AUS vs PAK : ઓસ્ટ્રેલિયા સામે શ્રેણી હાર્યા બાદ પાકિસ્તાનમાં મોટો ફેરફાર
- પાકિસ્તાન ટીમમાં ફેરફાર, કેપ્ટન બદલાયો
- રિઝવાનને આરામ, સલમાન અલી આગા કપ્તાન
- T20I શ્રેણી પહેલા જ હારી પાકિસ્તાન
- રિઝવાનની જગ્યા હસીબુલ્લાહને તક
- ઓસ્ટ્રેલિયાની શ્રેણીમાં અજેય સરસાઈ
- પાકિસ્તાનનું વ્હાઇટવોશ ટાળવાનો પ્રયાસ
- ઓસ્ટ્રેલિયા સામે ત્રીજી T20 મેચ
- સિડની ગ્રાઉન્ડમાં પાકિસ્તાનની ખરાબ શરૂઆત
AUS vs PAK 3rd T20I : પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચે T20I શ્રેણી રમાઈ રહી છે. ત્રણ મેચની શ્રેણીની અંતિમ એટલે કે ત્રીજી મેચ હાલમાં ચાલી રહી છે. બંને મેચ જીતીને ઓસ્ટ્રેલિયાએ પહેલા જ આ શ્રેણી જીતી લીધી છે. જોકે, અત્યારે પણ પાકિસ્તાનની બેટિંગ ચાલી રહી છે જેમા પાકિસ્તાનની હાલત ખરાબ જોવા મળી રહી છે. જણાવી દઇએ કે, આ મેચ માટે પાકિસ્તાન ક્રિકેટ ટીમમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. ત્રીજી મેચમાં મોહમ્મદ રિઝવાનની જગ્યાએ સલમાન અલી આગા પાકિસ્તાનની કમાન સંભાળી રહ્યા છે.
પાકિસ્તાનની ટીમે કેપ્ટન બદલ્યો
જણાવી દઇએ કે, મોહમ્મદ રિઝવાનને શ્રેણીની અંતિમ એટલે કે ત્રીજી મેચ માટે આરામ આપવામાં આવ્યો છે. તેમની કપ્તાનીમાં ટીમે કાંગારૂ ટીમ સામેની વનડે શ્રેણીમાં 2-1થી જીત મેળવી હતી. આશ્ચર્યની વાત એ છે કે આ ભૂમિકા માટે આગાને પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન બાબર આઝમ કરતા આગળ મૂકવામાં આવ્યો હતો. જો કે, આ પગલું એટલા માટે પણ યોગ્ય છે કારણ કે આગા પાકિસ્તાનની T20I ટીમના વાઇસ કેપ્ટન પણ છે.
પાકિસ્તાનની ટીમે ફાસ્ટ બોલર નસીમ શાહને છેલ્લી T20I મેચ માટે આરામ આપવાનો નિર્ણય કર્યો છે અને તેના સ્થાને ડાબોડી ફાસ્ટ બોલર જહાંદે ખાનનો સમાવેશ કરવામાં આવ્યો છે. રિઝવાનની જગ્યાએ વિકેટકીપર બેટ્સમેન હસીબુલ્લાહને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. ટીમના બાકીના ખેલાડીઓ છેલ્લી મેચની જેમ જ છે. ત્રીજી મેચમાં પાકિસ્તાન કાંગારૂ ટીમ સામે જીત નોંધાવીને વ્હાઇટવોશ ટાળવાનો પ્રયાસ કરશે.
પાકિસ્તાન પહેલા જ શ્રેણી હારી ચૂક્યું છે
ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી મેચની પ્લેઈંગ ઈલેવનમાં સલમાન અલી આગા, સાહિબજાદા ફરહાન, બાબર આઝમ, હસીબુલ્લાહ, ઉસ્માન ખાન, મોહમ્મદ ઈરફાન, અબ્બાસ આફ્રિદી, શાહીન શાહ આફ્રિદી, જહાન્દાદ ખાન, હરિસ રઉફ અને સુફિયાન મકિમનો સમાવેશ થાય છે. ઓસ્ટ્રેલિયાએ શનિવારે સાંજે સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે બીજી T20I મેચ જીતીને પાકિસ્તાન પર ત્રણ મેચની શ્રેણીમાં 2-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે.
આ પણ વાંચો: Champions Trophy 2025 : ICC ની પાકિસ્તાનને ઝાટકણી!