Arjun Tendulkar wedding details : અર્જુન તેંડુલકરના લગ્ન નક્કી; જાણો કોણ છે સચિનની પુત્રવધૂ?
- અર્જુન તેંડુલકર અને સાનિયા ચંડોકના લગ્ન નક્કી
- 5 માર્ચ 2026ના રોજ મુંબઈમાં યોજાશે લગ્ન
- IPL 2026 પહેલા અર્જુન લેશે સાત ફેરા
- મુંબઈના મોટા બિઝનેસ ફેમિલીની દીકરી છે સાનિયા
- પરિવારના સભ્યોની હાજરીમાં ખાનગીમાં યોજાશે વિધિ
Arjun Tendulkar wedding details : ક્રિકેટ જગતના દિગ્ગજ ખેલાડી સચિન તેંડુલકરના પરિવારમાં ટૂંક સમયમાં જ ખુશીઓનું આગમન થવા જઈ રહ્યું છે. છેલ્લા ઘણા સમયથી સચિનના પુત્ર અર્જુન તેંડુલકર અને તેની મંગેતર સાનિયા ચંડોકની લગ્નની ચર્ચાઓ ચાલતી હતી, જેનો હવે અંત આવ્યો છે. તાજેતરના અહેવાલો અનુસાર, અર્જુન અને સાનિયા આ વર્ષે માર્ચ મહિનામાં લગ્નના પવિત્ર બંધનમાં બંધાશે.
Arjun Tendulkar wedding details : માર્ચમાં યોજાશે લગ્ન સમારોહ
એક રિપોર્ટ મુજબ, લગ્નની વિધિઓ 3 માર્ચ 2026થી શરૂ થઈ જશે. જ્યારે મુખ્ય લગ્ન સમારોહ 5 માર્ચ 2026ના રોજ મુંબઈમાં યોજવાનું આયોજન છે. રસપ્રદ વાત એ છે કે માર્ચ મહિનામાં જ IPL પણ શરૂ થવાનું છે, પરંતુ પરિવારે તે પહેલા જ લગ્નની તારીખો નક્કી કરી લીધી છે. આ લગ્ન અત્યંત ખાનગી રાખવામાં આવશે, જેમાં માત્ર પરિવારના સભ્યો, નજીકના મિત્રો અને ક્રિકેટ જગતની પસંદગીની હસ્તીઓ જ હાજરી આપશે.
Arjun Tendulkar wedding details : કોણ છે સચિનની પુત્રવધૂ સાનિયા ચંડોક?
અર્જુનની થનારી પત્ની સાનિયા ચંડોક મુંબઈના પ્રતિષ્ઠિત અને અમીર બિઝનેસ ફેમિલીમાંથી આવે છે. તે મુંબઈના જાણીતા ઉદ્યોગપતિ રવિ ઘઈની પૌત્રી છે. તેમનો પરિવાર 'ગ્રેવિસ હોસ્પિટાલિટી' (Graviss Hospitality) ગ્રુપનો માલિક છે, જે ઇન્ટરકોન્ટિનેન્ટલ હોટલ અને ઘણા જાણીતા ફૂડ બ્રાન્ડ્સનું સંચાલન કરે છે. સાનિયા પોતે એક આંત્રપ્રિન્યોર છે અને પેટ કેર બ્રાન્ડ 'Mr. Paws' ની ફાઉન્ડર છે. ખાસ વાત એ છે કે સાનિયા અને સચિનની દીકરી સારા તેંડુલકર જૂની અને પાકી બહેનપણીઓ છે.
સગાઈથી લગ્ન સુધીની સફર
અર્જુન અને સાનિયાએ ઓગસ્ટ 2025માં ખૂબ જ ખાનગી રીતે સગાઈ કરી હતી. શરૂઆતમાં તેંડુલકર પરિવારે આ વાતને ગુપ્ત રાખી હતી, પરંતુ બાદમાં સચિન તેંડુલકરે પોતે એક કાર્યક્રમમાં તેની પુષ્ટિ કરી હતી અને જણાવ્યું હતું કે આખો પરિવાર નવી ઇનિંગ્સ માટે ખૂબ જ ઉત્સાહિત છે.
ક્રિકેટ કરિયર માટે પણ ખાસ વર્ષ
વર્ષ 2026 અર્જુન માટે માત્ર અંગત જીવનમાં જ નહીં, પણ ક્રિકેટ કરિયર માટે પણ ખૂબ જ મહત્વનું છે. IPL 2026 માટે અર્જુન તેંડુલકરને લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) એ પોતાની ટીમમાં સામેલ કર્યો છે. લગ્ન બાદ અર્જુન સીધો મેદાન પર નવી ઊર્જા સાથે જોવા મળશે.
આ પણ વાંચો : Vaibhav Suryavanshi Century: વૈભવે આફ્રિકન બોલરોને બરાબરના ધોયા, 63 બોલમાં સદી


