Qualificationથી જ દેખાડ્યો દમ
26 વર્ષીય નીરુએ ક્વોલિફિકેશન (Qualification) રાઉન્ડમાં શરૂઆતથી જ મજબૂત રમત બતાવી હતી. પ્રથમ દિવસે તેણે 50માંથી 48 ટાર્ગેટ હિટ કરીને કતારની રે બાસિલ (Ray Bassil) સાથે સંયુક્ત રીતે ટોચનું સ્થાન મેળવ્યું હતું. અંતિમ ક્વોલિફિકેશનમાં પણ તે ટોચ પર રહી અને 8 શૂટર્સની ફાઇનલમાં પ્રવેશ કર્યો. ભારતની આશિમા અહલાવત (Aashima Ahlawat) 16મા અને મનીષા કીર (Manisha Keer) 23મા સ્થાને રહી ફાઇનલની રેસમાંથી બહાર થઈ હતી.
Finalમાં Asian Record સાથે Gold
ફાઇનલમાં નીરુએ દબાણ વચ્ચે કમાલનું શૂટિંગ કર્યું. તેણે 30માંથી 28 ટાર્ગેટ હિટ કરીને નવો એશિયન રેકોર્ડ (Asian Record) બનાવ્યો અને ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો. અગાઉનો એશિયન રેકોર્ડ 24નો હતો. ચીનની સુન યુનોંગ (Sun Yunong)એ 26ના સ્કોર સાથે સિલ્વર અને હજર અબ્દુલમલિક (Hajar Abdulmalik)એ 21ના સ્કોર સાથે બ્રોન્ઝ જીત્યો. નીરુના આ ગોલ્ડ સાથે ભારતના ગોલ્ડ મેડલની સંખ્યા 5 થઈ.
Team Eventમાં પણ અપાવ્યો Silver
વ્યક્તિગત ગોલ્ડ જીતતા પહેલાં નીરુએ મનીષા કીર અને આશિમા અહલાવત સાથે Women’s Trap Team Eventમાં ભારતને સિલ્વર મેડલ અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. એટલે એક જ દિવસે નીરુના ખાતામાં ગોલ્ડ અને સિલ્વર બંને આવ્યા.
World Cup Champion પણ રહી ચૂકી છે નીરુ
ઉલ્લેખનીય છે કે, હરિયાણાના જીંદ જિલ્લાની નીરુ અગાઉ પણ આંતરરાષ્ટ્રીય સ્તરે ઇતિહાસ રચી ચૂકી છે. જુલાઈમાં ઇટાલીના લોનાટોમાં યોજાયેલા ISSF Shotgun World Cup 2026માં તે Women’s Trapમાં ગોલ્ડ જીતનાર પ્રથમ ભારતીય મહિલા બની હતી. ત્યાં તેણે ક્વોલિફિકેશનમાં 121/125નો નેશનલ રેકોર્ડ બનાવ્યો હતો અને ફાઇનલમાં 27 હિટ સાથે ટાઇટલ જીત્યું હતું.
![Asian Games 2026 Medal Tally, Gujarat First]()
ભારત માટે Trap Shootingમાં આ સફળતાનો ઇતિહાસ જૂનો છે. રણધીર સિંહે 1978 Asian Gamesમાં Men’s Trapમાં ગોલ્ડ જીત્યો હતો, જ્યારે રોંજન સોઢીએ 2010 Asian Gamesમાં Men’s Double Trapમાં વ્યક્તિગત ગોલ્ડ મેળવ્યો હતો. હવે નીરુ ઢાંડાએ Women’s Trapમાં પ્રથમ ભારતીય મહિલા ગોલ્ડ મેડલિસ્ટ બનીને ભારતીય શૂટિંગમાં નવો અધ્યાય ઉમેર્યો છે.
આ પણ વાંચો : Asian Games 2026 : કોણ છે વિથ્યા રામરાજ? જેણે એશિયન ગેમ્સમાં પી.ટી. ઉષાનો રેકોર્ડ તોડી આખી દુનિયાને ચોંકાવી
આ પણ વાંચો : Asian Games 2026 : ન બેટિંગ, ન બોલિંગ... છતાં ભારતનો Gold Medal પાક્કો? જાણો આ ચોંકાવનારા નિયમ વિશે!