AUS vs PAK : ઓસ્ટ્રેલિયા સામે શ્રેણી હાર્યા બાદ પાકિસ્તાનમાં મોટો ફેરફાર
ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન વચ્ચે રમાઈ રહેલી T20I શ્રેણીમાં પાકિસ્તાન પહેલા જ શ્રેણી હારી ચૂક્યું છે. ઓસ્ટ્રેલિયાએ બંને મેચ જીતીને શ્રેણી પોતાના નામે કરી લીધી છે. ત્રીજી અને અંતિમ T20I મેચમાં પાકિસ્તાન ટીમમાં મોટા ફેરફાર જોવા મળ્યા છે. મોહમ્મદ રિઝવાનને આરામ આપવામાં આવ્યો છે અને તેમની જગ્યાએ સલમાન અલી આગા કેપ્ટન બન્યા છે. આગા પહેલાથી જ પાકિસ્તાનની T20I ટીમના વાઇસ કેપ્ટન છે. નસીમ શાહને પણ આરામ આપવામાં આવ્યો છે અને તેમની જગ્યાએ જહાંદે ખાનનો સમાવેશ કરવામાં આવ્યો છે. રિઝવાનની જગ્યાએ વિકેટકીપર બેટ્સમેન હસીબુલ્લાહને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. પાકિસ્તાન આ મેચ જીતીને ઓસ્ટ્રેલિયા સામે વ્હાઇટવોશ થવાથી બચવાનો પ્રયાસ કરશે.
Advertisement
- પાકિસ્તાન ટીમમાં ફેરફાર, કેપ્ટન બદલાયો
- રિઝવાનને આરામ, સલમાન અલી આગા કપ્તાન
- T20I શ્રેણી પહેલા જ હારી પાકિસ્તાન
- રિઝવાનની જગ્યા હસીબુલ્લાહને તક
- ઓસ્ટ્રેલિયાની શ્રેણીમાં અજેય સરસાઈ
- પાકિસ્તાનનું વ્હાઇટવોશ ટાળવાનો પ્રયાસ
- ઓસ્ટ્રેલિયા સામે ત્રીજી T20 મેચ
- સિડની ગ્રાઉન્ડમાં પાકિસ્તાનની ખરાબ શરૂઆત
AUS vs PAK 3rd T20I : પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચે T20I શ્રેણી રમાઈ રહી છે. ત્રણ મેચની શ્રેણીની અંતિમ એટલે કે ત્રીજી મેચ હાલમાં ચાલી રહી છે. બંને મેચ જીતીને ઓસ્ટ્રેલિયાએ પહેલા જ આ શ્રેણી જીતી લીધી છે. જોકે, અત્યારે પણ પાકિસ્તાનની બેટિંગ ચાલી રહી છે જેમા પાકિસ્તાનની હાલત ખરાબ જોવા મળી રહી છે. જણાવી દઇએ કે, આ મેચ માટે પાકિસ્તાન ક્રિકેટ ટીમમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. ત્રીજી મેચમાં મોહમ્મદ રિઝવાનની જગ્યાએ સલમાન અલી આગા પાકિસ્તાનની કમાન સંભાળી રહ્યા છે.

