ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Asia Cup 2025 : શુભમન ગિલ નહીં, આ 3 ખેલાડીઓ છે ભારતના ગેમ ચેન્જર્સ, વીરેન્દ્ર સેહવાગે જણાવ્યા નામ

Asia Cup 2025 : શુભમન ગિલ નહીં, આ ત્રણ ખેલાડીઓ બનશે ભારતનું હથિયાર
07:11 PM Aug 28, 2025 IST | Mujahid Tunvar
Asia Cup 2025 : શુભમન ગિલ નહીં, આ ત્રણ ખેલાડીઓ બનશે ભારતનું હથિયાર

નવી દિલ્હી : એશિયા કપ 2025ની શરૂઆત 9 સપ્ટેમ્બરથી થઈ રહી છે, અને ભારતે આ ટૂર્નામેન્ટ માટે પોતાની ટીમની જાહેરાત કરી દીધી છે, જેમાં ઘણા દમદાર ખેલાડીઓનો સમાવેશ થયો છે. ભારતની કપ્તાની સૂર્યકુમાર યાદવ સંભાળશે. જ્યારે શુભમન ગિલને ટીમમાં સ્થાન મળ્યું છે અને તેમને ઉપ-કપ્તાન બનાવવામાં આવ્યા છે. તાજેતરમાં ભૂતપૂર્વ ભારતીય ખેલાડી વીરેન્દ્ર સેહવાગે એશિયા કપ 2025 માટે ભારતના ત્રણ એવા ખેલાડીઓના નામ જણાવ્યા છે, જે ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. આશ્ચર્યજનક રીતે આ ત્રણ ખેલાડીઓની યાદીમાં ન તો સૂર્યકુમાર યાદવનું નામ છે, ન તો શુભમન ગિલનો સમાવેશ થયો છે.

ભારતના આ ત્રણ ગેમ ચેન્જર્સ

વીરેન્દ્ર સેહવાગે યુવા ઓપનર અભિષેક શર્મા, અનુભવી ઝડપી બોલર જસપ્રીત બુમરાહ અને શાનદાર મિસ્ટ્રી સ્પિનર વરુણ ચક્રવર્તીના નામની પસંદગી કરી છે. સોની સ્પોર્ટ્સ પર તેમણે જણાવ્યું, “મને લાગે છે કે અભિષેક શર્મા ગેમ ચેન્જર બની શકે છે. બુમરાહ હંમેશાં ગેમ ચેન્જર રહ્યા છે. વરુણ ચક્રવર્તી ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં પણ ખૂબ અસરકારક રહ્યા હતા અને T20 ફોર્મેટમાં પણ તેમણે ઘાતક બોલિંગ કરી છે. મારા માટે આ ત્રણ ખેલાડીઓ ગેમ ચેન્જર્સ છે, જે ભારતને મેચ જીતાડી શકે છે.”

આ પણ વાંચો- ભારતના ભૂતપૂર્વ મુખ્ય પસંદગીકાર khris Srikanth એ ટીમના સિલેકશન પર ઉઠાવ્યા સવાલ, T20 વર્લ્ડ કપ નહીં જીતી શકીએ!

ત્રણેય ખેલાડીઓના T20 આંકડા

જસપ્રીત બુમરાહ : ગયા વર્ષે T20 વર્લ્ડ કપમાં બુમરાહે શાનદાર બોલિંગ કરી હતી અને 15 વિકેટ ઝડપી હતી, જેના કારણે ભારતે આ ટૂર્નામેન્ટ જીતી હતી. તેમણે અત્યાર સુધી 70 T20 આંતરરાષ્ટ્રીય મેચમાં 17.74ની એવરેજથી 89 વિકેટ ઝડપી છે.

અભિષેક શર્મા : ભારતની T20 ટીમના મહત્વના ખેલાડીઓમાંથી એક, અભિષેકે 17 T20 મેચમાં 33.43ની એવરેજથી 535 રન બનાવ્યા છે. તેમણે બે સદી અને બે અડધી સદી ફટકારી છે, જેમાં તેમનો શ્રેષ્ઠ સ્કોર 135 રન છે, જે ભારતીય ખેલાડી દ્વારા T20 આંતરરાષ્ટ્રીયમાં સૌથી વધુ વ્યક્તિગત સ્કોર છે.

વરુણ ચક્રવર્તી : મિસ્ટ્રી સ્પિનર વરુણે 18 T20 આંતરરાષ્ટ્રીય મેચમાં 14.57ની એવરેજથી 33 વિકેટ ઝડપી છે. IPL 2025માં તેમણે 13 મેચમાં 22.52ની એવરેજથી 17 વિકેટ લીધી હતી. ચેમ્પિયન્સ ટ્રોફીમાં પણ તેમનું પ્રદર્શન શાનદાર રહ્યું હતું.

એશિયા કપ 2025ની શરૂઆત

એશિયા કપ 2025ની શરૂઆત 9 સપ્ટેમ્બરથી થઈ રહી છે, અને ફાઇનલ મેચ 28 સપ્ટેમ્બરે રમાશે. ભારતે પોતાની પ્રથમ મેચ 10 સપ્ટેમ્બરે UAE સામે રમવાની છે, જ્યારે બીજી મેચ 14 સપ્ટેમ્બરે ચિરપ્રતિસ્પર્ધી પાકિસ્તાન સામે રમશે. ટીમ ઇન્ડિયા ત્રીજી અને ગ્રૂપ સ્ટેજની છેલ્લી મેચ 19 સપ્ટેમ્બરે ઓમાન સામે રમશે. ભારત આ ત્રણેય મેચોને પોતાના નામે કરવા માટે પૂરેપૂરી કોશિશ કરશે.

આ પણ વાંચો- RCB social media post: RCB એ 84 દિવસ બાદ મૌન તોડ્યું, 'આ મૌન નહોતું, શોક હતો'

Tags :
#AbhishekSharma#VarunChakrabortyAsiaCup2025JaspritBumrahT20cricketTeamIndiaVirendraSehwag
Next Article