Asia Cup Final : ક્યારે, ક્યાં અને કેવી રીતે જોઇ શકશો IND vs PAK મેચ
- IND vs PAK : Asia Cup 2025 ફાઇનલ!
- એશિયા કપ 2025: ભારત vs પાકિસ્તાન ટક્કર
- એશિયા કપ ફાઇનલ : ક્યારે, ક્યાં અને કેવી રીતે જોશો ભારત-પાક મેચ
- 41 વર્ષનો ઇતિહાસ તૂટશે: ભારત અને પાકિસ્તાન પહેલીવાર એશિયા કપ ફાઇનલમાં!
- IND vs PAK: ભારતનો દબદબો જળવાશે કે પાકિસ્તાન ઇતિહાસ રચશે?
IND vs PAK Live Streaming : એશિયન ક્રિકેટની સૌથી મોટી ટક્કરનો સમય આવી ગયો છે! ભારત અને પાકિસ્તાન વચ્ચે Asia Cup 2025 ની ફાઇનલ મેચ રમાવા જઈ રહી છે, જે માત્ર 2 ક્રિકેટ ટીમો વચ્ચેનો મુકાબલો નથી, પરંતુ કરોડો ચાહકોની લાગણીઓ અને રાષ્ટ્રીય ગૌરવની લડાઈ છે. દુનિયાભરના ક્રિકેટ પ્રેમીઓ આ હાઈ-વોલ્ટેજ ડ્રામાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફાઇનલ મેચ એશિયાના ચેમ્પિયન કોણ બનશે તે નક્કી કરશે.
ક્યારે અને ક્યાં રમાશે આ ઐતિહાસિક મુકાબલો?
એશિયા કપ 2025 ની ફાઇનલ મેચ રવિવાર, 28 સપ્ટેમ્બર ના રોજ યોજાશે. આ મેચ માટેનું સ્થળ છે ક્રિકેટની દુનિયાના સૌથી આકર્ષક મેદાનો પૈકીનું એક, દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ (Dubai International Cricket Stadium). મેચ ભારતીય સમય મુજબ રાત્રે 8:00 વાગ્યે શરૂ થશે, જ્યારે ટોસ સાંજે 7:30 વાગ્યે થશે. રાત્રે રમાનારી આ મેચમાં ઝાકળની ભૂમિકા પણ મહત્વની બની શકે છે, જે બીજી બેટિંગ કરનારી ટીમને થોડો ફાયદો આપી શકે છે.
41 વર્ષના ઇતિહાસમાં પ્રથમ ટક્કર અને ભારતનો દબદબો!
આ ફાઇનલ મેચ ક્રિકેટના ઇતિહાસમાં એક ખાસ સ્થાન ધરાવે છે, કારણ કે એશિયા કપના 41 વર્ષના ઇતિહાસમાં આ પહેલીવાર બનશે જ્યારે ભારત અને પાકિસ્તાન ટાઇટલ મેચમાં આમને-સામને હશે. આ એક ઐતિહાસિક ક્ષણ હશે, જેનું એક્સાઇટમેન્ટ ચરમસીમા પર છે. આ ટુર્નામેન્ટમાં આ બંને ટીમો ત્રીજી વખત ટકરાશે. પાકિસ્તાન માટે ચિંતાનો વિષય એ છે કે અગાઉની 2 લીગ મેચોમાં તેને ભારત સામે મોટી હારનો સામનો કરવો પડ્યો છે. સૂર્યકુમાર યાદવની આગેવાની હેઠળની યુવા ભારતીય ટીમે અત્યાર સુધી ટુર્નામેન્ટમાં એક પણ મેચ હાર્યા વિના ફાઇનલમાં પ્રવેશ કર્યો છે, જે તેમની મજબૂત તૈયારી અને પ્રદર્શનનું પ્રમાણ છે.
ક્યાં જોશો આ મહાસંગ્રામનું જીવંત પ્રસારણ?
જો તમે સ્ટેડિયમમાં જઈને મેચનો આનંદ ન માણી શકો, તો પણ નિરાશ થવાની જરૂર નથી. ચાહકો માટે લાઈવ પ્રસારણ અને સ્ટ્રીમિંગની સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી છે. ભારતીય ક્રિકેટ ચાહકો Sony Sports Network પર હિન્દી, અંગ્રેજી અને અન્ય પ્રાદેશિક ભાષાઓમાં મેચનું જીવંત પ્રસારણ જોઈ શકે છે. આ સિવાય જે લોકો મોબાઈલ અને લેપટોપ પર (લાઈવ સ્ટ્રીમિંગ) મેચ જોવા ઈચ્છે છે, તેમના માટે SonyLIV એપ અને તેની વેબસાઇટ પર લાઈવ સ્ટ્રીમિંગ ઉપલબ્ધ રહેશે.
બંને ટીમોની તાકાત
ફાઇનલમાં આમને-સામને રહેનારી બંને ટીમો સંતુલિત અને મજબૂત છે. ભારતની ટીમ યુવાનોથી ભરપૂર છે, જેણે આખી ટુર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું છે.
ભારતીય ટીમ
ભારતીય ટીમના કેપ્ટન છે વિસ્ફોટક બેટ્સમેન સૂર્યકુમાર યાદવ. ઓપનિંગમાં અભિષેક શર્મા અને શુભમન ગિલ સારી શરૂઆત અપાવે તેવી અપેક્ષા છે. મિડલ ઓર્ડરમાં તિલક વર્મા, સંજુ સેમસન (વિકેટકીપર) અને ઓલરાઉન્ડર શિવમ દુબે તેમજ અનુભવી હાર્દિક પંડ્યા મજબૂત આધાર પૂરો પાડે છે. બોલિંગમાં જસપ્રીત બુમરાહની આગેવાની હેઠળ અર્શદીપ સિંહ અને હર્ષિત રાણા ફાસ્ટ બોલિંગની જવાબદારી સંભાળશે, જ્યારે સ્પિન વિભાગમાં કુલદીપ યાદવ અને અક્ષર પટેલની જોડી મેચનું પાસું પલટી શકે છે.
પાકિસ્તાની ટીમ
પાકિસ્તાનની ટીમનું નેતૃત્વ સલમાન અલી આગા કરી રહ્યા છે. તેમની ટીમમાં અનુભવી અને યુવા ખેલાડીઓનું મિશ્રણ છે. ફખર ઝમાન, મોહમ્મદ હરિસ અને સૈમ અયુબ જેવા ખેલાડીઓ બેટિંગમાં મોટો સ્કોર કરવાની ક્ષમતા ધરાવે છે. બોલિંગમાં શાહીન શાહ આફ્રિદી અને હરિસ રૌફની જોડી વિશ્વની શ્રેષ્ઠ ફાસ્ટ બોલિંગ પૈકીની એક છે. સ્પિનમાં મોહમ્મદ નવાઝ અને અબરાર અહેમદ ભારતીય બેટ્સમેનોને રોકવાનો પ્રયત્ન કરશે.
આ પણ વાંચો : Asia Cup 2025 : પોતાની ભૂલને છુપાવવા પાકિસ્તાની ખેલાડીએ ICC ને યાદ અપાવ્યું ધોની-કોહલીનું સેલિબ્રેશન