ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

AUS vs ENG, Womens Ashes 2025 : ઓસ્ટ્રેલિયાની ઐતિહાસિક જીત

1 ફેબ્રુઆરી, 2025 ક્રિકેટના ઇતિહાસમાં ઓસ્ટ્રેલિયા માટે યાદગાર દિવસ બન્યો, કારણ કે ઓસ્ટ્રેલિયાની પુરુષ ટીમે શ્રીલંકા પ્રવાસની શરૂઆત ગાલે ખાતે ભવ્ય જીત સાથે કરી હતી.
08:34 PM Feb 01, 2025 IST | Hardik Shah
1 ફેબ્રુઆરી, 2025 ક્રિકેટના ઇતિહાસમાં ઓસ્ટ્રેલિયા માટે યાદગાર દિવસ બન્યો, કારણ કે ઓસ્ટ્રેલિયાની પુરુષ ટીમે શ્રીલંકા પ્રવાસની શરૂઆત ગાલે ખાતે ભવ્ય જીત સાથે કરી હતી.
AUS vs ENG, Womens Ashes 2025

AUS vs ENG, Womens Ashes 2025 : 1 ફેબ્રુઆરી, 2025 ક્રિકેટના ઇતિહાસમાં ઓસ્ટ્રેલિયા માટે યાદગાર દિવસ બન્યો, કારણ કે ઓસ્ટ્રેલિયાની પુરુષ ટીમે શ્રીલંકા પ્રવાસની શરૂઆત ગાલે ખાતે ભવ્ય જીત સાથે કરી હતી. ઓસ્ટ્રેલિયાએ ગાલે ખાતે રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં શ્રીલંકાને 242 રન અને એક ઇનિંગના માર્જિનથી હરાવીને ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં વિદેશી ધરતી પર ત્રીજી સૌથી મોટી જીત નોંધાવી છે.

ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમનો એશિઝમાં ઐતિહાસિક વિજય

ઓસ્ટ્રેલિયાની મહિલા ક્રિકેટ ટીમે એશિઝ 2025માં ઈંગ્લેન્ડ સામે શાનદાર પ્રદર્શન કરી નવો ઇતિહાસ રચ્યો છે. મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાયેલી એકમાત્ર ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાએ ઈંગ્લેન્ડને 122 રન અને એક ઇનિંગથી પરાજય આપ્યો છે, આ રીતે એશિઝના ઈતિહાસમાં પહેલીવાર ઈંગ્લેન્ડને એક તરફી હરાવવાનો કિર્તિમાન સર્જાયો. ઓસ્ટ્રેલિયાની એનાબેલ સધરલે 163 રનની શાનદાર ઇનિંગ રમી પ્લેયર ઓફ ધ મેચનો ખિતાબ જીત્યો, જ્યારે સમગ્ર શ્રેણીમાં ઓસ્ટ્રેલિયાએ દરેક મેચ જીતીને ઇંગ્લેન્ડ સામે ક્લીન સ્વીપ કર્યું છે.

ઇંગ્લેન્ડના બેટ્સમેન નિષ્ફળ ગયા

પ્રથમ બેટિંગ કરતા, ઇંગ્લેન્ડની ટીમ પ્રથમ ઇનિંગમાં 170 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. જવાબમાં ઓસ્ટ્રેલિયાએ 440 રનનો વિશાળ સ્કોર બનાવ્યો. એનાબેલ સધરલેન્ડ અને બેથ મૂનીએ શાનદાર સદી ફટકારી. બીજી ઇનિંગમાં, ઇંગ્લેન્ડની ટીમે વધુ સારું પ્રદર્શન કરવાનો પ્રયાસ કર્યો પરંતુ પ્રથમ ઇનિંગ કરતા ઓછા સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ. ઈંગ્લેન્ડની બીજી ઇનિંગ 148 રનમાં પૂર્ણ થઇ અને ઓસ્ટ્રેલિયાએ ટેસ્ટ મેચ મોટા માર્જિનથી જીતી લીધી.

પહેલી વાર એક મોટો ચમત્કાર થયો

2025ની મહિલા એશિઝમાં, ઓસ્ટ્રેલિયાએ મલ્ટી-ફોર્મેટ શ્રેણીમાં ઈંગ્લેન્ડને 16-0થી વ્હાઇટવોશ કરવાની સિદ્ધિ હાંસલ કરી. આ મલ્ટી-ફોર્મેટ એશિઝ 2025માં કુલ 7 મેચ રમાઈ હતી. આ સાતેય મેચમાં ઇંગ્લેન્ડને કારમી હારનો સામનો કરવો પડ્યો. 2025ની એશિઝ શ્રેણીમાં 1 ટેસ્ટ, 3 વનડે અને 3 T20 મેચ રમાશે. મહિલા એશિઝમાં, ODI અને T20I શ્રેણીની દરેક મેચ 2 પોઈન્ટની હોય છે જ્યારે દરેક ટેસ્ટ મેચ 4 પોઈન્ટની હોય છે. આ મુજબ, ઓસ્ટ્રેલિયાએ શ્રેણીની બધી મેચ જીતી અને બધા 16 પોઈન્ટ મેળવ્યા. આ રીતે મહિલા ક્રિકેટના ઇતિહાસમાં એક નવો રેકોર્ડ બન્યો. આ પહેલા ક્યારેય મલ્ટી-ફોર્મેટ એશિઝ શ્રેણીમાં ક્લીન સ્વીપ જોવા મળ્યો ન હતો.

આ પણ વાંચો :  પૂર્વ ક્રિકેટર Sachin Tendulkar ને આ એવોર્ડથી કરાશે સન્માનિત

Tags :
Ashes 2025AUS-W vs ENG-WAustralia Vs Englandaustralia vs england women’s ashesAustralia women cricket teamausw vs engwfirst ever whitewash in a multi format Ashes seriesGujarat FirstGUJARAT FIRST NEWSHardik Shahwomen’s ashes 2025 newsWomens AshesWomens Ashes 2025
Next Article