ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Asia Cup 2025: ભારતીય હોકી ટીમે સુપર-4 માં મલેશિયાને હરાવ્યું

એશિયા કપમાં ભારતીય હોકી ટીમનું શાનદાર પ્રદર્શન (Asia Cup 2025) સુપર-4 માં  મલેશિયાને 4-1થી હરાવ્યું બીજા ક્વાર્ટરમાં શિલાનંદ ગોલ કરવામાં સફળ રહ્યો Asia Cup 2025  : બિહારના રાજગીરમાં રમાઈ રહેલા એશિયા કપ 2025 (Asia Cup 2025) માં ભારતીય હોકી...
10:20 PM Sep 04, 2025 IST | Hiren Dave
એશિયા કપમાં ભારતીય હોકી ટીમનું શાનદાર પ્રદર્શન (Asia Cup 2025) સુપર-4 માં  મલેશિયાને 4-1થી હરાવ્યું બીજા ક્વાર્ટરમાં શિલાનંદ ગોલ કરવામાં સફળ રહ્યો Asia Cup 2025  : બિહારના રાજગીરમાં રમાઈ રહેલા એશિયા કપ 2025 (Asia Cup 2025) માં ભારતીય હોકી...
India vs Malaysia Hockey

Asia Cup 2025  : બિહારના રાજગીરમાં રમાઈ રહેલા એશિયા કપ 2025 (Asia Cup 2025) માં ભારતીય હોકી ટીમ શાનદાર પ્રદર્શન કરી રહી છે. હવે ભારતીય ટીમે 4 સપ્ટેમ્બર ના રોજ સુપર-4ની પોતાની બીજા મેચમાં મલેશિયાને 4-1થી (India vs Malaysia Hockey) હરાવ્યું. ભારત માટે મનપ્રીત સિંહ (17મી મિનિટ), સુખજીત સિંહ (19મી મિનિટ), શિલાનંદ લાકરા (24મી મિનિટ) અને વિવેકસાગર પ્રસાદ (38મી મિનિટ)એ ગોલ કર્યા. ટીમ ઈન્ડિયા હવે ફાઇનલમાં પહોંચવાની નજીક છે. હવે ભારતીય ટીમ 6 સપ્ટેમ્બર (શનિવાર)ના રોજ સુપર-4ની તેની છેલ્લી મેચમાં ચીનનો સામનો કરશે.

મલેશિયાને 4-1થી હરાવ્યું (Asia Cup 2025 )

મલેશિયાએ મેચની શાનદાર શરૂઆત કરી અને રમતની બીજી મિનિટમાં જ લીડ મેળવી, જ્યારે શફીક હસને ભારતીય ડિફેન્ડરોને ડોજ કરીને શાનદાર ગોલ કર્યો. ભારતીય ટીમે પહેલા ક્વાર્ટરમાં બરાબરી કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ સફળ થઈ શક્યો નહીં. ત્યારબાદ બીજો ક્વાર્ટર સંપૂર્ણપણે ભારતીય ટીમના નામે હતો. ક્વાર્ટરની બીજી મિનિટે મનપ્રીત સિંહે પેનલ્ટી કોર્નર પર રિબાઉન્ડની મદદથી ગોલ કરીને ભારતને બરાબરી અપાવી. પછી થોડા સમય પછી સુખજીત સિંહે ફિલ્ડ ગોલ કરીને ભારતને 2-1થી આગળ કરી દીધું. બીજા ક્વાર્ટરમાં શિલાનંદ લાકરા પણ ગોલ કરવામાં સફળ રહ્યા, જેનાથી સ્કોર 3-1 થયો. આ સ્કોર હાફ ટાઈમ સુધી રહ્યો.

જાપાનને 3-2થી હરાવ્યા (Asia Cup 2025 )

હરમનપ્રીત સિંહની આગેવાની હેઠળની ભારતીય ટીમ વર્તમાન ટુર્નામેન્ટમાં અજેય રહી છે. ભારતે ગ્રુપ સ્ટેજમાં તેની ત્રણેય મેચ જીતી હતી. પહેલા તેણે ચીનને 4-3થી હરાવ્યું. પછી જાપાનને 3-2થી હરાવ્યા બાદ, ભારતીય ટીમે કઝાકિસ્તાન સામે 15-0થી મોટી જીત નોંધાવી હતી. ભારતીય ટીમ પૂલ-Aમાં નંબર વન રહી.

આ પણ  વાંચો -Asia Cup 2025 : હોકીમાં ભારતની શાનદાર જીત,ચીનને 4-3થી હરાવ્યું

સુપર-4 સ્ટેજ માંથી 4 ટીમ બહાર થઈ

ત્યારબાદ સુપર-ફોર સ્ટેજમાં ભારતનો પહેલો મેચ દક્ષિણ કોરિયા સામે હતો, જે 2-2થી ડ્રો રહ્યો. ભારત અને દક્ષિણ કોરિયા ઉપરાંત મલેશિયાને પણ સુપર-4 સ્ટેજમાં સ્થાન મળ્યું છે. બાકીની ચાર ટીમો જાપાન, ચાઇનીઝ તાઈપે, બાંગ્લાદેશ અને કઝાકિસ્તાન સુપર-4 સ્ટેજ માટે ક્વોલિફાય થઈ શકી નથી.

આ પણ  વાંચો -Asia Cup માટે UAEએ ટીમની કરી જાહેરાત, આ ખેલાડીને કમાન સોંપાઇ

ભારતીય હોકી ટીમે ત્રણ વખત ખિતાબ જીત્યો

ભારતીય હોકી ટીમે ત્રણ વખત (2003, 2007 અને 2017) એશિયા કપનો ખિતાબ જીત્યો છે. પાકિસ્તાની ટીમે પણ આટલી જ વાર આ ખિતાબ જીત્યો છે. દક્ષિણ કોરિયા સૌથી વધુ વખત એટલે કે પાંચ વખત એશિયા કપ હોકીનો વિજેતા રહ્યો છે. એશિયા કપ 2025 ની વિજેતા ટીમને આવતા વર્ષે હોકી વર્લ્ડ કપમાં ભાગ લેવાની તક મળશે. આ ટુર્નામેન્ટ 14 થી 30 ઓગસ્ટ દરમિયાન નેધરલેન્ડ અને બેલ્જિયમમાં રમાનારી છે.

Tags :
asia cup 2025Gujrata FirstHeroAsiaCupRajgirHiren davehockey asia cup 2025HockeyIndiaHumseHaiHockeyindia beat malaysiaIndiaKaGameindian hockey teamindian men's hockey team
Next Article