ઓસ્ટ્રેલિયન ક્રિકેટર સ્ટીવ સ્મિથે વનડે ક્રિકેટને કહ્યું અલવિદા
- ઓસ્ટ્રેલિયન ક્રિકેટર સ્ટીવ સ્મિથનો વન-ડેમાં સંન્યાસ
- વન-ડે ફોર્મેટમાંથી સંન્યાસની સ્ટીવ સ્મિથે કરી જાહેરાત
- ટેસ્ટ અને ટી-20 ફોર્મેટમાં રમવાનું ચાલુ રાખશે સ્મિથ
- ભારત સામે છેલ્લી આંતરરાષ્ટ્રીય વન-ડે રમ્યા સ્ટીવ સ્મિથ
- ચેમ્પિયન્સ ટ્રોફી 2025માંથી બહાર ફેકાયું ઓસ્ટ્રેલિયા
Steve Smith retires from ODIs : ચેમ્પિયન્સ ટ્રોફીની પ્રથમ સેમિફાઇનલ મેચ 4 માર્ચના રોજ ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે દુબઈના સ્ટેડિયમ ખાતે રમાઈ હતી. જ્યા ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને 4 વિકેટથી હરાવી વર્ષ 2015 નો બદલો લઇ લીધો છે. આ એક હારના કારણે ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં એક મોટો ફેરફાર થયો છે. જીહા, કાંગારુ ટીમના કેપ્ટન સ્ટીવ સ્મિથે વનડે ક્રિકેટને અલવિદા કહી દીધું છે.
સ્ટીવ સ્મિથે નિવૃત્તિની જાહેરાત કરી : "હવે યોગ્ય સમય લાગે છે"
ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ક્રિકેટર સ્ટીવ સ્મિથે ભારત સામેની હાર બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. 35 વર્ષીય સ્મિથે તેના સાથી ખેલાડીઓને આ નિર્ણયની જાણ કરતાં કહ્યું, "એવું લાગે છે કે હવે નિવૃત્તિ લેવાનો યોગ્ય સમય છે." તેણે પોતાની કારકિર્દીને યાદ કરતાં જણાવ્યું કે, "આ એક અદ્ભુત સફર હતી અને મેં તેનો દરેક મિનિટનો આનંદ માણ્યો. ઘણી બધી અદ્ભુત ક્ષણો અને અદ્ભુત યાદો છે. બે વર્લ્ડ કપ જીતવા એ એક મોટી સિદ્ધિ હતી. આ યાત્રામાં ઘણા અદ્ભુત સાથીઓએ પણ ભાગ લીધો." સ્મિથે વધુમાં કહ્યું કે, "2027ના ODI વર્લ્ડ કપની તૈયારી શરૂ કરવાની હવે એક શ્રેષ્ઠ તક છે, તેથી આ યોગ્ય સમય લાગે છે."
ચેમ્પિયન્સ ટ્રોફીમાં સંભાળી કેપ્ટનશીપની જવાબદારી
નોંધનીય છે કે પેટ કમિન્સની ઈજાને કારણે સ્મિથ ચેમ્પિયન્સ ટ્રોફીમાં ઓસ્ટ્રેલિયન ટીમની કેપ્ટનશીપની જવાબદારી સંભાળી રહ્યો હતો. જોકે, સેમિફાઇનલમાં ભારત સામે હાર બાદ તેણે આ મહત્વનો નિર્ણય લીધો. સેમિફાઇનલ મેચનો ઉલ્લેખ કરતાં સ્મિથે કહ્યું, "તે એક મુશ્કેલ વિકેટ હતી અને બેટિંગની સ્થિતિ સરળ નહોતી." તેનું માનવું હતું કે જો ઓસ્ટ્રેલિયાએ 280થી વધુ રન બનાવ્યા હોત તો મેચનું પરિણામ અલગ હોઈ શક્યું હોત. સ્મિથની આ નિવૃત્તિની જાહેરાતથી ક્રિકેટ જગતમાં એક યુગનો અંત આવ્યો છે, પરંતુ તેની યાદગાર ઇનિંગ્સ અને સિદ્ધિઓ હંમેશાં ચાહકોના હૃદયમાં જીવંત રહેશે.
સ્મિથ ટેસ્ટ અને T20 આંતરરાષ્ટ્રીય મેચો રમશે
વનડે ક્રિકેટમાંથી નિવૃત્તિ લેનાર સ્મિથ ટેસ્ટ અને T20 આંતરરાષ્ટ્રીય મેચો માટે ઉપલબ્ધ રહેશે. સ્મિથે 2010 માં વેસ્ટ ઇન્ડીઝ સામે લેગ-સ્પિનિંગ ઓલરાઉન્ડર તરીકે ડેબ્યૂ કર્યું હતું. આ પછી, બેટિંગમાં ઉત્તમ પ્રદર્શન કરીને, તે વિશ્વના શ્રેષ્ઠ બેટ્સમેનોમાંનો એક બની ગયો. તેણે 170 વનડે રમી અને 43.28 ની એવરેજથી 5800 રન બનાવ્યા, જેમાં 12 સદી અને 35 અડધી સદીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, તેણે 34.67 ની એવરેજથી 28 વિકેટ પણ લીધી છે.
આ પણ વાંચો : IND vs AUS : બેટિંગ નહીં, ફિલ્ડિંગથી Virat Kohli એ રચ્યો ઇતિહાસ!