ASIAN GAMES 2023: એશિયન ગેમ્સમાથી આ પાકિસ્તાની ખેલાડી થયો બાહર, ભારતના આ ખિલાડીનો ગોલ્ડ હવે લગભગ નક્કી
આવતીકાલે 4 ઓક્ટોબરના રોજ એશિયન ગેમ્સમાં જેવલિન થ્રો ની ફાઇનલ યોજાવનાર છે. તેના પહેલા જ પાકિસ્તાનના ટોચના જેવલિન થ્રોઅર અરશદ નદીમ ઘૂંટણની ઈજાને કારણે મેચમાંથી બહાર થયા છે, જેના કારણે હવે ભારતના નીરજ ચોપરા ગોલ્ડ મેડલ જીતે એવી સંભાવનાઓ વર્તાઇ છે. નીરજ ચોપરાના મુખ્ય હરીફ તરીકે નદીમને માનવામા આવતો હતો અને તે બુધવારે જેવલિન થ્રો ની ફાઇનલમાં ભાગ લેવા માટે તૈયાર હતો,જો કે છેલ્લી ઘડીના એમઆરઆઈ સ્કેનથી જાણવા મળ્યું કે પાકિસ્તાની રમતવીરને ઘૂંટણમાં ઈજા થઈ છે, અને હવે તે ફાઇનલમાં ભાગ લઈ શકશે નહીં. પાકિસ્તાન પાસે 87.82 મીટરનો સિઝન-બેસ્ટ થ્રો છે જે નીરજના થ્રોની સૌથી નજીકનો છે, નીરજ પાસે સિઝન-બેસ્ટ 88.77 મીટર છે.
કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ જીતી ચૂક્યો છે નદીમ
નદીમે બર્મિંગહામમાં કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો, જ્યાં તેણે 90 મીટરનો આંકડો પાર કર્યો હતો. નીરજે આ કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ લીધો ન હતો.નદીમે હંગેરીના બુડાપેસ્ટમાં યોજાયેલી વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં નીરજ ચોપરાથી બીજા સ્થાને રહીને સ્પર્ધાના ઈતિહાસમાં મેડલ જીતનાર પાકિસ્તાનનો પ્રથમ રમતવીર બનીને ઈતિહાસ રચ્યો હતો. નદીમના ખસી જવાનો અર્થ એ છે કે બુધવારની ફાઇનલમાં સિઝનના સર્વશ્રેષ્ઠ ક્રમાંકિત ટોચના બે બરછી ફેંકનારાઓ નીરજ અને કિશોર છે. જાપાનનો ગેન્કી રોડરિક 83.15 મીટરના સિઝનના શ્રેષ્ઠ થ્રોઅર સાથે ત્રીજા ક્રમે છે.
વર્ષ 2018ની એશિયન ગેમ્સમાં નીરજે જીત્યો હતો ગોલ્ડ મેડલ
આવતીકાલે જેવલિન થ્રોની ફાઇનલ રમાવનાર છે. પાકિસ્તાની પ્લેયર નદીમના બહાર થાય બાદ હવે નીરજ ગોલ્ડ જીતે તેવી આશા ભારત લગાવી રહ્યું છે. નીરજ ચોપરા 2018ના એશિયન ગેમ્સમાં જેવલિન થ્રોમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો તે સમયે પાકિસ્તાનના રમતવીર નદીમે સિલ્વર મેડલ જીત્યો હતો.
આ પણ વાંચો -- ASIAN GAMES 2023: ભારતીય એથ્લીટ્સનો દબદબો, જીત્યો વધુ એક બ્રોન્ઝ મેડલ


