Asia Cup 2025 : ટીમ ઈન્ડિયાનું એલાન, આ ખેલાડીને મળ્યું સ્થાન
- એશિયા કપ માટે ટીમ ઈન્ડિયાનું એલાન (Asia Cup 2025)
- સૂર્યકુમાર યાદવ એશિયા કપમાં બન્યા સુકાની
- શુભમન ગિલને એશિયા કપમાં ઉપસુકાની પદ
- ટીમમાં અભિષેક શર્મા, જસપ્રીત બુમરાહ
Asia Cup 2025 : BCCI એ એશિયા કપ (Asia Cup 2025)માટે ટીમ ઈન્ડિયાની ટીમની જાહેરાત કરી છે. પુરુષ પસંદગી સમિતિએ આ બહુરાષ્ટ્રીય ટુર્નામેન્ટ માટે ટીમની જાહેરાત કરી છે. ટીમ ઈન્ડિયા સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપ હેઠળ એશિયા કપમાં રમતી જોવા મળશે. આ ટુર્નામેન્ટમાં ભારતીય ટીમનો પહેલો મુકાબલો 10 સપ્ટેમ્બરથી યુએઈ સામે થશે. આ ટુર્નામેન્ટમાં કુલ 8 ટીમો ભાગ લઈ રહી છે.
એશિયા કપ-2025માં આ ખેલાડીઓની એન્ટ્રી
- સૂર્ય કુમાર યાદવ (કેપ્ટન)
- શુભમન ગિલ (વાઈસ કેપ્ટન)
- અભિષેક શર્મા
- તિલક વર્મા
- હાર્દિક પંડ્યા
- શિવમ દુબે
- અક્ષર પટેલ
- જીતેશ શર્મા (વિકેટ કિપર)
- જસપ્રિત બુમરાહ
- અર્શદીપ સિંહ
- વરુણ ચક્રવર્તી
- કુલદીપ યાદવ
- સંજુ સેમસન (વિકેટ કિપર)
- હર્ષિત રાણા
- રીન્કુ સિંહ
ક્યારે યોજાશે એશિયા કપ
એશિયા કપ-2025 ક્રિકેટ ટૂર્નામેન્ટ 9 સપ્ટેમ્બરથી શરૂ થવાનો છે. જ્યારે ફાઈનલ મેચ 28 સપ્ટેમ્બરે યોજાવાની છે. આ ટુર્નામેન્ટ યુએઈના બે શહેરો અબૂધાબી અને દુબઈમાં ટી20 ફોર્મેટ આધારે રમાશે. ગ્રૂપની વાત કરીએ તો ગ્રૂપ-એમાં ભારત, પાકિસ્તાન, ઓમાન અને યુએઈનો સમાવેશ કરાયો છે. જ્યારે ગ્રૂપ-બીમાં શ્રીલંકા, બાંગ્લાદેશ, હોંગકોંગ અને અફઘાનિસ્તાનની ટીમો સામેલ છે.
આ પણ વાંચો -Asia Cup 2025 માટે Team India આ તારીખે થશે જાહેરાત!
એશિયા કપમાં ભારતની મેચોનું શેડ્યૂલ
એશિયા કપમાં પહેલા ગ્રૂપ સ્ટેજની મેચો રમાશે, ત્યારબાદ સુપર-4 સ્ટેજની અને પછી ફાઈનલ મેચ રમાશે. ભારતીય ટીમ ગ્રૂપ મેચોમાં કુલ ત્રણ મેચો રમશે, જેમાં પ્રથમ મેચ 10 સપ્ટેમ્બરે યુએઈ સામે દુબઈમાં, ત્યારબાદ 14 સપ્ટેમ્બરે પાકિસ્તાન વિરુદ્ધ દુબઈમાં અને પછી 19 સપ્ટેમ્બરે ઓમાન વિરુદ્ધ અબૂધાબીમાં મેચ રમશે. એશિયા કપમાં બંને ગ્રૂપમાં ટોપ પર રહેનારી બે-બે ટીમો સુપર-4 સ્ટેજમાં પહોંચશે, ત્યારબાદ સુપર-4 સ્ટેજની ટોપ-2 ટીમો વચ્ચે ફાઈનલ મેચ રમાશે.
આ પણ વાંચો -એથલીટ ભાવિના પટેલે રચ્યો ઇતિહાસ, પેરા ટેબલ ટેનિસમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું
યુએઈમાં રમાશે તમામ મેચો
ટુર્નામેન્ટ આયોજન પણ UAEમાં એટલે થઈ રહ્યું છે, કારણકે પહલગામ હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવની પરિસ્થિતિના કારણે બંને દેશોએ 2027 સુધી માત્ર બીજા દેશમાં રમવા પર સહમતી વ્યક્ત કરી છે. આ વર્ષે માર્ચમાં ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન પાકિસ્તાને જ કર્યું હતું, પરંતુ ભારતે બધી મેચો દુબઈમાં રમી હતી અને ચેમ્પિયનશિપનું ટાઇટલ હાંસલ કર્યું હતું.