Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Asian Games 2026 માટે ટીમ ઈન્ડિયાનું એલાન! સૂર્યકુમાર આઉટ, IPL ના આ વિસ્ફોટક ખેલાડીની થઈ સરપ્રાઈઝ એન્ટ્રી!

જાપાનમાં યોજાનારી એશિયન ગેમ્સ 2026ની ટી20 ક્રિકેટ ટુર્નામેન્ટ માટે બોર્ડે 30 સંભવિત ખેલાડીઓ જાહેર કર્યા છે. આ સ્ક્વોડમાંથી સ્ટાર બેટ્સમેન સૂર્યકુમાર યાદવ બહાર થતાં નવો કેપ્ટન નક્કી કરાશે, જ્યારે આઈપીએલ સ્ટાર વૈભવ સૂર્યવંશીની એન્ટ્રી થઈ છે. બિઝી શિડ્યુલના કારણે ગૌતમ ગંભીરના સ્થાને વીવીએસ લક્ષ્મણ જાપાનમાં ટીમના હેડ કોચ બનશે.
asian games 2026 માટે ટીમ ઈન્ડિયાનું એલાન  સૂર્યકુમાર આઉટ  ipl ના આ વિસ્ફોટક ખેલાડીની થઈ સરપ્રાઈઝ એન્ટ્રી
Advertisement

Asian Games 2026 : જાપાનમાં આગામી 19 સપ્ટેમ્બરથી એશિયન ગેમ્સ 2026 (Asian Games 2026) નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મેગા ઈવેન્ટમાં રમાનારી ટી20 ક્રિકેટ ટૂર્નામેન્ટ માટે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) દ્વારા 30 સંભવિત ખેલાડીઓની યાદી તૈયાર કરી લેવામાં આવી છે. રમતગમત પત્રકાર હેમંત રસ્તોગીના અહેવાલ મુજબ, આ લિસ્ટમાં સૌથી મોટો આંચકો સૂર્યકુમાર યાદવને લાગ્યો છે. તેને આ સ્ક્વોડમાંથી બહાર રાખવામાં આવ્યો છે, જેનો સ્પષ્ટ અર્થ છે કે તે આ વર્ષે એશિયાર્ડ 2026(ASIAD 2026) માં ટીમ ઈન્ડિયાનો કેપ્ટન નહીં હોય. બીજી તરફ, આઈપીએલ 2026 ના યંગ સેન્સેશન વૈભવ સૂર્યવંશીને આ લિસ્ટમાં સ્થાન મળ્યું છે.

Asian Games 2026 : ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈન્ડિયાના 9 ખેલાડીઓ યથાવત

ભારતીય મેન્સ ક્રિકેટ ટીમ એશિયન ગેમ્સની વર્તમાન ડિફેન્ડિંગ ચેમ્પિયન છે. છેલ્લે ચીનમાં યોજાયેલી સ્પર્ધામાં ભારતે ઋતુરાજ ગાયકવાડ (Ruturaj Gaikwad) ની કેપ્ટનશીપ હેઠળ ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ વખતે બોર્ડે તે સુવર્ણચંદ્રક વિજેતા ટીમના 9 સભ્યોને જાળવી રાખ્યા છે. આ સિવાય ઋષભ પંત, શ્રેયસ અય્યર અને યશસ્વી જયસ્વાલ જેવા સ્ટાર પ્લેયર્સને પણ તક આપવામાં આવી છે.

Advertisement

Asian Games 2026 : 30 સંભવિત ખેલાડીઓની યાદી

ઈશાન કિશન, ઋતુરાજ ગાયકવાડ, વૈભવ સૂર્યવંશી, શ્રેયસ અય્યર, ઋષભ પંત, વરુણ ચક્રવર્તી, અર્શદીપ સિંહ, હાર્દિક પંડ્યા, અનુકૂળ રોય, અક્ષર પટેલ, રિંકુ સિંહ, જસપ્રિત બુમરાહ, હર્ષ દુબે, ધ્રુવ જુરેલ, તિલક વર્મા, રવિ બિશ્નોઈ, કુલદીપ યાદવ, શાહબાઝ અહમદ, શિવમ દુબે, વિપ્રજ નિગમ, વોશિંગ્ટન સુંદર, યશસ્વી જયસ્વાલ, યશ ઠાકુર, સંજુ સેમસન, નીતીશ રેડ્ડી, પ્રસિદ્ધ ક્રિષ્ના, ખલીલ અહમદ, હર્ષિત રાણા, આયુષ બદોની અને અભિષેક શર્મા.

Advertisement

કેપ્ટનશીપની રેસ અને વૈભવ સૂર્યવંશીનો દબદબો

સૂર્યકુમાર યાદવ ટીમમાં ન હોવાથી કેપ્ટન તરીકે શ્રેયસ અય્યર, સંજુ સેમસન અને ઋતુરાજ ગાયકવાડના નામ સૌથી આગળ ચાલી રહ્યા છે, પરંતુ આખરી નિર્ણય સેલેક્ટર્સ કરશે. આ લિસ્ટમાં સૌથી આકર્ષક નામ વૈભવ સૂર્યવંશી (Vaibhav Suryavanshi) નું છે, જેણે આઈપીએલ 2026 [IPL 2026] માં પોતાના બેટિંગ પ્રદર્શનથી સનસનાટી મચાવી દીધી હતી. રસપ્રદ વાત એ છે કે, એશિયન ગેમ્સ પહેલા જ વૈભવ સિનિયર ટીમ ઈન્ડિયા સાથે આયર્લેન્ડ, ઈંગ્લેન્ડ, ઝિમ્બાબ્વે અને શ્રીલંકાના પ્રવાસે ડેબ્યુ કરતો જોવા મળી શકે છે.

ગૌતમ ગંભીરની જગ્યાએ વીવીએસ લક્ષ્મણ બનશે કોચ

આ ટુર્નામેન્ટમાં માત્ર કેપ્ટન જ નહીં, પરંતુ મુખ્ય કોચ પણ બદલાશે. એશિયન ગેમ્સમાં ગૌતમ ગંભીર (Gautam Gambhir) ની જગ્યાએ વીવીએસ લક્ષ્મણ હેડ કોચની ભૂમિકા ભજવશે. આ ફેરફાર ભારતીય ટીમના બિઝી શિડ્યુલના કારણે થયો છે. જાપાનમાં મેન્સ ક્રિકેટ 24 સપ્ટેમ્બરથી 3 ઓક્ટોબર દરમિયાન રમાશે, જ્યારે તે જ સમયે 7 સપ્ટેમ્બરથી 6 ઓક્ટોબર વચ્ચે ભારતે ઘરઆંગણે વેસ્ટ ઈન્ડિઝ સામે 3 વનડે મેચ રમવાની છે. આથી ગંભીર ભારતની સિનિયર ટીમ સાથે રહેશે અને લક્ષ્મણ એશિયન ગેમ્સ માટે જાપાન જશે.

આ પણ વાંચો : IPL ફાઈનલ પહેલા ખેલાડીઓ માટે BCCI ની કડક ચેતવણી, હવે આ વસ્તુ લઈ જવા પર પ્રતિબંધ

Tags :
Advertisement

.

×