આગામી T20 વર્લ્ડ કપ (T20 World Cup) ભારત અને શ્રીલંકામાં (India and Sri Lanka) યોજાવાનો છે. આ મેગા ઇવેન્ટ પહેલા જ બાંગ્લાદેશે (Bangladesh) સુરક્ષાના બહાને ભારતમાં રમવાની ના પાડી છે, જ્યારે પાકિસ્તાને ભારત સામેની મેચનો બહિષ્કાર (Boycott India Match) કરવાની જાહેરાત કરી છે. આ હિલચાલથી ICC અને બ્રોડકાસ્ટર્સને (Broadcasters) કરોડો રૂપિયાનું આર્થિક નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.

આ પણ વાંચો:  U19 World Cup Final : ભારતે 412 રનનું લક્ષ્યાંક આપ્યું, ઇંગ્લેન્ડ હાંફી જશે

Tags :
Advertisement

.

×