ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

ભારતના દિગ્ગજ ક્રિકેટર વિરુદ્ધ નિકળ્યું વોરન્ટ, ધરપકડની લટકી રહી છે તલવાર

ભારતના પૂર્વ ક્રિકેટર અને ટી20 વર્લ્ડ કપ જીતનારી ટીમ ઇન્ડિયાનો હિસ્સો રહેલા રોબિન ઉથપ્લા વિરુદ્ધ ગોટાળાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે
11:21 AM Dec 21, 2024 IST | KRUTARTH JOSHI
ભારતના પૂર્વ ક્રિકેટર અને ટી20 વર્લ્ડ કપ જીતનારી ટીમ ઇન્ડિયાનો હિસ્સો રહેલા રોબિન ઉથપ્લા વિરુદ્ધ ગોટાળાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે
Robin Uthappa arrest warrant

નવી દિલ્હી : ભારતના પૂર્વ ક્રિકેટર અને ટી20 વર્લ્ડ કપ જીતનારી ટીમ ઇન્ડિયાનો હિસ્સો રહેલા રોબિન ઉથપ્લા વિરુદ્ધ ગોટાળાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે અને તેમના પર 23 લાખ રૂપિયાની હેરાફેરીનો આરોપ છે. આ મામલે તેમની વિરુદ્ધ ધરપકડ વોરંટ ઇશ્યું થયો છે. જો કે પોલીસે હજી સુધી ઉથપ્પા અંગે કોઇ માહિતી મળી નથી અને એટલા માટે જ તેઓ બચેલા છે.

આ પણ વાંચો : જયપુરમાં ભયાનક માર્ગ અકસ્માતના વીડિયો તમને ડરાવી દેશે! 16ના મોત

વોરંટ પ્રોવિડન્ડ ફંડ મામલે ઇશ્યું કરવામાં આવ્યું છે

ભારતના પૂર્વ ક્રિકેટર રોબિન ઉથપ્પા વિરુદ્ધ ધરપકડ વોરન્ટ ઇશ્યું થયું છે. ઉથપ્પાની વિરુદ્ધ વોરન્ટ પ્રોવિડેન્ડ ફંડના મામલે તેમના પર લાગેલા આરોપો બાદ થયો છે. વોરન્ટ પીએફ રીજનલ કમિશનર શાદકશારી ગોપાલ રેડ્ડીએ ઇશ્યું કર્યું છે. જેમણે પુલાકેશીનગર પોલીસનો તુરંત જ કાર્યવાહી કરવા માટેનો આદેશ આપ્યો છે.

આ પણ વાંચો : Unjha APMCની ચૂંટણી બાદ હવે નકલી મુદ્દે રાજનીતિ! રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ પર ગંભીર આક્ષેપો

ઉથપ્પા સેંચુરીઝ લાઇફ સ્ટાઇલ બ્રાન્ડ મેનેજ કરે છે

ઉથપપા સૈંચુરીઝ લાઇફ સ્ટાઇલ બ્રાન્ડ પ્રાઇવેટ લિમિટેડને મેનેજ કરે છે. તેમના પર આરોપ છે કે, તેમણે નોકરી કરનારા લોકોની સેલેરીમાંથી પીએફના પૈસા કાપી લીધા, પરંતુ તેમને તેમના પીએફના ખાતામાં ડિપોઝીટ કર્યા નહોતા. આ સમગ્ર મામલો 23 લાખ રૂપિયાનો છે.

આ પણ વાંચો : દેવાસમાં ભયાનક આગ, પતિ-પત્ની અને 2 બાળકોના કરુણ મોત

Tags :
Gujarat FirstGUJARAT FIRST NEWSGujarati NewsGujarati Samacharlatest newsRobin UthappaRobin Uthappa arrest warrantRobin Uthappa newsTrending News
Next Article