Arjun Tendulkar લગ્નમાં જાજરમાન જલસો, મહેમાનોને ચાંદીની પ્લેટોમાં પીરસાયું ભોજન
ક્રિકેટર અર્જુન તેંડુલકર અને સાનિયા ચંડોકના લગ્નન અંગેની એક ચોંકાવનારી માહિતી સામે આવી છે. મિત્રો સાથેની એન્ટ્રીથી લઈને ભોજનના ટેબલ સુધી, આ લગ્નમાં બધું જ અત્યંત શાહી હતું. ખાસ કરીને મહેમાનો માટે કરવામાં આવેલી એક ખાસ વ્યવસ્થાએ સૌને આશ્ચર્યમાં મૂકી દીધા છે.
Advertisement
- Arjun Tendulkar ના લગ્નમાં જોવા મળ્યો શાહી ઠાઠ!
- સચિનના પુત્ર અર્જુનના લગ્નનો અનસીન વીડિયો વાયરલ
- મહેમાનોને ચાંદીના વાસણોમાં ભોજન પીરસી કરાઈ આગતા-સ્વાગતા
- મુંબઈની લક્ઝરી હોટલ 'ધ સેન્ટ રેજિસ'માં યોજાયો ભવ્ય પ્રસંગ
- પત્ની સાનિયા સાથે એન્ટ્રી કરતા અર્જુનની મિત્રોએ કરી ખેંચતાણ
- ધોની, અમિતાભ બચ્ચન અને અંબાણી પરિવાર સહિતના સેલેબ્સની હાજરી
ક્રિકેટના ભગવાન ગણાતા સચિન તેંડુલકર (Sachin Tendulkar) ના પુત્ર અર્જુન તેંડુલકર (Arjun Tendulkar) અને સાનિયા ચંડોક (Sania Chandok) ના લગ્ન હાલ સોશિયલ મીડિયા પર ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. તાજેતરમાં આ લગ્નનો એક અનસીન વીડિયો (Unseen Viral Video) સામે આવ્યો છે, જેમાં અર્જુનના મિત્રોની મસ્તીની સાથે સાથે આ ભવ્ય પ્રસંગની ઝાકઝમાળ જોવા મળી રહી છે.

